________________
૫૪ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ચઢે, ઉપર ચઢતા તે ગૃહસ્થ લપસી જાય કે પડી જાય અને તેના હાથ, પગ, ભુજા, છાતી, પેટ, મસ્તક કે શરીરના કોઈ પણ અવયવ ભાંગી જાય અથવા તેના પડવાથી પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની હિંસા થાય, તે જીવો ધૂળ આદિમાં દબાઈ જાય, કચડાઈ જાય, અથડાઈ જાય, પીડા થાય, સંતાપ થાય, ત્રસ્ત થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંક્રમણ થાય, મૃત્યુ પણ પામી જાય તેથી તથા પ્રકારનો માલાપહત-ઊંચા સ્થાને રાખેલો એશનાદિ ચારે ય પ્રકારનો આહાર પ્રાપ્ત થવા છતાં સાધુ તેને ગ્રહણ કરે નહિ. | २ से भिक्ख वा भिक्खणी वा जाव पविटे समाणे से जं पण जाणेज्जाअसणं वा पाणं वा खाइम वा साइम वा कोट्ठियाओ वा कोलेज्जाओ वा असंजए भिक्खुपडियाए उक्कुज्जिय अवउज्जिय ओहरिय आहटु दलएज्जा। तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा मालोहडं ति णच्चा लाभे संते णो पडिगाहेज्जा । શબ્દાર્થ:- વોકિયા = ઉપરથી નીચે સુધી સમાન પહોળાઈવાળી માટીની કોઠીમાંથી રોઝા = ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી કોઠી ૩જનિય = અત્યંત નમીને અવનિય = તિરછા, વાંકાવળી દરિય શાહ૯ = કાઢી લાવીને ઉત્તાના = આપે. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ગૃહસ્થ સાધુ માટે અશનાદિ ચારે પ્રકારનો આહાર ઉપરથી નીચે સુધી એક સમાન પહોળાઈવાળી કોઠીમાંથી કે ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી કોઠીમાંથી અત્યંત નીચા નમીને, અત્યંત વાંકાવળીને અશનાદિ બહાર કાઢીને આપવાની ઇચ્છા કરે, તો સાધુ તેવા પ્રકારના અશનાદિને માલાપહત દોષયુક્ત જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં માલાપહત દોષયુક્ત આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. મોદ :- માલાપહત. તે ઉદ્દગમના સોળ દોષમાં તેરમો દોષ છે. ઉપર, નીચે કે તિરછી દિશામાં જ્યાં સહેલાઈથી હાથ પહોંચી શકતા ન હોય, ત્યાં પગના પંજા ઉપર ઊંચા થઈને, નિસરણી, ટિપાઈ કે બાજોઠ આદિ ઉપર ચઢીને, આહાર ઉતારીને, કોઠી આદિમાંથી આહાર બહાર કાઢીને સાધુને આપવામાં આવે, તો તે આહાર માલોપહૃત દોષયુક્ત કહેવાય છે. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે– (૧) ઊર્ધ્વ માલાપહત- ઉપરથી ઉતારેલો (૨) અધો માલાપહત- ભૂમિઘર અથવા તલઘર કે ભોંયરામાંથી કાઢીને લાવેલો (૩) તિર્યશ્માલાપહત- ઊંડા વાસણમાંથી કે કોઠી આદિમાંથી નમીને, વાંકા વળીને કાઢેલો. આ ત્રણના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ-ત્રણ ભેદ છે. એડી ઊંચી કરીને, હાથ લંબાવીને, છતમાં ટીંગાડેલા શીકા આદિમાંથી કાઢીને લેવામાં આવે, તે જઘન્ય ઊર્ધ્વમાલાપહત છે. નિસરણી આદિ રાખીને મેડા ઉપરથી ઉતારીને લાવેલી વસ્તુ ઉત્કૃષ્ટ ઊર્ધ્વમાલોપહૃત છે અને મંચ, થાંભલા કે અભરાઈ ઉપર રાખેલ વસ્તુને ઉતારીને લાવવું, તે મધ્યમ ઊર્ધ્વમાલોપહૃત છે.
ગૃહસ્થ સાધુના નિમિત્તે ઉપર ચઢે કે નીચે ઉતરે તેમાં ક્યારેક પગ લપસી જવાથી તે પડી જાય, તો તેનાથી જીવવિરાધના અને આત્મ વિરાધના થાય છે.
ગૃહસ્થ અત્યંત ઝૂકીને કે વાંકાવળીને આહાર બહાર કાઢે, તો તેમાં પણ અયતના થાય છે. ક્યારેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org