________________
[ પs |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
પશ્ચાત્કર્મ કે આરંભજન્ય હિંસાની સંભાવના રહે છે, તેથી અહીં પિહિત ઉભિન્ન આહાર ગ્રહણનો નિષેધ કર્યો છે. લાખાદિથી બંધ વાસણને ખોલવામાં અગ્નિકાયનો સમારંભ થાય છે. અગ્નિને પ્રજ્વલિત કરવા હવા નાખવી પડે તેથી વાયુકાયની હિંસા થાય છે. ઘી આદિનું વાસણ ખોલતાં ઢાંકણું નીચે પડી જાય તો તેનાથી પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ત્રસ જીવોની વિરાધના થાય છે. ગૃહસ્થો વાસણોના બંધ કરેલા મુખને ખોલ્યાં પછી અવશેષ દ્રવ્યની સુરક્ષા માટે ફરીથી તે વાસણના મુખ ઉપર ભીની માટી લગાડી, મુખને બંધ કરે અને તેમાં પૃથ્વી તથા પાણી બંનેની વિરાધના થાય છે. આ રીતે વિવિધ પ્રકારે જીવ વિરાધનાની સંભાવના હોવાથી સાધુને ઉભિન્ન દોષ યુક્ત આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. છકાય જીવ પ્રતિષ્ઠિત આહારગ્રહણ વિવેકઃ
४ से भिक्खु वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जाअसणं वा पाणं वा खाइमं वा साइमं वा पुढविक्काय-पइट्ठियं । तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा। ભાવાર્થ- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે અશનાદિ આહાર સચેત પૃથ્વી ઉપર રાખેલો છે, તો સાધુ-સાધ્વી તેવા પ્રકારના આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને ગ્રહણ કરે નહિ.
५ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जाव पविढे समाणे से जं पुण जाणेज्जा- असणं वा पाणं वा खाइमं वा साइमं वा आउकायपइट्ठिय; तह चेव । एवं अगणिकायपइट्ठियं जाव लाभे संते णो पडिगाहेज्जा ।
केवली बूया- आयाणमेयं । असंजए भिक्खुपडियाए अगणिं ओसक्किय णिस्सक्किय ओहरिय आहटु दलएज्जा । अह भिक्खूणं पुव्वोवदिट्ठा जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :- IT વિજય = અગ્નિમાં લાકડા નાખે fણજિય = પ્રજ્વલિત અગ્નિમાંથી લાકડા કાઢે દરિય = અગ્નિ પરના વાસણને નીચે ઉતારે. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે અશનાદિ આહાર સચેત પાણી આદિ ઉપર રાખેલો છે, તો તેવા પ્રકારના આહારને અપ્રાસુક અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ. તે જ રીતે અગ્નિ ઉપર રાખેલા અશનાદિ આહારને પણ અપ્રાસુક અનેષણીય જાણીને સાધુ, સાધ્વી ગ્રહણ કરે નહિ.
કેવળી ભગવાન કહે છે કે આ કર્મબંધનું કારણ છે, કારણ કે ગૃહસ્થ સાધુના નિમિત્તે અગ્નિ પ્રગટાવી, હવા નાંખીને વિશેષ પ્રજ્વલિત કરીને કે પ્રજ્વલિત આગમાંથી લાકડા કાઢીને, અગ્નિ ઉપર રાખેલા વાસણને ઉતારીને આહાર લાવીને આપે છે. તીર્થકર ભગવંતોએ કહ્યું છે કે સાધુ-સાધ્વી માટે આ પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશ છે કે તેઓ અગ્નિ ઉપર રહેલા આહારને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ. | ६ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org