________________
પર |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
"વા.
રાત્રે રાખીને તેનો ઉપયોગ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં સચેત મીઠાના અનેક નામ આપ્યા છે, તેમાં આ બે નામ નથી. આ રીતે આગમ પાઠોને જોતાં સ્પષ્ટ થાય છે કે અચિત્ત મીઠાના વર્ણન પ્રસંગે આ બે પ્રકારના મીઠાનું જ કથન હોય છે.
આ બંને પ્રકારના અચિત્ત મીઠાને ગૃહસ્થો સાધુ માટે ખાંડે કે પીએ તો તે સાધુ માટે અગ્રાહ્ય છે, કારણ કે અચેત ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ પ્રકારે પરિવર્તન કરવામાં અન્ય જીવોની વિરાધનાની સંભાવના છે. ખાંડવા, પીસવા વગેરેમાં વાયુકાયની હિંસા થાય છે, તેથી સાધુના નિમિત્તે કોઈ પરિકર્મ થાય, તો તે સાધુને કલ્પનીય નથી.
ક્યારેક ગૃહસ્થો સાધુને જોઈને શાક, દાળ આદિ ચૂલા પરથી નીચે ઉતારે, ક્યારેક તેને ગરમ કરે, ચૂલા પર રહેલા મોટા તપેલામાંથી સાધુને વહોરાવવા માટે શાક આદિ નાના વાસણમાં કાઢે, દૂધ ઊભરાતું હોય, તો તેમાં પાણી છાંટે, ઇત્યાદિ સર્વ ક્રિયાઓમાં અગ્નિકાયિક જીવોની વિરાધના થાય છે, માટે તે આહાર સાધુને અગ્રાહ્ય છે. અગ્નિ ઉપર રહેલા પદાર્થ લેવામાં પણ અનેક રીતે અગ્નિકાયની વિરાધના થાય છે તે સૂત્ર પાઠથી સ્પષ્ટ છે.
સંક્ષેપમાં સાધુને વહોરાવવાના નિમિત્તે કોઈ પણ જીવોને અંશ માત્ર પણ કિલામના કે પરિતાપના થાય, તેવો આહાર સાધુને માટે કલ્પનીય નથી. ઉપસંહાર:[८ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वद्वेहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :- આ પિપૈષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
અધ્યયન-૧/ક સંપૂર્ણ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org