________________
અધ્યયન-૧: ઉદ્દેશક-૫
.
૪૩ |
अह पुण एवं जाणेज्जा- पडिसेहिए वा दिण्णे वा; तओ तम्मि णियत्तिए । तओ संजयामेव पविसेज्ज वा ओभासेज्ज वा । ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં પહેલા જાણે કે શાક્યાદિ શ્રમણ, બ્રાહ્મણ, બાવાજી કે અતિથિ આદિ પહેલાથી જ ઘરમાં પ્રવિષ્ટ છે કે દ્વાર પર ઊભા છે, તો તે જોઈને સાધુ તેનું ઉલ્લંઘન કરીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે નહિ અથવા મોટેથી બૂમ પાડીને દાતા પાસેથી આહારાદિની યાચના કરે નહિ, પરંતુ તેઓને જોઈને, આવાગમન રહિત એકાંત સ્થાનમાં જઈને કોઈની નજર ન પડે તે રીતે ઊભા રહે.
જ્યારે તે જાણે કે ગુહસ્થ શ્રમણાદિને આહાર આપવાની ના પાડી છે અથવા તેઓને આપી દીધું છે અને તે શ્રમણાદિ ગૃહસ્થના ઘરેથી પાછા ફરી ગયા છે, ત્યારે તે સાધુ યતનાપૂર્વક ગૃહસ્થના ઘરમાં જાય અને આહારાદિની યાચના કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૂર્વ પ્રવિષ્ટ શ્રમણાદિ સાથે જૈન શ્રમણના વ્યવહારનું નિરૂપણ છે.
જૈન શ્રમણોનો પ્રત્યેક વ્યવહાર અન્ય જીવોને ભાર રૂપ થાય તેવો કે અભાવ પ્રગટ કરે તેવો હોતો નથી. ગૃહસ્થના ઘરમાં અન્ય શ્રમણ, ભિક્ષુકો કે યાચકો ઊભા હોય, તો મુનિ ભિક્ષા માટે ત્યાં જાય નહીં, તેમજ તેઓનું ઉલ્લંઘન કરીને કદાપિ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે નહીં. તે પ્રમાણે કરવાથી અન્ય ભિક્ષુકોને ભોજનની અંતરાય થાય, ગૃહસ્થને કે તે ભિક્ષુકોને જૈન શ્રમણો પ્રતિ અભાવ થાય, બધાને ભોજન દેવાથી ગૃહસ્થ ઉપર ભાર વધી જાય, તેથી મુનિ અન્ય ભિક્ષુકોને જોઈને ગૃહસ્થ કે ભિક્ષુકની દષ્ટિ ન પહોંચે તેવા એકાંત સ્થાનમાં સમભાવથી ઊભા રહે. જ્યારે અન્ય ભિક્ષુકો ભોજન લઈને ચાલ્યા જાય, ત્યાર પછી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને નિર્દોષ આહારની યાચના કરે.
ક્યારેક એકાંત સ્થાનમાં ઊભેલા મુનિને જોઈને ગૃહસ્થ અશનાદિ ચારે પ્રકારનો આહાર લાવીને આપે અને કહે કે હું ઘર કામમાં વ્યસ્ત હોવાથી બધા સાધુઓને અલગ-અલગ ભિક્ષા આપી શકું તેમ નથી. તમે બધા સાથે મળીને ભોજન કરી લેજો અથવા આહારનું વિભાજન કરી લેજો. આ પરિસ્થિતિમાં મુનિ તે આહાર ગ્રહણ કરીને તેના પર પોતાનો માલિકી ભાવ જમાવે નહીં, તે આહાર બધા સાધુને આપ્યો હોવા છતાં પણ આહાર મને આપ્યો છે, તેથી મારો જ છે, આ પ્રમાણે વિચારે નહી. જો આ પ્રમાણે વિચારે તો મુનિ માયા-કપટનું સેવન કરે છે.
મુનિ તે સર્વ આહાર લઈને સર્વ સાધુઓને બતાવે અને સમભાવપૂર્વક તેનું વિભાજન કરે અથવા સમભાવપૂર્વક તેને વાપરે, વિભાજન કરવામાં કે તેને ભોગવવામાં પણ માયા કપટ ન કરે. સરસ કે નીરસ સર્વ આહારનું સમાન વિભાજન કરે.
આ પ્રકારના વ્યવહારથી ભગવાનની આજ્ઞાનું પાલન, સમભાવની પુષ્ટિ અને સંયમની રક્ષા થાય છે.
જૈન શ્રમણોની સમાચારી અનુસાર જૈન શ્રમણો પોતાના સાંભોગિક સાધુઓ સાથે જ ભોજનપાણીના આદાન-પ્રદાનનો વ્યવહાર કરે છે. તેઓને અન્ય મતાવલંબી ભિક્ષકો સાથે કે અસાંભોગિક જૈન શ્રમણો સાથે આહારનું વિભાજન કરવું કે સાથે ભોજન કરવું કલ્પનીય નથી, તેથી સૂત્રોક્ત કથન અનુસાર દાતા અન્ય મતના શ્રમણો અને જૈન શ્રમણો સર્વ માટે સાથે આહાર આપતા હોય તો સાધુ પહેલાં જ કહી દે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org