________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
કે આ રીતે આહાર ગ્રહણ કરવો અમોને કલ્પતો નથી, તેમ કહીને સાધુ તે આહાર ગ્રહણ ન કરે.
સર્વ જૈન શ્રમણો માટે અર્થાત્ સાધર્મિક સર્વ સાધુઓ માટે સાથે આહાર આપે તો તે ગ્રહણ કરી લે પરંતુ સાઁભોગિક સાધુ સિવાય અન્ય સાધર્મિક સાધુ તથા પાર્શ્વસ્થ સાંભોગિક સાથે એક માંડલામાં બેસી આહાર કલ્પતો ન હોવાથી આવી આપવાદિક પરિસ્થિતિમાં ગીતાર્થ સાધુ યથાયોગ્ય નિર્ણય કરી તે સાધર્મિક સાધુ તથા પાર્શ્વસ્ય સાંભોગિક સાધુને આહાર વહેંચી શકે છે અને તેનું પ્રાયશ્ચિત કરી શકે છે, પરંતુ તેઓ સાથે એક માંડલામાં બેસી ભોજન ન કરે.
૪૪
સમનોજ્ઞ સાધુ સાથે તેમની ઇચ્છા પ્રમાણે આહાર વિભાજન કરે છે અથવા એક માંડલામાં બેસી સાથે આહાર કરે છે.
આ સૂત્રનું સ્પષ્ટીકરણ કરતાં ટબ્બાકારનું(સૂત્રોના સંક્ષપ્ત શબ્દાર્થ ભાવાર્થના લેખકનું) કથન છે કે જૈન સાધુઓ શાક્યાદિ ભિક્ષુકો કે પાર્શ્વસ્યાદિ જૈન સાધુઓ સાથે કોઈ પણ પરિસ્થિતિમાં ભોજન-પાણીનો વ્યવહાર કરતા નથી. ગૃહસ્થ પાસેથી સર્વ માટે એક સાથે આહાર ગ્રહણ કરવો કે ગૃહસ્થે આપેલો આહાર અન્ય ભિક્ષુકોને આપવો, તે જૈન સાધુનો વ્યવહાર નથી. જૈન સાધુ, પોતાના જ અન્ય સાંભોગિક સાધુઓનો આહાર એક સાથે ગ્રહણ કરે અને તે આહાર લઈને પોતાના સ્થાનમાં જઈને અન્ય સર્વ સાંભોગિક સાધુઓને આમંત્રણ આપીને, બધાની સાથે ભોજન કરે છે અથવા આહારનું વિભાજન કરે. સૂત્રમાં પ્રયુક્ત આસંતો સમળા શબ્દ જૈન શ્રમણો માટે છે, અન્ય મતના શ્રમણો માટે નથી.
ઉપસંહાર :
९ एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वद्वेहिं समिए सहिए सया जए । त्ति बेमि ।
ભાવાર્થ :- આપિંડૈષણા વિવેક તે સાધુ કે સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ-સાધ્વીએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
Jain Education International
|| અધ્યયન-૧/૫ સંપૂર્ણ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org