________________
[ ૪૨ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
શબ્દાર્થ :-સદ્ગનગાઉ = સર્વ ભિક્ષુઓના માટે સિદ્ = આપ્યો છે. મુંબઈ = તે આહારને વાપરો રિબાપ = પરસ્પર ભાગ પાડી લ્યોd = તે = પરંતુ એકાંતમાં ઊભેલો કોઈ સાધુ પડતા = લઈને તુસ = મૌન રહીને વેટેન્ન = ઉપેક્ષા કરે અને સિય = મને આપ્યું છે તેથી મારા માટે જ છે જો એમ વિચારે તો તે પર્વ વ ત = આ રીતે બોલતા તે સાધુને જો પો વાળા = બીજા સાધુ કહે
= વધારે સુંદર શાક સ૮ = વર્ણાદિ ગુણોથી યુક્ત પદાર્થ લિય= રસયુક્ત ભોજન મyu = મનોજ્ઞ fણ = સ્નિગ્ધ અજવું = રુક્ષ આહારને તે = તે સાધુ તત્વ = તે આહારમાં નમુછ = મૂઔરહિત વિ = ગૃદ્ધિ રહિત અપિ = આદરભાવ રહિત અફવવખે = આસક્તિથી રહિત થઈને હસવ = સર્વને સમાન રૂપથી પરિમાણ = વિભાગ કરી દે એને ના પન્ન = વાપરે અથવા પીએ. ભાવાર્થ:- આવાગમન રહિત એકાંત સ્થાનમાં ઊભેલા ભિક્ષુને જોઈને ગૃહસ્વામી અશનાદિ ચારે પ્રકારનો આહાર લાવીને તેને આપે અને એમ પણ કહે કે- હે આયુષ્યમનું શ્રમણ ! આ અશનાદિ ચારે ય પ્રકારનો આહાર હું આપ સર્વને માટે આપી રહ્યો છું. આપ આ આહારનો ઉપભોગ કરજો અને પરસ્પર વિભાજન કરી લેજો.
ગૃહસ્થનું આ કથન સાંભળીને સાધુ તે આહારને ચુપચાપ ગ્રહણ કરી, એવો વિચાર ન કરે કે આ આહાર મને આપ્યો છે, માટે મારો જ છે. જો તે સાધુ આ પ્રમાણે વિચાર કરીને તે સર્વ આહાર પોતાનો કરી લે, તો તે માયા સ્થાનનું સેવન કરે છે, માટે સાધુ તે પ્રમાણે કરે નહિ.
- સાધુ તે આહાર લઈને પહેલાં ઊભેલા અન્ય શ્રમણો પાસે જાય અને તેઓ કાંઈ પણ બોલે, તે પહેલાં પોતે જ કહે કે- હે આયુષ્યમાન શ્રમણો ! આ અશનાદિ ચારે ય પ્રકારનો આહાર ગૃહસ્થ આપણા સર્વ માટે આપ્યો છે, તેથી આપ સર્વ તેનો ઉપભોગ કરો અને પરસ્પર વિભાજન કરી લ્યો.
આ પ્રમાણે કહે ત્યારે કોઈ ભિક્ષ તે સાધુને કહે કે તું આયુષ્યમાન શ્રમણ ! આપ જ આ આહારનું વિભાજન કરી દયો, તો તે આહારનો ભાગ કરતા તે સાધુ પોતાના માટે જલદી-જલદી, સારો-સારો, વિશેષ પ્રમાણમાં, વર્ણાદિ ગુણોથી યુક્ત, સ્વાદિષ્ટ, મનોજ્ઞ સ્નિગ્ધ આહાર અને ખાખરા, પાપડ વગેરે મનોજ્ઞ રૂક્ષ-સૂકા પદાર્થો પોતે લઈ ન લે, પરંતુ તે આહારમાં મૂચ્છ રહિત, ગૃદ્ધિ રહિત-લોભ રહિત, આદર રહિત તેમજ અનાસક્ત ભાવે સર્વ માટે એક સરખો વિભાગ કરે.
સમવિભાગ કરતાં સમયે સાધુને જો કોઈ એમ કહે કે- હે આયુષ્યમાન શ્રમણ ! આપ વિભાગ કરો નહિ; આપણે સર્વ સાથે મળીને આ આહાર પાણી વાપરશું, તો સાથે આહાર કરતાં સાધુ પોતે ઘણા પ્રમાણમાં, સુંદર, સરસ આહાર અથવા મનોજ્ઞ(દાળિયા ખાખરા, પાપડ વગેરે) સૂકા ખાદ્ય પદાર્થ જલદીજલદી નખાય, પરંતુ તે સમયે પણ તે આહારમાં મૂચ્છ રહિત, ગૃદ્ધિ રહિત-લોલુપતા રહિત, આદર રહિત અને અનાસક્ત ભાવે બરાબર સમાન પ્રમાણમાં જ ખાય અને પીએ. | ८ से भिक्खु वा भिक्खुणी वा जाव समाणे से जं पुण जाणेज्जा- समणं वा माहणं वा गामपिंडोलग वा अतिहिं वा पुव्वपविट्ठ पेहाए णो ते उवाइक्कम्म पविसेज्ज वा ओभासेज्ज वा । से तमायाए एगतमवक्कमेज्जा, एगतमवक्कमत्ता अणावायमसलोए चिट्ठज्जा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org