________________
અધ્યયન-૧: ઉદ્દેશક-૪
[ ૩૫ ]
બાસમતી ચોખાદિ, લવણ યુક્ત સ્વાદિષ્ટ આહાર, દૂધ, દહીં યાવત (માખણ, ઘી, ગોળ, તેલ, મધ, જલેબી, ગોળ ની રાબ, માલપુવા) શિખરિણી-મીઠાઈ વિશેષ વગેરે પદાર્થોને લાવીને હું પહેલા જ ખાઈ-પીને, પાત્રોને ધોઈ સાફ કરીને પછી અન્ય ભિક્ષુઓની સાથે આહાર લેવા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીશ અને નીકળીશ. આ પ્રકારનો વ્યવહાર કરનાર તે સાધુ માયા-કપટનું સેવન કરે છે. સાધુઓએ તેવું કરવું જોઈએ નહિ.
તે સાધુએ ભિક્ષાના સમયે અન્ય ભિક્ષુઓની સાથે જ ગામમાં ઉચ્ચ, નિમ્ન, મધ્યમ કુળોમાંથી સામુદાનિક ભિક્ષાથી પ્રાપ્ત થયેલો એષણીય, વેષથી પ્રાપ્ત અને નિર્દોષ આહાર અન્ય સાધુઓની સાથે જ સમભાવપૂર્વક કરવો જોઈએ. વિવેચન :
જૈન શ્રમણો એકાંત આત્મ સાધના માટે જ પુરુષાર્થ કરે છે અને જગતના સર્વ જીવો સાથે મૈત્રી અને વાત્સલ્ય ભાવપૂર્વકનો વ્યવહાર કરે છે. તેમાં પણ આત્મસાધનાના પથિક અન્ય સાધુઓ સાથે તેનો વિશેષ વાત્સલ્ય સભર વ્યવહાર હોય, તે સહજ છે.
તેમ છતાં કોઈ સાધુ પોતાની સંકુચિત દષ્ટિથી અન્ય સાધુઓ સાથે માયા-કપટ કરીને તુચ્છ વ્યવહાર કરે, તેવી સંભાવનાને નજર સમક્ષ રાખીને શાસ્ત્રકારે તેમ ન કરવા માટે પ્રેરણાત્મક સંદેશ આ સૂત્રમાં આપ્યો છે.
સૂત્રકારનો આશય મૂળપાઠ અને ભાવાર્થમાં સ્પષ્ટ છે કે આત્માર્થી મુનિરસલોલુપતાથી માયાચારનું સેવન ન કરે, પરંતુ અન્ય મુનિઓ સાથે સરળતાપૂર્વક સેવાભાવી યુક્ત વ્યવહાર કરે. તે તેના માટે નિર્જરાનું કારણ બને છે.. |४ एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । ज सव्व?हिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ:- આ પિંડેષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
| અધ્યયન-૧/૪ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org