________________
[ ૩૬ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
9092 પહેલું અધ્યયનઃ પાંચમો ઉદ્દેશક ઈજી
અગ્રપિંડ ગ્રહણ વિવેક:| १ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविढे समाणे से ज पुण जाणेज्जा- अग्गपिंड उक्खिप्पमाणं पेहाए, अग्गपिंड णिक्खिप्पमाण पेहाए, अग्गपिंड हीरमाणं पेहाए, अग्गपिंड परिभाइज्जमाणं पेहाए, अग्गपिंड परिभुज्जमाणंपेहाए, अग्गपिंडं परिविज्जमाणं पेहाए, पुरा असिणाइ वा अवहाराइ वा, पुरा जत्थण्णे समण-माहण-अतिहि-किवण-वणीमगा खद्ध-खद्ध उवसंकमति, से हंता अहमवि खद्धं-खद्धं उवसंकमामि । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा। શબ્દાર્થ :- સfઉ૬ = અગ્રપિંડને નિષ્ફળ = કાઢતાજિકુખના ઉપ= બીજી જગ્યાએ રાખતા જોઈને હરમા પેદા = કોઈ જગ્યાએ લઈ જવાતા જોઈને પરમાઝમાળ પેદા = વેંચતા, ભાગ કરતા જોઈને રમુજમાં પેદા = જમતા જોઈને પરિવિઝમાં પેદા = પરઠતા, ચારે બાજુ ઉડાડતા જોઈને પુર સિગાડું = પહેલા શ્રમણાદિ જમીને ચાલ્યા ગયા હોય છે અવરક્ = લઈને ચાલ્યા ગયા છે ઉદ્ધ-વૃદ્ધ = જલ્દી-જલ્દી ૩વસંમતિ = જાય છે. ભાવાર્થ- સાધુ કે સાધ્વી ગુહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે કોઈ ઘરમાં અગ્રપિંડને કાઢી રહ્યા છે, અગ્રપિંડને કોઈ અન્ય જગ્યાએ રાખી રહ્યા છે, અગ્રપિંડને ક્યાંક લઈ જઈ રહ્યા છે, અગ્રપિંડને વિભાજિત કરી રહ્યા છે, અગ્રપિંડને ખાઈ રહ્યા છે, અગ્રપિંડને ચારે બાજુ ઉડાડી રહ્યા છે, પહેલાં શ્રમણાદિ અગ્રપિંડનું ભોજન કરીને ચાલ્યા ગયા છે અને કેટલાક અગ્રપિંડને લઈને ચાલ્યા ગયા છે, અમે પણ પહેલાં પહોંચીએ આ ભાવથી કેટલાક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર, યાચક આદિજલદી-જલદી આવી રહ્યા છે, તો તેઓને જોઈને કોઈ સાધુ એવો વિચાર કરે કે હું પણ જલદી-જલદી અગ્રપિંડ લેવા જાઉં, તો તેમ કરનાર સાધુ માયા-સ્થાનનું સેવન કરે છે, માટે સાધુએ તેમ ન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને અગ્રપિંડ ગ્રહણનો નિષેધ કર્યો છે. અગ્રપિંડઃ- તેના બે અર્થ થાય છે– (૧) દાન માટેનું શ્રેષ્ઠ ભોજન. (૨) રસોઈ તૈયાર થઈ ગયા પછી કોઈ પણ વ્યક્તિ જમે તે પહેલા તેમાંથી દાન માટે કઢાતું થોડું ભોજન.
પ્રસ્તુત પ્રસગમાં સૂત્રકારે અગ્રપિંડની વિવિધ ક્રિયાઓનું વર્ણન કર્યું છે, તેના આધારે સ્પષ્ટ થાય છે કે અહીં પણ અગ્રપિંડ શબ્દ પ્રયોગ પ્રથમ ઉદ્દેશકના દશમા સૂત્રની જેમ દાન માટેના શ્રેષ્ઠ ભોજનનો જ બોધક છે. અગ્રપિંડની વિવિધ ક્રિયાઓ આ પ્રમાણે છે– (૧) અગ્રપિંડને કાઢવો (૨) બીજા સ્થાને રાખવો (૩) અન્યત્ર લઈ જવો (૪) તેનું વિભાજન કરવું (૫) સ્વયં ખાવો (૬) ચારે દિશામાં ઉડાડવો (૭) વિવિધ ભિક્ષાચરોને આપવો. તે ભિક્ષાચરોમાંથી કેટલાક ત્યાં જ જમી લે છે, કેટલાક સાથે લઈને ચાલ્યા જાય છે, કેટલાક લેવા માટે જલદી-જલદી આવી રહ્યા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org