________________
અધ્યયન-૧ : ઉદ્દેશક
अह पुण एवं जाणेज्जा- खीरिणीओ गावीओ खीरियाओ पेहाए, असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडियं पेहाए, पुरा पजूहिए। सेवं णच्चा तओ संजयामेव गाहावइकुलं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज वा । શબ્દાર્થ :- હરિનીો ગાવીો - દૂધ દેનારી ગાયો હરિબ્ઝમાળીઓ પેહાર્ = ગાયો દોવાતી હોય તેને જોઈને વવકિન્ગમાનં - બનાવાઈ રહ્યો હોય પુરા અપ્પમૂહિપ - હજુ સુધી તેમાંથી કોઈને આપ્યું નથી આવાર્ – જાણીને અપાવાવમાંહોર્ - જ્યાં ગૃહસ્થાદિ આવતા જતા ન હોય અને જોતા ન હોય તેવા સ્થાનમાં.
૩
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરતાં જાણે કે અત્યારે દૂધાળી ગાયોને દોહી રહ્યા છે, ઘરમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે ય પ્રકારનો આહાર તૈયાર થઈ રહ્યો છે અને તેમાંથી બીજા કોઈને આપ્યું નથી. આ પ્રકારની પરિસ્થિતિને જાણીને સંયમશીલ ભિક્ષુ આહાર ગ્રહણ કરવા માટે ઘરમાં પ્રવેશ કરે નહિ, પરંતુ લોકોની અવજવર ન હોય, લોકોને દષ્ટિગોચર ન થવાય તેવા સ્થાનમાં ઊભા રહે.
ત્યાર પછી જ્યારે એમ જાણે કે દૂધાળી ગાયો દોહાઈ ગઈ છે, અશનાદિ ચારે ય પ્રકારનો આહાર તૈયાર થઈ ગયો છે અને પહેલાં જેને આપવાનું છે તેને અપાઈ ગયું છે, ત્યારે તે સંયમી સાધુ આહાર પ્રાપ્તિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે કે નીકળી.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં મુનિને ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિ માટે ન જવાના ત્રણ કારણોનું નિરૂપણ છે.
(૧) ગૃહસ્થના ઘરે ગાયો દોહાતી હોય, (ર) આહાર તૈયાર થયો ન હોય, (૩) બીજા કોઈને આહાર આપવાનો હોય તેને અપાયો ન હોય, આ ત્રણેય બાધક કારણ ન હોય તો સાધુ આહાર માટે ઘરમાં પ્રવેશી શકે છે, નીકળી શકે છે.
ગાયોને દોહવાના સમયે જો સાધુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, તો ક્યારેક સાધુને જોઈને ગાયો ભડકી જાય, કોઈ સરળ શ્રદ્ધાળુ ગૃહસ્થ સાધુને જોઈને વાછરડાને દૂધ પીતા છોડાવીને સાધુને દૂધ દેવાની દૃષ્ટિએ જલદી-જલદી ગાયોને દોહવા લાગે, તેનાથી ગાયોને ત્રાસ થાય અને વાછરડાને દૂધ પીવામાં અંતરાય થાય છે.
ગૃહસ્થને ત્યાં આહાર તૈયાર થયો ન હોય તો સાધુને જોઈને ગૃહસ્થ વિશેષ અગ્નિ પ્રજવલિત કરીને જલદી-જલદી ભોજન તૈયાર કરે, સાધુ માટે અલગ ભોજન તૈયાર કરાવે, તેમાં જીવવિરાધના થાય, સાધુને આહાર લીધા વિના પાછા ફરતાં જોઈને કેટલાક ગૃહસ્થોને ક્ષોભ થાય છે.
ગૃહસ્થને ત્યાં તૈયાર થયેલો આહાર જેના માટે બનાવ્યો હોય, તેણે વાપર્યો ન હોય, તે પહેલા જ સાધુ લઈ લે, તો ગૃહસ્થને નવો આહાર તૈયાર કરવો પડે, તો સાધુને પશ્ચાત્ કર્મ દોષ લાગે છે.
Jain Education International
ક્યારેક સાધુ યથાસમયે ગૃહસ્થના ઘેર જાય અને ત્યાં તેને ઉપરોક્ત બાધક કારણોની ખબર પડે અને એમ લાગે કે થોડીવારમાં ત્રણે કારણો સમાપ્ત થઈ જાય તેમ છે, તો તે સાધુ વિવેક પૂર્વક એકાંતમાં લોકોના આવાગમનથી રહિત સ્થાનમાં જઈને ઊભા રહે. ત્યાર પછી તે-તે કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે તે
For Private & Personal Use Only
www.jainelibrary.org