________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં જાય, ત્યારે એમ જાણે કે નવ પરિણત પુત્રવધૂના પ્રવેશ આદિના લક્ષ્ય ભોજન થઈ રહ્યું છે યાવત્ મેળા આદિ માટેના ભોજનમાંથી લોકો ભોજન સામગ્રી એક સ્થાનેથી બીજા સ્થાને લઈને જઈ રહ્યા છે; રસ્તામાં પ્રાણી યાવત્ કરોળિયાના જાળા નથી તથા ત્યાં ઘણા ભિક્ષુ-બ્રાહ્મણાદિ આવ્યા નથી, આવતા નથી અને આવવાના પણ નથી; લોકોની ભીડ પણ ઓછી છે તેમજ પ્રાજ્ઞ સાધુની વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા અને ધર્માનુયોગ ચિંતનમાં કોઈ બાધા ઉપસ્થિત થાય તેમ નથી; આ પ્રમાણે જાણીને ભિક્ષુ તે પ્રકારની પૂર્વસંખડી કે પશ્ચાત્ સંખડીમાં ગોચરી માટે વિવેક પૂર્વક જઈ શકે છે. વિવેચનઃ
કે
૩૨
પ્રસ્તુત સૂત્રોમાં સંખડી-જમણવારના સ્થાને ગોચરી જવાનો નિષેધ અને અપવાદ માર્ગે ત્યાં જવાનું વિધાન કર્યું છે.
સાધક સાધનાના લક્ષ્ય, દેહ પોષણ માટે અનાસક્ત ભાવે સાત્ત્વિક આહાર ગ્રહણ કરે છે અને શાંતચિત્તે સ્વાધ્યાય, ધ્યાનમાં રત રહે છે.
સાધુ પોતાની સાધનામાં સ્ખલના થાય, માનસિક શાંતિનો ભંગ થાય તેવા મોટા જમણવારમાં પ્રાયઃ જાય નહીં. તેમ છતાં ક્યારેક જમણવાર સિવાયના ઘરોમાં આહાર પ્રાપ્ત થવો મુશ્કેલ હોય; બાલ, વૃદ્ધ, ગ્લાન કે તપસ્વી સાધુ માટે આહાર પ્રાપ્ત કરવો જરૂરી હોય, તો સાધુ મોટા જમણવારમાં પણ વિવેકપૂર્વક જઈ શકે છે, જ્યારે લોકોની ભીડ ન હોય, એષણા સમિતિની શુદ્ધિ પૂર્ણપણે જળવાઈ રહે તેમ હોય, ત્યારે દાતાની ભાવના અનુસાર સંયમભાવપૂર્વક ત્યાંથી આહાર ગ્રહણ કરી શકે છે.
ક્યારેક જમણવાર કરનાર દાતાને સાધુ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિભાવ હોય અને તે સાધુને ભાવપૂર્વક વિનંતિ કરે તોપણ સાધુ ઉપરોક્ત વિવેક સહિત ત્યાં જાય અને નિર્દોષ આહારને આવશ્યકતા પ્રમાણે ગ્રહણ કરી શકે છે.
આ રીતે સંખડીગમન કે નિષેધનું સૂત્રોક્ત કથન અનેકાંતિક છે.
આગમોમાં આમિષભોજી કુળોની ગણના ગર્હિત કુળોમાં કરવામાં આવી છે અને સાધુને તેવા કુળોમાં ગોચરીએ જવાનો નિષેધ છે. આ આગમની પ્રતોમાં પ્રસ્તુત ચોથા ઉદ્દેશકના પહેલા સૂત્રમાં તથા આઠમા ઉદ્દેશકના નવામા સૂત્રમાં; નવમા ઉદ્દેશકના ચોથા સૂત્રમાં; દસમા ઉદ્દેશકના પાંચમા-છઠ્ઠા સૂત્રમાં અખાદ્ય પદાર્થ સૂચક શબ્દોનો પ્રયોગ લિપિદોષ કે પ્રક્ષિપ્ત થયેલ હોય તેમ જણાય છે. આજથી સિત્તરે વર્ષ પૂર્વે શ્રમણ શ્રી પુષ્ક ભિક્ષુ સંપાદિત સુત્તાગમેમાં તે શબ્દો નથી. તદનુસાર અહીં તે શબ્દોના સ્થાને ...
નિશાની દર્શાવેલ છે.
ગાય દોહવાના સમયે ભિક્ષા માટે પ્રવેશ નિષેધ :
२
क्वाभिक्खुणी वा गाहावइ कुलं पिंडवायपडियाए जाव पविसिउकामे से जं पुण जाणेज्जा- खीरिणीओ गावीओ खीरिज्जमाणीओ पेहाए, असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडिज्जमाणं पेहाए, पुरा अप्पजूहिए । सेवं णच्चा णो गाहावइकुलं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज वा । से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता अणावायमसंलोए चिट्ठेज्जा ।
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org