________________
|
|
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
તે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવો (૨) ભૂત- ત્રણે ય કાળમાં રહેવાના કારણે ભૂત છે. તે વનસ્પતિકાયના જીવો (૩) જીવ– આયુષ્યકર્મના કારણે જીવન ધારણ કરે તે જીવ. તે પંચેન્દ્રિય જીવોનારકી, તિર્યચ, મનુષ્ય, દેવ (૪) સત્વ- અનેક પર્યાયોનું પરિવર્તન થવા છતાં આત્મદ્રવ્યની સત્તામાં કોઈ અંતર પડતું નથી તેથી સત્ત્વ છે, તે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયના જીવો છે. આ ચારે પરિભાષા સર્વ જીવોમાં લાગુ પડે છે છતાં તે શબ્દોનો પ્રયોગ વિશેષ અર્થયુક્ત છે માટે ટીકાકારશ્રી શીલાંગાચાર્યે કહ્યું છે કે
प्राणा: द्वित्रिचतुः प्रोक्ता, भूतास्तु तरवः स्मृताः । जीवा: पंचेन्द्रियाः प्रोक्ताः,शेषाः सत्त्वा उदीरिताः॥
ત્રસકાય હિંસા પરિજ્ઞાન :| २ लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा, जमिणं विरूव- रूवेहिं सत्थेहिं तसकायसमारंभेणं तसकायसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
तत्थ खलु भगवया परिण्णा पवेइया- इमस्स चेव जीवियस्स, परिवंदण माणण पूयणाए, जाई मरण-मोयणाए, दुक्खपडिघायहेउ, से सयमेव तसकायसत्थं समारंभइ, अण्णेहिं वा तसकायसत्थं समारंभावेइ, अण्णे वा तसकायसत्थं समारंभमाणे समणुजाणइ । तं से अहियाए, तं से अबोहीए । से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाए ।
सोच्चा खलु भगवओ अणगाराणं वा अंतिए इहमेगेसिं णायं भवइएस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए ।
इच्चत्थं गढिए लोए, जमिणं विरूवरूवेहिं सत्थेहिं तसकायसमारंभेणं तसकायसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ । ભાવાર્થ :- સંયમી સાધક જીવ હિંસા કરતાં સંકોચનો અનુભવ કરે છે તેઓને તું ભિન્ન જાણ અને 'અમે ત્યાગી છીએ' એવું કહેતાં અનેક પ્રકારના શસ્ત્રોથી ત્રસકાયનો આરંભ કરનાર બીજા અનેક જીવોની પણ હિંસા કરે છે, તેને પણ તું ભિન્ન જાણ!
આ વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેકનું કથન કર્યું છે. કોઈ માનવી આ જીવન માટે, પ્રશંસા, સન્માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે, દુઃખને દૂર કરવા માટે ત્રસકાય જીવોની સ્વયં હિંસા કરે છે, બીજા પાસે હિંસા કરાવે છે તથા હિંસા કરનારની અનુમોદના પણ કરે છે. આ હિંસા તેના અહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org