________________
| શસ્ત્ર પરિણા અધ્ય-૧, ઉ: ૬
[ ૩૭ ]
અને અબોધિ માટે છે.
તે સંયમી હિંસાનાં દુષ્પરિણામને સારી રીતે સમજીને સંયમમાં લીન બની જાય છે. ભગવાન પાસેથી અથવા અણગારો પાસેથી સાંભળીને કોઈ મનુષ્યો જાણે છે કે આ હિંસા ગ્રંથી છે, મૃત્યુ છે, મોહ છે, નરક છે છતાં જે માનવી વર્તમાન સુખમાં આસક્ત થાય છે, તે અનેક પ્રકારના શસ્ત્રોથી ત્રસકાય જીવોનો આરંભ કરે છે, ત્રસકાયનો આરંભ કરતાં બીજા અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે.
પંચેન્દ્રિય જીવોની હિંસાના વિવિધ હેતુ :| ३ से बेमि- अप्पेगे अच्चाए वहंति, अप्पेगे अजिणाए वहंति, अप्पेगे मंसाए वहति, अप्पेगे सोणियाए वहंति, अप्पेगे हिययाए वहति एवं पित्ताए वसाए पिच्छाए पुच्छाए वालाए सिंगाए विसाणाए दंताए दाढाए णहाए ण्हारुणीए अट्ठिए अट्ठिमिजाए अट्ठाए अणट्ठाए ।
___ अप्पेगे हिंसिंसु मे त्ति वा वहंति, अप्पेगे हिंसंति मेत्ति वा वहंति, अप्पेगे हिंसिस्संति मे त्ति वा वहति ।
શબ્દાર્થ :- અ = કેટલાક જીવ, કોઈ, મક્વાણ = પ્રાણીઓના શરીરનો ભોગ દેવા માટે, વદિતિ = વધ કરે છે, જાણ = ચર્મ–ચામડા માટે, મલાપ = માંસ માટે, સળિયા = લોહી માટે, હિયા = હૃદય માટે, પર્વ = આ પ્રમાણે, પિત્તા = પિત્ત માટે, વસા = ચરબી માટે, fપચ્છ = પાંખ – પીંછા માટે, પુછાણ = પૂંછ માટે, વાસા = વાળ માટે, &િ Iણ = શીંગડા માટે, વિલાપ = અંધકાર વિનાશક દાંત વિશેષ માટે, દંતાણ = દાંત માટે, વાદા = દાઢ માટે, અદાણ = નખ માટે,
ઠ્ઠા = સ્નાયુ માટે, કૃિષ = હાડકાં માટે, કૃમિંગાણ = હાડકાની મજ્જા માટે, અઠ્ઠા = પ્રયોજનથી, મગઠ્ઠા = પ્રયોજન વિના, તે = મારા સ્વજન, પરિજનને, હિંલિ7 = માર્યા હતા, ત્તિ = આવા ષના કારણે, હિંસતિ = મારે છે, હિંસિસતિ = મારશે.
ભાવાર્થ :- હું કહું છું (ભગવાને કહ્યું છે કે, કેટલાક મનુષ્યો દેવતાની પૂજા માટે કે મંત્રની સાધના માટે જીવહિંસા કરે છે. કોઈ ચામડા, માંસ, લોહી, હૃદય, પિત્ત, ચરબી, પીંછા, કેશ, પૂંછ, શીંગડા, વિષાણ, દાંત, દાઢ, નખ, સ્નાયુ, હાડકાં અને અસ્થિમજ્જા માટે પ્રાણીઓની હિંસા કરે છે. કોઈ વ્યક્તિ પ્રયોજનવશ અને કોઈ પ્રયોજન વિના–નિરર્થક જીવોની હિંસા કરે છે.
કેટલાક મનુષ્યો તેઓએ મારા સ્વજનાદિની હિંસા કરી છે તેવી પ્રતિશોધની ભાવનાથી હિંસા કરે છે. મારા સ્નેહીજનોની હિંસા કરે છે તેવા પ્રતિકારની ભાવનાથી પણ કેટલાક મનુષ્યો હિંસા કરે છે અને મારા સ્નેહીજનોને કે મને મારશે તે પ્રકારના આતંકના ભયથી કેટલાક હિંસા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org