________________
| શસ્ત્ર પરિક્ષા અધ્ય-૧, ઉ: ૬
[ ૩૫ ]
વિવેચન :
આ સૂત્રમાં ત્રસકાયિક જીવોના વિષયનું વર્ણન છે. આગમમાં સંસારી જીવોના બે ભેદ કહ્યા છે, સ્થાવર અને ત્રસ. દુઃખથી પોતાની રક્ષા કરે અને સુખનો સ્વાદ લેવા માટે હલન ચલન કરવાનું સામર્થ્ય જે જીવમાં હોય છે, તે ત્રસ જીવ છે. તેનાથી વિપરીત જે પ્રાયઃ સ્થિર રહે છે તથા પોતાની ઇચ્છાનુસાર એક સ્થાનેથી બીજા સ્થાને જે ન જઈ શકે તે સ્થાવર કહેવાય છે. તેને માત્ર એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. ઉત્પત્તિ સ્થાનની અપેક્ષાએ ત્રસ જીવોના આઠ ભેદ કહ્યા છે, તે આ પ્રમાણે છે– ૧. અંડજ– ઈડાથી જેનો જન્મ થાય છે તે મોર, કબૂતર, હંસ આદિ. ૨. પોતજ- પોત અર્થાત્ ચર્મરૂપ થેલી. પોતથી ઉત્પન્ન થનારા પોતજ કહેવાય છે, જેમ કે– હાથી, ચામાચીડિયા વગેરે. ૩. જરાયુજ– ગર્ભને જર વીંટળાયેલ હોય છે. તે જન્મ સમયે બાળકને ઢાંકી રાખે છે. તે જરાયુની સાથે જે ઉત્પન્ન થાય છે તેને જરાયુજ કહેવાય છે. જેમ કે ગાય, ભેંસ આદિ. ૪. રસજ– છાશ, દહીં આદિ રસ બગડી જાય ત્યારે તેમાં જે કીડા ઉત્પન્ન થાય તેને રસજ કહેવાય છે. ૫. સંસ્વેદજ– પસીનામાં ઉત્પન્ન થનારા જીવ, જેમ કે જૂ, લીખ આદિ ૬. સંમૂર્છાિમબહારના વાતાવરણના સંયોગથી ઉત્પન્ન થનારા જીવો, જેમ કે માખી, મચ્છર, કીડી, ભમરા આદિ. ૭. ઉભિજ- ધરતીને ભેદીને નીકળનારા જીવો. જેમ કે તીડ, પતંગિયા વગેરે. ૮. ઔપપાતિક- ઉપપાતનો અર્થ છે આગમની દષ્ટિએ દેવશય્યામાં દેવ અને કુંભિમાં નારકી ઉત્પન્ન થઈ એક મુહૂર્તમાં સંપૂર્ણ યુવાન બની જાય છે, તેથી તેને ઔપપાતિક કહેવાય છે.
આ આઠ પ્રકારના જીવોમાં પ્રથમના ત્રણ ગર્ભજ, ચોથાથી સાતમા સુધીના સંમૂર્છાિમ અને આઠમા દેવ, નારકી ઔપપાતિક જન્મવાળા હોય છે. આ રીતે જન્મની અપેક્ષાએ જીવના ત્રણ પ્રકાર છે. આ ત્રણ પ્રકારમાં સંસારના સર્વ જીવોનો સમાવેશ થઈ જાય છે. આ જીવોને સંસાર કહેવાનો અભિપ્રાય એ છે કે આઠ પ્રકારનો યોનિસંગ્રહ જ જીવોના જન્મ, મરણ તથા ગમનાગમનનું કેન્દ્ર છે તેથી તેને જ સંસાર સમજવો જોઈએ. (૧) મંદતા- વિવેક બુદ્ધિની અલ્પતા તથા (૨) અજ્ઞાન. આ બંને સંસાર પરિભ્રમણનાં-જન્મ મરણનાં મુખ્ય કારણ છે. વિવેક દષ્ટિ તેમજ જ્ઞાનનો વિકાસ થયા પછી માનવી સંસારથી મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. રિવ્વા પરિનિર્વાણ :- આ શબ્દ મોક્ષનો વાચક છે. નિર્વાણનો શબ્દાર્થ છે બુઝાઈ જવું. જેમ તેલ ખલાસ થઈ જતાં દીપક બૂઝાઈ જાય છે, તેમ રાગ દ્વેષનો ક્ષય થવાથી સંસારનો ક્ષય થાય છે અને આત્મા સર્વ દુઃખોથી મુક્ત બનીને અનંત સુખમય સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અહીં પરિનિર્વાણ'નો આવો પ્રસિદ્ધ અર્થ ગ્રહણ કરાયો નથી પરંતુ સુખ, શાંતિરૂપ અર્થ ગ્રહણ કર્યો છે. કહ્યું છે કે પ્રત્યેક જીવ સુખ, શાંતિ અને અભયના અભિલાષી છે. અશાંતિ, ભય, વેદના તેના માટે મહાનભયકારી તેમજ દુઃખદાયી છે, તેથી કોઈ જીવની હિંસા કરવી નહીં.
પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વ સામાન્યરૂપે જીવના જ વાચક છે. સમભિરૂઢનયની અપેક્ષાએ ભગવતી સુત્ર શ. ૨. ઉ.૧માં તેના અલગ અલગ અર્થ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રાણ-પ્રાણોથી યુક્ત હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org