________________
પરિશિષ્ટ-૧
| ૪૨૫ |
ત્રિશલા. તેઓએ પ્રથમ તો ગૃહસ્થાશ્રમી જીવન ગાળ્યું અને દયા, દાન, આતિથ્ય સન્માન, કૌટુંબિક ફરજો, રાષ્ટ્રધર્મ વગેરે ગુણો દ્વારા પોતાનું જીવન ખીલવીને જીવન વિકાસના પાદચિહ્નોની સાધના કરી લીધા પછી પોતાનું ક્ષેત્ર વિસ્તારી ત્યાગમાર્ગ અંગીકાર કર્યો હતો.
ત્યાગ એટલે જગતના અમુક ક્ષેત્રમાં કલ્પલા કે બાંધેલા મોહજન્ય સંબંધને ખસેડી વિશ્વના સકળ જીવો સાથેના પ્રેમસંબંધમાં જોડાવાની તાલાવેલી જાગવી તે. આ તાલાવેલીને લીધે જ શ્રી મહાવીર પોતાનાં માનેલાં
સ્ત્રી, પુત્ર, રાજપાટના સંકુચિત વર્તુળની મમતા છોડી વિશ્વના સકળ જીવજંતુઓ અને વનસ્પતિ જેવા સૂક્ષ્મ ચેતનો સાથે મૈત્રી જોડવા તત્પર થયા.
પોતાનું સ્થાન છોડવાનું પણ પ્રથમ પ્રયોજન તો એ જ કે પોતાને મમતા ન હોય તોયે બીજા મમતાળુ જીવો તાજા છૂટેલા સંબંધને લીધે દુઃખી થાય અને એમાંય એમને પોતાનું તથા પરનું અનિષ્ટ દેખાયું હોય અને બીજું કારણ એ પણ ખરું કે પોતે બીજાના મિત્ર છે એમ તો સૌ કોઈ કહે. પરંતુ એનો ખરો અનુભવ તો બીજાના સંસર્ગમાં આવ્યા પછી જ થઈ શકે. આ અનુભવની કસોટી ખાતર ત્યાગીએ શક્ય તેટલાં સ્થાનાંતરો કરવા અને વિવિધ પ્રકૃતિવાળા લોકોના માનસનો સમભાવે અભ્યાસ કરવો, એ એમની ફરજ હોવી ઘટે. પણ ત્યાંય એના ત્યાગનો ઉદ્દેશ એ ન ચૂકે, કે કોઈને બોજારૂપ પણ ન બને, એ રીતે એટલે કે ભિક્ષાચરીથી જીવન નિર્વાહ અને પાદવિહારથી સ્થાનાંતર ગમન કરે. આ બે વાતો લક્ષગત રાખી વિહરે.
(ઉદ્દેશક ૧, સૂત્રર) શ્રી મહાવીરનીબેઉત્તમ ભાવનાઓ સ્પષ્ટ થાય છે. એક તો તીર્થકરોની વાસ્તવિક પ્રણાલિકાને જાળવી રાખવાની અને બીજી નિરાસક્ત ભાવે પદાર્થ ગ્રહણ કરવાની. શ્રી મહાવીર ધારત તો એ એટલા સમર્થ પુરુષ હતા કે તદ્ન નવો પંથ સ્થાપી શકત, પણ એમણે સત્યની સહજ ઉપાસનાને જ જૈનદર્શન માન્યું હતું. પરંપરાથી જૈનદર્શન પ્રણાલિકા ચાલી આવતી હતી, પણ આસપાસના વાતાવરણને અંગે એદર્શનમાં જે સંકુચિતતા કે અવાસ્તવિકતા પેસી ગઈ હતી તે જ દૂર કરવાની તે કાળે તેમને ખાસ જરૂરિયાત હતી.
જૈનદર્શનમાં જે જે તીર્થકરો થાય છે તે નવું તીર્થ ઊભું નથી કરતા પણ માત્ર તીર્થનો પુનરુદ્ધાર કરે છે. શ્રી મહાવીરે ભગવાન મહાવીર થયા પછી પણ તે જ કાર્ય કર્યું છે અને પૂર્વની પ્રણાલિકામાં જે જે સિદ્ધાંતભૂત વસ્તુઓ હતી તે કાયમ રાખી માત્ર રૂઢીનું જ ભંજન કર્યું છે. સમાજ, દેશ કે વિશ્વમાં કાર્ય કરનાર પ્રત્યેક શક્તિધરને આ વાત ખૂબ મનનીય છે.
ઘણા સમર્થ સાધકોય વિકારના નાશને બદલે કેટલીકવાર વસ્તુનો નાશ કરવા મથી પડે છે. એ માર્ગે શક્તિના વ્યય સિવાય સ્થાયી ફળ કશું મળતું નથી; કારણ કે વસ્તુમાત્ર નિત્ય છે, તેનો સંપૂર્ણ નાશ કદી સંભવિત નથી. માત્ર સ્થિતિ અંતર થાય છે. એમ છતાં નાશનો પ્રયોગ થાય તો તે પ્રયોગથી તો ઊલટો એક વિકાર મટી બીજો વિકાર પેસી જાય છે.
આ સૂત્રની દષ્ટિએ અહીં શ્રી મહાવીરનો આ સાધનાનો કાળ છે. એટલે સાધકે સમર્થ હોય તોયે તેણે સાધનાના નિયમો પાળવા જ રહ્યા; અને એ દષ્ટિએ એમણે દિવ્ય દૂષ્ય સ્વીકાર્યું ખરું, પણ એ ભોગઅર્થે નહિ; ટાઢના નિવારણના અર્થેય નહિ, માત્ર પૂર્વપ્રણાલિકાની અપેક્ષાએ લીધું. એમ કહી સૂત્રકારે ત્યાગી સાધક પદાર્થોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org