________________
૪૨૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ઉપયોગ કઈ ભાવનાથી કરે એ સમજાવી દીધું છે. ત્યાગીઓની દષ્ટિ સાધનોમાંય વિવેકબુદ્ધિ પૂર્વકની અને જરૂરિયાત જેટલી મર્યાદિત હોય. અને જે વસ્તુ જરૂરિયાત પૂરતી લેવાય તેમાં મોહ કે આસક્તિનું નિમિત્ત ભાગ્યે જ બને એ તો દેખીતી વાત છે. અહીં પણ આસક્તિના ત્યાગનો આશય ધ્વનિત થાય છે. (ઉદ્દેશક ૧, ગાથા ૩) સાધનાનો ઘણો સમય તેઓ ચિંતન, મનન અને ધ્યાન ધરવા પાછળ પસાર કરતા હતા. ધ્યાન સમયે તો તેઓ એટલા એકાગ્ર થઈ જતા કે ત્યાં દીક્ષાભિષેકમાં પ્રયોજાયેલ સુગંધી દ્રવ્યોની ગંધથી આકર્ષાઈને ભ્રમરાદિ નાના જીવજંતુઓ આવી ગણગણાટ કરતા કે દેહ ઉપર બેસતા, તોયે તેમની એકાગ્રતાનો ભંગ થતો નહિ.
પ્રથમ તો આ સૂત્રમાંથી સાધુ પુરુષના ચોમાસાનોસ્થિરવાસ શા હેતુએ છે, તે વ્યક્ત થાય છે. ધરતી પટ પર વર્ષાઋતુમાં વનસ્પતિ તથા સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ ખૂબ બહોળા પ્રમાણમાં થઈ જવાથી વિહારને માટે એ ઋતુ પ્રતિકૂળ બને છે. પરંતુ નિસર્ગજન્ય પ્રતિકૂળતાઓ અનુકૂળતાઓના સર્જન માટે પૂર્વકારણરૂપ બને છે એ નિયમ પણ માનવીએ ભૂલવો જોઈતો નથી. સાધુ પુરુષોએ આઠ માસમાં ફરીને, બોલીને, અનેકના પ્રસંગોમાં આવીને પોતાની શક્તિઓ ને વાપરી નાખી હોય છે, તેનો સંગ્રહ કરવાનું આ ચાર્તુમાસમાં ઉપયોગી નીવડે છે અને જ્ઞાન, ધ્યાન, મૌન, ચિંતન અને કાયમી સ્થિરતાથી નવીન ચેતના જગવવવાનું પ્રબળ નિમિત્ત થાય છે. આ લક્ષ્ય જેટલે અંશે ન જળવાય તેટલે અંશે સાધકજીવન ફીકું દેખાય. વર્તમાનમાંદષ્ટિગોચર થતી ફીકાશ આ લક્ષ્ય તરફની બેદરકારીથી જન્મી છે એમ માનવામાં હરકત જેવું નથી. આજે શ્રમણ મહાવીરના જીવનમાંના આવા વાસ્તવિક અનુકરણ ભુલાયા છે. (ઉદ્દેશક ૧, ગાથા ૪) આંખના ઉપયોગની આ વાત છે. પણ તે પરથી અહીં એ કહેવું પ્રાપ્ત થાય છે કે શ્રમણ મહાવીર પ્રત્યેક ઈન્દ્રિય અને દેહનો ઉપયોગ યથાર્થ જાળવતા. આંખથી જોવું એટલે આંખનો ઉપયોગ જાળવી લીધો એવું કોઈ ન સમજે! જોવું એ આંખનો સ્વભાવ ખરો, પણ તે અને તેટલું જ જોવું જોઈએ કે જે અને જેટલું સંયમની દષ્ટિએ ઉપયોગી હોય. જેને આટલું ધ્યાન રહે તેણે જ ખરી રીતે ઉપયોગ સાધ્યો છે એમ કહી શકાય.
| ઉપ એટલે સમીપે, યોગ એટલે જોડાવું. જે ક્રિયા આત્માની સમીપ જવામાં સહકારી નીવડે એ ઉપયોગ ગણાય. આ રીતે ઉપયોગી પુરુષ પોતાની એક સૂક્ષ્મ ક્રિયા પણ વિવેક કે વિચારશૂન્યપણે નહિ કરે અને વિવેક તથા વિચારપૂર્વક કરેલી ક્રિયા પરપીડાકારી કે નિરર્થક પણ નહિ હોય. સારાંશ કે ઉપયોગ પૂર્વકની ક્રિયામાં અને સંયમમાં અહિંસાનો સમાવેશ સહેજે થઈ જાય છે.
નાનાં બાળકો ભયભીત થતાં કોઈ૨ડવા લાગતાં અને કોઈ ધૂળ પણ ઉડાડતા. આનું કારણ શ્રી મહાવીરનો શ્રમણવેશ હોય એવો અહીં ધ્વનિ છે. બાળકોની દષ્ટિમાં કોઈનવીન પદાર્થ ચડે એટલે પ્રથમ તેમનામાં કુતૂહલબુદ્ધિ જાગે કે ભય પણ લાગે, એ સ્વાભાવિક છે. બીજું આ ઉપરથી એમ માનવાનું કારણ મળે છે કે તે વખતે શ્રમણ મહાવીર જેવો ત્યાગી વર્ગ ક્વચિત જ દેખાતો હોય; અને એ બાળકોની અપરિચિતતાનું પ્રબળ કારણ તો ખરુંજ ને!
આ જ સૂત્રમાં વળી શ્રી મહાવીરની એકાગ્રતાનુંયે આબેહૂબ બયાન વર્ણવાયું છે. શ્રી મહાવીર એટલે દયાના સાગર.અનુકંપાભાવના તો તેમની નસેનસમાં ઊભરાતી; એટલે બાળરુદનના નિમિત્ત બનવા વધુ વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org