________________
પરિશિષ્ટ-૧
૪૦૩.
માનવું અને જેઓ બાહ્ય કે આંતરિક કશો પુરુષાર્થ નથી કરતા એટલે કે કેવળ વિકલ્પમય જીવન ગાળે છે તેઓ પણ સદ્દગુરુદેવની આજ્ઞામાં નથી એમ માનવું. અહીં એક શક્તિનો દુર્પયોગ કરે છે અને બીજો શક્તિ હોવા છતાં અશક્ત છે. આ બન્ને સ્થિતિ સાધકને માટે યોગ્ય નથી. અખંડ શ્રદ્ધાની સાથે અખંડ પુરુષાર્થ હોવો ઘટે. નૈસર્ગિક જીવન ગાળનાર પરમ પુરુષાર્થી હોય છે. જે સુસ્ત જીવન ગાળે છે, તે પોતે નૈસર્ગિક જીવન ગાળે છે એમ ન કહી શકે.
(ઉદ્દેશક ૬, સૂત્ર ૭) જ્યાં કર્મબંધન નથી, ઈચ્છા નથી, પ્રવૃત્તિ નથી, રાગાદિ રિપુઓ નથી કે સંસાર પ્રત્યે પુનરાગમન નથી તે મુક્ત દશા છે.
કર્મબંધન ન હોય ત્યાં ઈચ્છાયે નહોય, ઈચ્છા ન હોય ત્યાં પ્રવૃત્તિ પણ ન જ હોય.
સર્વથા ઈચ્છા રહિતપણું એજ વીતરાગતા. વીતરાગ પુરુષને સંસાર કે તેનાં કાર્યકરણ સાથે કશોય સંબંધ ન હોવાથી તે સંસારી જીવોના ન્યાયાધીશ બનતા નથી કે ફરીથી અવતાર ધારણ કરતા નથી. જ્યાં જ્ઞાન છે, ચૈતન્ય છે અને તન્મય આનંદ છે, ત્યાં જ તેઓ નવી સ્થિતિમાં રહે છે.
છઠું અધ્યયન
(ઉદ્દેશક ૧, સુત્ર ૧) સાધકની બીજી અનેક યોગ્યતાઓ હોવા છતાં જેનામાં મહાવીરતા-સાચું વીરત્વ નથી હોતું, તે ત્યાગને પચાવી શકતા નથી, એમ કહી અહીં શક્તિની જ કેવળ પૂજા બતાવી છે. શક્તિ વિના શુદ્ધિ શક્ય નથી. શક્તિમાન જ વિકલ્પોને રોકી શકે અને અર્પણ થઈ શકે. અન્ય પક્ષે એમ પણ કહેવા માગે છે કે, મુક્તિમાર્ગ પણ તેના અધિકારીને બતાવી શકાય. શક્તિવિહીનને જે કાંઈ પણ અપાય તે ઉત્તમ હોય તોયે અપથ્ય નીવડે. મિષ્ટાન સુંદર હોય તોયે તે દર્દીને ન આપી શકાય, નીરોગીને જ અપાય. તેમ જ ત્યાગ પણ સિંહણના દૂધ સમો છે. સોનાનું પાત્ર જ તેને જીરવી શકે અને તેનો સંસર્ગ ઝીલી શકે. જે ત્યાગમાં આત્મભાન નથી તે ત્યાગ બોજારૂપ બને, એમ પણ અહીં ફલિત થાય છે. ત્યાગજીચિ, અહિંસક ભાવના, વિવેકબુદ્ધિ અને સમાધિની પિપાસા એ ચાર ગુણો ધરાવનાર જ મુક્તિમાર્ગને આરાધી શકે છે. પૂર્ણ ત્યાગ એને જ પચે. આત્મવિશ્વાસમાં અડોલ પણ એવો વીર જ રહી શકે.
આત્મવિશ્વાસ ગયો એટલે વિકલ્પો, ખેદ, શોક, ચિંતા અને પરિતાપ એ બધું આવે જ અને આત્મવિશ્વાસ આવે એટલે એ બધું પલાયમાન થઈ જાય અને વિચાર, વિવેકબુદ્ધિ, વૈરાગ્ય, જાગૃતિ, ત્યાગ, અર્પણતા અને નિરાસક્તિ એ બધું ક્રમશઃ જન્મે. એટલે સૌથી પ્રથમ આત્મવિશ્વાસ સંર્વાગે દઢ કરવો જોઈએ.
(ઉદ્દેશક ૧, સૂત્ર ૭) માતાપિતાના પ્રેમ અને ઋણાનુબંધોને યથાર્થ જાણીને જે સાધક સાચા વૈરાગ્યપૂર્વક માતા પિતાના હૃદયને જીતીને અર્થાત્ કે પોતાના સચ્ચારિત્રની છાપ પાડીને ત્યાગ અંગીકાર કરે છે, તે જ સાંગોપાંગ પાર ઊતરી શકે છે. જે ગૃહસ્થાશ્રમમાં પણ આદર્શ નથી, તે ત્યાગ જેવો મહાભાર શી રીતે રહી શકે?
જૈનદર્શનમાં ગુહસ્થ સાધક અને ભિક્ષ સાધક બન્નેને માટે ત્યાગ પ્રતિ પૂર્ણ ભાર આપ્યો છે. તેની પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org