________________
| ૪૦૪ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
તત્ત્વ છે. નિરાસક્તિની સાધના પદાર્થોના ત્યાગ વિના સંપૂર્ણ રીતે સફળ થવી કઠિન છે. એવો કૈક જ્ઞાનીઓએ અનુભવ કર્યા પછી ત્યાગમાર્ગનું વલણ વિકાસના માર્ગ તરીકે સ્વીકારાયું છે. ભોગ અને નિરાસક્તિ એ બન્ને સાથે સાથે તો કોઈ અપવાદિત અસાધારણ વ્યક્તિને જ સહજ હોઈ શકે. એટલે ત્યાગ આવશ્યક છે. ત્યાગ માર્ગે જવું એટલે આસક્તિનાં નિમિત્તોથી પર રહી નિરાસક્તિની સાધના કરવાનો પ્રયત્ન કરવો.
તેથી અહીં માતા, પિતા, સ્ત્રી, સ્નેહી કે કુટુંબીજનના વાસ્તવિક સ્નેહને અવગણવાની વાત નથી. તેમ ઘણાજન્ય સંબંધિત્યાગનીયે વાત નથી; કારણ કે તેનો ત્યાગ આવેશ જતાં જ વિરમી જાય છે. વળી જે સાધક ઋણાનુબંધ અને કર્તવ્ય ખાતર જ સ્નેહસંબંધ રાખે છે, તે સ્નેહ સ્વ કે પર કોઈનું પતન કરતો નથી. પરંતુ જે સ્નેહ કર્તવ્યના બહાના નીચે કેવળ મોહ અને વાસનાની વૃદ્ધિ કરતો હોય છે તે પોતાનો અને પરનો કશો વિકાસ સાધી શકતો નથી. અહીં સંબંધ ત્યાગની વાત મોહત્યાગની ભાવનાને અનુલક્ષીને છે.
(ઉદ્દેશકર, સૂત્ર ૧) "સ્ત્રી પુત્રાદિના પૂર્વસંયોગને ત્યજીને" આ વાક્યનો અર્થ 'મોહ સંબંધ ત્યજીને' છે, 'કર્તવ્યસંબંધ ત્યજીને' નહિ. ઊલટું જ્યારે કર્તવ્યસંબંધ વિકસે છે, ત્યારે આપોઆપ જ ત્યાગ થઈ જાય છે, ત્યાગમાં તો સંકુચિતતાનો ત્યાગ કરીને આખા વિશ્વનો સ્વીકાર જ છે. એક ત્યાગી કેવળ માતા કે સ્ત્રીને તજે છે એનો અર્થ એ કે, હવે એ સંકીર્ણતા તથા મોહ સંબંધને છોડીને વિશ્વની સમસ્ત વ્યક્તિઓની સાથે નિર્મળ સંબંધ બાંધે છે. અહીં ગૃહસ્થ સાધકને લગતી વાત છે.
અત્યારે તો ગૃહસ્થ સાધક સ્ત્રીપુરુષનો સંબંધ એટલે કેવળ શરીર ભોગસંબંધ સમજે છે અને માતાપિતાનો સંબંધ એટલે રક્ષણપોષણ કરવાનો ક્રિયાસંબંધ છે. પણ શાસ્ત્રકારના કથન પ્રમાણે આ બધા સ્વાર્થી અને મૌહિક સંબંધો છે, કર્તવ્યસંબંધ નથી.ગૃહસ્થ સાધક જ્યારે સાધના માર્ગમાં જોડાય ત્યારે એણે આ બધા સંબંધોમાંથી વાસના અને લાલસાના તત્ત્વો દૂર કરી સૌ સાથે કર્તવ્ય સંબંધ જોડવો જોઈએ. કર્તવ્ય સંબંધમાં વિકાસ છે, પતન નથી.
ગૃહસ્થ સાધક જો પોતાની પત્ની, કટુંબાદિક વૈભવો કે પદાર્થોમાં મોહસંબંધ બાંધે તો પતન જ થાય. ખરી રીતે ગૃહસ્થાશ્રમનો હેતુ મોહ સંબંધ બાંધવાનો નથી, પણ કેવળ કર્તવ્યસંબંધ બાંધવાનો છે. કર્તવ્ય સંબંધમાં પતન નથી, કારણ કે તેમાં મોહ કે ઘેલછા ન હોવાને કારણે વિશ્વની કોઈ પણ વ્યક્તિને બાધા ન પહોંચાડવા છતાં તે સંબંધ નભી રહેવાનો સંભવ છે. પણ મોહસંબંધમાં તેવું નથી. મોહસંબંધમાં તો એક વ્યક્તિને પોતાનો સ્વાર્થ સાધવા જતાં સમસ્ત વિશ્વના અહિતનીયે પરવા ન રહે એવું ઘણીવાર બને છે; કારણ કે કર્તવ્યસંબંધમાં જે વિવેક બુદ્ધિ જાગૃત હોય છે એ મોહસંબંધમાં હોતી નથી.
મેંશેનો ત્યાગ કર્યો છે અને શા માટે કર્યો છે, એ ઉદ્દેશ ભૂલી જવાથી એ બન્નેમાંના કેટલાક સાધકો પુનઃ પૂર્વવેગને વશ થઈ સાધના છોડી દે છે. આમ થવાના કારણો બે છે; એક તો મોહસંબંધ શા માટે છોડ્યો છે તેની સ્મૃતિ ચાલી જવાથી, મોહસંબંધ છોડવો એટલે પદાર્થો છોડવા એટલો સંકુચિત અર્થ થાય છે. પણ ખરી રીતે પદાર્થોનો વિષયભોગની દષ્ટિએ ઉપયોગ કરવાનું છોડવું એટલો એનો વ્યાપક અર્થ છે. કારણ કે વાસનાથી
જ્યારે પદાર્થોનો ઉપયોગ થાય છે, ત્યારે પદાર્થ લાભને બદલે હાનિ કરે છે, સંસ્કારને બદલે વિકાર વધારે છે અને સુખને બદલે દુઃખ જન્માવે છે. આ ભાવનાએ જ એટલે કે ભોગની દષ્ટિએ, જે જે પદાર્થો વપરાય છે તે ત્યાજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org