________________
૪૦૨ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પોતા તરફ જ જોવું. જગતને જોવું હોય તો તે પણ પોતા માટે, બીજા માટે નહિ. જે પોતાને જુએ છે તે જ જગતમાંથી સાર ખેંચી શકે છે. સારાંશ કે સાધક જગતના ગુણદોષો જોવાનું છોડી દઈ અંતર શુદ્ધ કરે. જગત તો આરસી છે, તેમાં જે કંઈ દેખાય છે તે પોતાનું પ્રતિબિંબ માત્ર છે. જે જેવો હોય છે, તે તેવું જગતમાંથી જુએ છે અને મેળવે છે. લાલ રંગની શીશીમાં પડેલું સફેદ દૂધ રક્તવર્ણ છે તેમ ન કહી શકાય. તે જ રીતે જે દષ્ટિથી મનુષ્ય બીજાને જુએ છે, તેવું જ તેને દેખાય છે. આવી દષ્ટિમાં પદાર્થ કે વ્યક્તિત્વ નથી દેખાતું, ખોખું જ દેખાય છે અને તે પણ પોતાની આંખો પર જેવાં ચશ્મા હોય તેવા રંગનું.
(ઉદ્દેશક ૫, સૂત્ર ૪) "જેને હણવા લાયક, પીડવા લાયક કે દૂર કરવા લાયક માને છે તે તું જ છે." સૂત્રમાં એ ભાવ ફલિત થાય છે કે જે બીજા જીવોને હણે છે તેણે માનવું જોઈએ કે તે બીજાને નથી હણતો પણ પોતાને હણી રહ્યો છે; કારણ કે વિશ્વના પ્રત્યેક પ્રાણી સાથે પોતાનો સંબંધ છે. વૃત્તિમાં હિંસા પેઠી એટલે આત્મા હણાયો, એ બે ભાવનામાંથી સાર એ નીકળ્યો કે કોઈ પણ પ્રાણીને દુઃખ આપવાનો કે દુઃખ થાય તેવું વિચારવાનો અધિકાર નથી. આ વાત સ્થૂળ અહિંસાની દષ્ટિએ થઈ. અહીં એથીએ ઊંડી વાત છે.
વિચિકિત્સા કે વિકલ્પવાળાને જગત પ્રત્યે અવિશ્વાસ હોઈ વિકલ્પો દ્વારા કે ભાવના દ્વારા તે અનેક પ્રકારની હિંસા કરી રહ્યો હોય છે. બીજા દુષ્ટ છે એમ માનવું એ પણ હિંસા જ છે. મદ, વિષય, કષાય, ઈર્ષા, દ્રોહ એ બધા હિંસાભાવનાનાં રૂપો છે. તેથી અહીં સૂત્રકાર કહે છે કે, તને જે બહાર ખરાબ લાગે છે, તેને દૂર કરવા મથે છે અને હણવા જેવાં માને છે, તેનાં કારણભૂત તે નથી પણ તું છે.
તું એટલે કે, બહિરાત્મા છે. વિકલ્પવાન હંમેશાં બહિરાત્મ સ્વરૂપમાં જ આત્મા માની પ્રવૃત્તિ કરતો હોય છે. બહિરાત્મભાવ જ વિકલ્પો અને તે દ્વારા હિંસા ભાવના પ્રેરે છે. આથી જ અહીં કહ્યું છે કે, આજે તું અને હિંસાવૃત્તિ એક થઈ ગયા છે, માટે તેને જ તુંહણી નાખ અર્થાત્ કે તું તારાપણું ભૂલી જા.વિકલ્પલય ક્યારે થાય? ને શ્રદ્ધા ક્યારે પ્રગટે ? એના ઉત્તરમાં અપાયેલો આ અજોડ અને સરળ ઉપાય છે.
પણ ઘણીવાર સાધકને એમ લાગે છે કે, હું જો મને ભૂલી જાઉં તો પછી રહે શું? સૂત્રકાર મહાત્મા ખાતરીપૂર્વક કહે છે કે, તેમાં ડરવાનું કંઈ કારણ નથી. તું જેને ભૂલશે તે તું પોતે નથી. માત્ર "આ હું , આ હું છું." એવો એના પર હુંપણાનો તે પરાણે આરોપ કર્યો છે. પણ વાસ્તવિક રીતે તો જે દ્વારા જે જાતનું ભાન થાય તે જ તું છે. "રખે હું મારા વ્યક્તિત્વને અને મને ભૂલી જાઉં!" એ જાતનું જે ફરી ભાન થાય છે તે જ તું પોતે છે. એટલે તારા વ્યક્તિત્વને ભૂલતાં રખે હું મને ભૂલું, તેવો ભય રાખવાનું કંઈ કારણ નથી. ખરી વાત તો એ છે કે વ્યક્તિત્વ ભૂલ્યું ભૂલાય તેમ નથી અને જે ભુલાઈ શકે તે વ્યક્તિત્વ નથી. એ તો માત્ર શરીરાદિ પર આરોપિત કરેલું અહત્વ કે જેને અભિમાન કહેવામાં આવે છે તે છે; એનો નાશ તો અભીષ્ટ છે, એમાં જ વિકાસ છે. એમ કહી અહીં આત્માનું આબેહુબ સ્વરૂપ વર્ણવ્યું છે. શબ્દમાં આથી વધુ શું આવી શકે? (ઉદ્દેશક ૬, સૂત્ર ૧) સગુન્ની આજ્ઞા સંબંધમાં ખૂબ ભ્રમ પ્રવર્તતો હોય છે, તેનો આમાં સ્પષ્ટાર્થ છે. "તું બહાર શોધે છે તે બહાર નથી પણ તારામાં છે." એવી અંતઃકરણને દઢ પ્રતીતિ કરાવીને પુરુષાર્થી બનવું, એ સ ની આજ્ઞાની આરાધના ગણાય. આ માર્ગથી વિપરીત રીતે એટલે કે જેઓ બહાર શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, કીર્તિ, માન, પૂજા, ઋદ્ધિસિદ્ધિ કે સમૃદ્ધિ માટે સદગુરુશરણ શોધી રહ્યા છે, તેઓ સદ્દગુરુની આજ્ઞામાં નથી એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org