________________
પરિશિષ્ટ-૧.
૩૯૭ |
દષ્ટિને સાથે ને સાથે રાખી ગુરુદેવની આજ્ઞાને નિહાળે ત્યાં સુધી તે તેની વાસ્તવિક દષ્ટિને પહોંચી શકે નહિ કે લાભ પણ મેળવી શકે નહિ. સૌથી પ્રથમ પોતાનાં પૂર્વદષ્ટિબિંદુઓને સાવ ભૂંસી નાંખવા જોઈએ, નહિ તો એક યા બીજી રીતે તે દષ્ટિબિંદુઓ આવીને તેની સાધનામાં ડખલ કર્યા વગર રહે નહિ.
(૨) એટલે જ પૂર્વ અધ્યાસોને ભૂલી જવા જોઈએ અને આજ સુધી પોતે જેને નિરાસક્તિ માની હોય તે નહિ પણ પૂર્વ અધ્યાસોને ત ભૂલી જવાની નિરાસક્તિ કેળવવી જોઈએ.
(૩) સદગુરુજ્યારે એને જે કંઈ આપે તેને ભેટ તરીકે સ્વીકારવી, એટલે કે તેઓ શિક્ષા કે પ્રાયશ્ચિત, જે કંઈ આપે તે પ્રકૃતિને પ્રતિકૂળ હોવા છતાં તેને સપ્રેમ સ્વીકારવી.
(૪) તેમની વાણી પર પૂર્ણ શ્રદ્ધા રાખી, તનુસાર જીવન ઘડવું જોઈએ. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા હોય તેટલા પ્રમાણમાં સદ્ગુરુનો સંગ ફળે.
આ ચારે જીવનવિકાસના પરમ ઉચ્ચ સગુણો છે. પણ અહંકાર અને મોહને મોડ્યા વિના તે સદ્ગણો જીવનમાં પ્રવેશી શકે નહિ.
આટલું કહીને પછી સૂત્રકાર ઉપયોગપૂર્વકવિહરવાનું કહી સદ્ગુરુ પ્રત્યે એ બધું અંધઅનુકરણથી નહિ પણ વિવેકબુદ્ધિ પૂર્વક કરવાનું સૂચવે છે. આમાં સદ્ગુરુ કેવા હોવા જોઈએ, તેઓની કઈ આજ્ઞાને વશ થવું જોઈએ, તેનો વિવેક છે. અન્યથા સદ્ગના બહાના તળે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાર્થ કે વાસનાનું પોષણ ભક્તો દ્વારા સહેલાઈથી કરી શકે છે, એ ગેરસમજ દૂર કરવા ખાતર ભક્તિ આંધળી ન હોય પણ જાગૃત હોય એમ સૂચવ્યું છે. ભક્ત તો વીર, વિવેકી, વિનમ્ર અને વિચારક હોવો ઘટે.
છેવટ છેવટ પ્રત્યેક ક્રિયામાં સાવધાની રાખવાનું બતાવે છે. તેમાં તે સદ્ગુરુ અને શિષ્ય બન્નેની યોગ્યતાનો આબેહૂબ ચિતાર છે. શિષ્યની એક પણ ક્રિયા સગુરુની આજ્ઞાબહાર નહોય, એટલે કે જે સર્વથા અર્પણ થઈ ગયો હોય એ શિષ્ય અને સશુરુ એટલે જેની એક પણ આજ્ઞા શિષ્યના એકાંતહિત વિનાની ન હોય. સદગુરુ એટલે નિઃસ્પૃહતાની મતિ, પ્રેમનો મહાસાગર અને પુણ્યની ગંગા. તેમાં શિષ્યની સ્પૃહા લય પામે, અભિમાનનું ખાબોચિયું ગળીને સુકાઈ જાય અને પાતકનો પુંજ શુદ્ધ થાય.
(ઉદ્દેશક, સૂત્ર ૩) સદ્ગુરુજો ચાલવામાં સહાય ન કરે તો તેની આવશ્યક્તા પણ શી? એવો કદાચ કોઈને પ્રશ્ન થાય તેનું નિરાકરણ આ સૂત્રમાં છે. સાધકને સદ્ગુરુ ઘણી જાતની સહાય કરે છે.
કેટલીકવાર સાધક એટલી હદ સુધી પાપ શબ્દથી જ ભીરુ બની જાય કે તે પોતાના જીવનવિકાસને લગતી ઉપયોગી ક્રિયા કરતાં કરતાં પણ પાપથી ડરે છે. આથી આવે વખતે ગુરુદેવ તેમને સાચો માર્ગ બતાવી પાપનો વિવેક સમજાવે છે અને પાપનો સંબંધ શબ્દ સાથે નહિ, પણ મુખ્યત્વે અધ્યવસાયો અને ગૌણરૂપે જ ક્રિયા સાથે છે તેમ બતાવે છે.
પણ જ્યારે પાપ કરી નાખ્યા પછી પણ પોતાનું પાપ રખે બહાર આવે એ માટે છુપાવવાનો પ્રયાસ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org