________________
[ ૩૯૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
બીજાં પાપો વધારતો હોય છે, ત્યારે એના પાપના મૂળને શોધીને સદ્ગુરુતુરત નિર્મૂળ કરવાનું ઔષધ આપે છે. કદાચ વૃત્તિની અધીનતાને લઈને શિષ્ય તેમ ન કરે માટે કહ્યું છે કે ગુરુદેવની પૂર્ણ અધીનતા સ્વીકારી હોય ત્યારે જ પાપ નિવારી શકાય અને પ્રાયશ્ચિત્ત સફળ થાય.
(ઉદ્દેશક ૪, સૂત્ર ૩–૪) સ્ત્રી મોહમાં રહેલું, સાધકના સ્વચ્છંદી માનસ પર અસર કરનારું પ્રલોભન અને એ સ્વચ્છંદી માનસમાં મુખ્ય ભાગ ભજવી શકે તેવી નાટયવૃત્તિઓ વિકાસમાર્ગના પથિકને ડગલે ને પગલે ધનારું આવરણ તથા મહાસમર્થ શક્તિધરોને નમાવનારી શક્તિ છે. સાધકને સદ્ગુરુતથા સત્સંગની અસરતળે સતત જાગૃત રહેવાની જરૂરિયાત આ દષ્ટિએ છે. એમ બતાવવા સૂત્રકાર હવે એ જ વસ્તુને બહુ ગંભીર રીતે અને ઊંડાણથી ચર્ચે છે.
(ઉદ્દેશક ૪, સૂત્ર ૬) વિષયોની ઉત્તેજનાનો ખોરાક પર મોટો આધાર છે. "જેવું અન્ન તેવું મન" એ સૂત્ર વિચારવા યોગ્ય છે. રસાળ, સ્વાદુ અને તીખાં ભોજનવિષયવૃત્તિને ઉગ્ર બનાવે છે. એટલે અહીં લૂખોસૂકો ખોરાક ખાવાનું સૂચવ્યું છે. અલ્પ ભોજન પણ એટલી જ મહત્વની વસ્તુ છે, ઈન્દ્રિયોને ઉત્તેજના કરવા માટે નહિ. આટલી સાદી વાત સૌ કોઈ સાધક સમજતો જ હશે; તોયે પદાર્થોમાંના સ્વાભાવિક રસને બદલે તેલ, મરચું, મીઠાશ, ખટાશ વગેરે અનેક વસ્તુઓને રસમિશ્રિત કરીને ખાણાંઓ ખવાય છે. એ જોતા જણાશે કે તેમ કરવાથી ખોરાક માટે ખાવાનું નથી રહેતું ખાવા માટે ખોરાક બની જાય છે.
આ રીતે વ્યય તથા પાપ બન્નેવધે છે અને શરીરને શ્રમ પૂરતો ન મળવાથી ઈન્દ્રિયો પર તે ખાણાની ખોટી અસર થાય છે. એટલે લખું અને અલ્પ ભોજન પ્રત્યેક સાધકના શરીર અને મન બન્નેના આરોગ્ય માટે ઉપયોગી છે, એ વાત નિર્વિવાદ છે.
એક સ્થાને ઊભા રહી કાયોત્સર્ગ કરવાનું સૂત્રમાં છે. તે શરીરને કસવાની દષ્ટિએ છે. આ બધા પ્રયોગો ખૂબ ઉપયોગી નીવડે છે, સાધકને ઘણીવાર પતનમાંથી ઉગારી લે છે. છતાં આટલું કર્યું પતી જતું નથી. બહારના ઉપચારોથી વિષયોનું શમન થાય. તે ન પડે એવું બને તોયે તેથી વાસનાનો વિજય પ્રાપ્ત થાય તેવી નિશ્ચિતતા નથી. એટલે સ્થાનાંતર કરવાનું સૂચવ્યું છે. તેમાં બે દષ્ટિબિંદુઓ છે. એક તો ઘણીવાર અમુક સ્થાનો જ એવા હોય છે કે મનુષ્ય પર ત્યાંના પ્રબળ આંદોલનોની અસર પડે છે. ત્યાગી તત્ત્વજ્ઞાની કે ચિંતનશીલ પુરુષોનું રહેવાનું જ્યાં બહુ બન્યું હોય ત્યાંનું વાતાવરણ ત્યાં બેસનાર કે રહેનાર પર તેની તેવી અસર ઉપજાવ્યાના અનુભવો થાય છે. તે જ રીતે ખરાબ વાતાવરણની પણ તેવી ખરાબ અસર પડ્યા વિના રહે નહિ અને બીજું તે સ્થાનમાં વાસનાને ઉત્તેજિત કરે તેવાં બાહ્ય નિમિત્તો હોય તોયે બાધાકર નિવડે. આ બન્ને દષ્ટિએ સ્થાન પરિવર્તન આવશ્યક છે અને તેથી લાભ પણ થાય છે, એ સ્વાભાવિક છે.
ભિક્ષ ગામેગામ અપ્રતિબંધ વિહરતા હોવા છતાં ચોમાસાના ચાર માસ તેને એક સ્થાને રહેવાની આજ્ઞા છે. તેનું કારણ એ છે કે ચોમાસામાં જીવોની અધિક ઉત્પત્તિ થવાથી અજતનાથી બચી જવાય, વર્ષાવિહારમાં ઉપસ્થિત થતી અશક્યતાઓ ટળી જાય અને જ્ઞાન, ધ્યાન તથા તપને માટે પણ ઋતુ વધુ અનુકૂળ છે તેથી ચાતુર્માસ માટે વિહારની મુનિ સાધકને જૈનશાસનમાં મના કરી છે. તોયે અહીં ચાતુર્માસમાં પણ વિહાર કરવાનું સૂચવ્યું છે તેની પાછળ મહાન હેતુ છે. જૈનદર્શન નૈસર્ગિક દર્શન હોઈ તેનાં નિયમો નૈસર્ગિક બંધારણપૂર્વક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org