________________
૩૯૬ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પરંતુ સાધકની આ અપરિપક્વતા પુરુષાર્થી, વ્યવસ્થિત અને નિયમિત સાધકની દષ્ટિએ સમજવી. અન્યથા ચુસ્ત અને જડ પ્રકૃતિવાળાને તો હંમેશાં અવલંબન પાસે હોય તોયે અપરિપક્વતા રહેવાની જ છે. આવા પુરુષને તો અવલંબન ઊલટું બાધક નીવડે તથા વહેમ, લાલચ અને પાખંડ વધારે છે; કારણ કે અવલંબન પણ જે સાધક જાગૃત થયો છે તેને જ ઉપયોગી હોય. જાગૃતિ કરાવવાની અવલંબનમાં શક્તિ નથી, તેમ ચલાવી પહોંચાડવાનીયે એમાં તાકાત નથી. તે માત્ર પ્રેરણા આપી શકે. જાગવું અને ચાલવું એ કેવળ સાધકની પોતાની સ્વેચ્છાનો પ્રશ્ન છે. અહીં સૂત્રકારે જાગૃત અને પ્રગતિશીલને જ પ્રેરણાની સાચી આવશ્યક્તા અને ઈચ્છા હોય છે એ દષ્ટિબિંદુ સમજાવ્યું છે.
સૂત્રના પ્રથમ વિભાગમાં સાધક સહજ મળતી પ્રેરણાને છોડી દેવા કેમ તૈયાર થાય છે તેનાં કારણો જણાવતાં કહે છે કે, જો સાધકમાં જિજ્ઞાસુ બુદ્ધિ હોય છે તો તે કોઈ પણ સ્થાન, વ્યક્તિ કે બનાવોમાંથી કંઈ પણ લેવા મથે છે અને લે છે. પણ જો સાધક ઉપયોગશૂન્ય–ગાફેલ બને તો બહારના દશ્યો તેનાં ચક્ષુ આગળ ખડાં થવાથી પૂર્વાધ્યાસોને લઈને તે સાધક એનિમિત્તોને વશ થાય છે. જોકે આવા પ્રસંગોમાં જિજ્ઞાસા, વૈરાગ્ય અને સંયમના પ્રબળ વેગ આગળ શરૂશરૂમાં નિમિત્તોના જોરનો દબાવ થઈ ગયેલો દેખાય છે, પરંતુ પૂર્વાધ્યાસોથી વવાયેલું એ વાસનાનું ઝેરી બીજ ધીમેધીમે વૃત્તિ પર અસર ઉપજાવી બીજા તેવા જ પ્રસંગો મળે ગુપ્ત રીતે વિકસી જાય છે. આ વૃક્ષ ધીમે ધીમે સાધકની ચાલુ સાધનામાં કેફ રેડે છે અને તેથી જ સંકુચિતતા પેસે છે, અહંકારનું ક્રિયામાં દર્શન થાય છે અને વિકાસ રૂંધાય છે.
અહંકાર આવે એટલે વિશ્વ જેવડા અફાટ આત્મસ્વરૂપને તે પુરુષ નાનકડી વ્યક્તિમાં સમાવવા મથે છે. જેમ જેમ તે માર્ગે શક્તિ વધુ વધુ વેડફાય તેમ તેમ તે સાધક વિશ્વથી અતડો અને એકલપેટો થતો જાય અને જેમ જેમ વિશ્વથી તે અતડો થતો જાય, તેમ તેમ તે મોહની અંધાર ખાઈમાં ડૂબતો જાય અને વ્યક્તિત્વ વિકસાવવાને બહાને વ્યક્તિત્વને પોતાને હાથે જ હણતો જાય.
અહીં અજાણ અને અતત્ત્વદર્શી વિશેષણો વાપરી સૂત્રકાર મહાપુરુષે અવલંબનની મર્યાદા સૂચવી છે. એ અનુભવી પુરુષોએ જ આ મર્યાદા સૂચવી છે એવું સૂત્રમાં આવતું કથન "આ વાત ઉપલક દષ્ટિએ જોઈને દૂર કરવા જેવી નથી પણ ખૂબ ખૂબ ચિંતવવા યોગ્ય છે" એમ વદે છે. (ઉદ્દેશક ૪, સુત્ર ૨) વાસ્તવિક રીતે અહીં આજ્ઞાની આરાધના બતાવી છે. ઘણી વખત સાધક સદ્ગુરુ કે ઉપસાધકોની સાથે રહેવા છતાંયે એક ભૂલને બદલે બીજી ભૂલો કરતો હોય છે એ પણ સ્વચ્છંદનો એક વિભાગ જ છે. સદ્ગનું અવલંબન જે હેતુએ છે તે હેતુ ન સરતો હોય, તો સાધક એ અવલંબન પ્રત્યે ગમે તેટલું માન દર્શાવતો હોય તોયે તે વિકાસ ના સાધી શકે. સદ્દગુરુની સેવા, ભક્તિ કે સંગ ક્યારે ફળ્યો ગણાય, તેની સ્પષ્ટતા બતાવી છે. પ્રત્યેક સાધકને આ વાત મનનીય છે.
(૧) સગુએ બતાવેલી દષ્ટિથી જોતાં શીખવું એ સદ્ગુની ભક્તિનું પ્રથમ રૂપ છે. ઘણીવાર સાધક પોતાની દષ્ટિ સાથે રાખીને સનું શરણ શોધતો ફરે છે. આવા સાધકને સદ્ગુની પ્રાપ્તિ થવી સંભવતી નથી અને કદાચ થાય તો પચતી નથી. થોડો વખત કદાચ તે માની લીધેલી ભક્તિ કે લાગણીના વેગમાં તણાયે જાય છે. તે સગુની આજ્ઞામાં વર્તવાના કોડ સેવે છે અને ઘણીવાર આચરે પણ છે; તોયે જ્યાં સુધી તે પોતાની પ્રથમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org