________________
| ઉપધાનશ્રુત અધ્ય-૯, ઉ: ૪.
૩૭. I
६ अवि साहिए दुवे मासे, छप्पि मासे अदुवा अपिबित्था ।
राओवरायं अपडिण्णे, अण्णगिलायमेगया भुंजे ॥
શબ્દાર્થ :- વિક્યારેક, તાદિપટુ માત્ર બે માસ કે બે માસથી વધારે પ્રમાણે છ મહિના સુધી, પિવિત્થ= પાણી પીધા વિના, રોવરયંત્ર રાત દિવસ, અપડિum = અપ્રતિજ્ઞ, નિદાન રહિત, અભિનયં = ઠંડો અમનોજ્ઞ આહાર, પાયા = ક્યારેક, મુંને = આહાર કરતા હતા.
ભાવાર્થ :- તેઓએ ક્યારેક બે માસથી વધારે તો ક્યારેક છ મહીના ચૌવિહારા ઉપવાસ કર્યા હતા. તેઓ હંમેશાં મનોજ્ઞ આહારની પ્રતિજ્ઞાથી રહિત હતા. ભગવાન ક્યારેક તો ઠંડા, વાસી કે ફેંકી દેવા યોગ્ય અર્થાત્ બિલકુલ અમનોજ્ઞ આહાર કરી લેતા. | ७ छटेण एगया भुंजे, अदुवा अट्टमेण दसमेण ।
दुवालसमेण एगया भुंजे, पेहमाणे समाहिं अपडिण्णे ॥ શબ્દાર્થ :- છળ = છઠ કરીને, અમેળ = અટ્ટમ કરીને, તમેળ= ચોલા, કુવાસણ = પાંચ દિવસના ઉપવાસ, પંચોલા.
ભાવાર્થ :- ભગવાન ક્યારેક છઠ, અટ્ટમ, ચોલું અને પાંચ ઉપવાસ કરી પારણું કરતા હતા. આહારની અનુકૂળતા વિષયક પ્રતિજ્ઞાથી રહિત થઈને પોતાની સમાધિનું અવલોકન કરતાં તપ કરતા હતા.
વિવેચન :
આ ગાથાઓમાં ભગવાનની સંચમચર્યા અને તપશ્ચર્યાનું વર્ણન છે. ભગવાનની તપ સાધના :- ભગવાનની તપ સાધના આહાર પાણીના સ્વૈચ્છિક નિયંત્રણ પૂર્વકની હતી. આ ચર્યાની સાથે તેમની સતત જાગૃતિ, યતના અને ધ્યાનમગ્નતાનું વર્ણન છે.
ભગવાનનું શરીર ધર્મયાત્રામાં બાધક ન હતું, પરંતુ સાધક હતું. તો પછી તેને કષ્ટ શા માટે આપતા હતા? ભગવાન સંયમ અને તપની આ ચર્ચાઓમાં એટલા બધા તલ્લીન બની જતા હતા કે શરીરની બાહ્ય અપેક્ષાઓની પૂર્તિનો પ્રશ્ન ગૌણ થઈ ગયો હતો. શારીરિક કષ્ટોની અનુભૂતિ તે વ્યક્તિઓને વધારે થાય છે કે જેની અધ્યાત્મ ચેતનાનું સ્તર નીચે હોય છે. ભગવાનની અધ્યાત્મ ચેતનાનું સ્તર ઊંચા દરજ્જાનું હતું. ભગવાનની તપ સાધનાની સાથે જાગૃતિની બે પાંખો જોડાયેલી હતી-(૧) સમાધિપેક્ષા અને (૨) અપ્રતિજ્ઞા. અર્થાત્ તેઓ ગમે તેટલું કઠિન તપ કરતા પરંતુ તે સાથે તેઓ સમાધિનું સતત નિરીક્ષણ કરતા રહેતા અને કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ કે હઠાગ્રહથી પ્રેરિત સંકલ્પવાળા ન હતા.
મોરિવું :- ભોજન સામે આવવા પર મનને રોકવું કઠિન કામ છે. જ્યારે વ્યક્તિ રોગથી ઘેરાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org