________________
[ ૩૬૮ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ત્યારે સામાન્ય રૂપે અલ્પ આહાર કરે છે. સામાન્ય રીતે મનુષ્યો સ્વાદિષ્ટ મનોજ્ઞ ભોજન સ્વાદને વશ થઈને વધારે જ કરે છે પરંતુ ભગવાનને વાયુ આદિથી ઉત્પન્ન થયેલ કોઈ રોગ ન હતો, તેઓનું સ્વાથ્ય દરેક દષ્ટિથી ઉત્તમ અને નિરોગી હતું અને સ્વાદિષ્ટ ભોજન મળી શક્યું હતું પરંતુ સાધનાની દષ્ટિથી કોઈ પણ પ્રકારનો સ્વાદ લીધા વિના તેઓ અલ્પ આહાર કરતા હતા.
નો સે સાળ તેજીં:- રોગ બે પ્રકારના હોય છે. (૧) આત્યંતર કારણથી થતાં રોગો. જેમ કે વાયુની વિષમતા અને પ્રકોપના કારણે ઉધરસ, દમ, પેટનો દુઃખાવો વગેરે (૨) બાહ્ય કારણથી થતાં રોગો જેમ કે– શસ્ત્ર પ્રહાર, કૂતરા વગેરે પ્રાણીઓના કરડવાથી થતા રોગો ભગવાનને પોતાના અતિશયના કારણે આત્યંતર કારણ વાયુ વગેરેના પ્રકોપથી કોઈ રોગ થતાં નથી પરંતુ શસ્ત્રપ્રહાર જેવા બાહ્ય કારણથી રોગ થવાની સંભાવના રહે છે. મહાવીર સ્વામીને લાઢ દેશમાં અનાર્ય લોકો પ્રહાર કરતાં કૂતરા કરડાવતાં પણ ભગવાન ઔષધ ઉપચાર કરવાની ઈચ્છા પણ કરતા નહીં.
શરીર પરિકર્મથી વિરતઃ- ભગવાને દીક્ષા લઈ શરીર પરિચર્યા ત્યાગનો સંકલ્પ કર્યો હતો તેથી તેઓ તે શરીરની સેવા-સુશ્રુષા, શોભા, વિભૂષા, ધઠારવું–મઠારવું, સાર-સંભાળ લેવી આદિ ક્રિયાઓથી મુક્ત હતા. તેઓ આત્મમાં જ સમર્પિત હતા. એક દષ્ટિએ જોઈએ તો તેઓ શરીરને ભૂલીને સાધનામાં લીન રહેતા હતા. તેથી જ તેઓ વમન, જુલાબ, માલિશ, આદિ ક્રિયાઓથી બિલકુલ ઉદાસીન હતા. શબ્દાદિ વિષયોથી તેઓ વિરક્ત હતા. મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ પણ અત્યંત અલ્પ કરતા હતા.
પણ uિg ડિવે - ભગવાને સંયમ સાધનાના કાળમાં એકવાર આઠ માસ સુધીનો અભિગ્રહ ધારણ કર્યો હતો, જેમાં કેવળ ભાત, બોરકૂટ અને અડદ, આ ત્રણ વસ્તુ સિવાય સંપૂર્ણ ખાદ્ય પદાર્થોનો ત્યાગ કર્યો હતો આઠ મહિનામાં ભગવાને છઠથી લઈને જે કંઈ પણ તપસ્યા કરી હતી તેના પારણામાં આ ત્રણ વસ્તુઓ જ વાપરી હતી.
પuિm :- શરીરના નિર્વાહની તેઓ ચિંતા કરતા ન હતા. "સરસ આહાર મળશે ત્યારે લઈશ, અન્યથા લઈશ નહીં" તેવા પ્રકારે તેઓ મનમાં વિચાર પણ ન કરતા.
ગવેષણા દ્વિ- (૧) આહાર-પાણી માટે પાપ–દોષ લગાડવો તેમને માન્ય ન હતો. (૨) આહારની ગવેષણા કરવા જતાં રસ્તામાં કોઈ પણ પ્રાણીઓને આહારની અંતરાય ન પડે, કોઈની પણ આજીવિકાનો નાશ ન થાય, કોઈને પણ અપ્રતીતિ, ભય કે દ્વેષ ન થાય, એ વાતની તેઓ પૂરી કાળજી રાખતા હતા.
અપાયું છે. બંને - પ્રભુએ અનેક વાર ગ્લાન અન્ન અર્થાત્ તુચ્છ, અમનોજ્ઞ, જેને સામાન્ય લોકો પણ ગ્રહણ કરવા ઈચ્છે નહીં તેવો ઉજિઝતધર્મા આહાર અર્થાતુ ફેંકવા યોગ્ય ખાદ્ય પદાર્થનું સેવન કર્યું હતું. છ વિ મું:- ભગવાને સાધના કાળમાં છઠથી લઈને છ માસ સુધીની તપશ્ચર્યા કરી હતી. ભગવાનની સર્વ તપશ્ચર્યાઓમાં ચારે ય પ્રકારના આહારનો ત્યાગ હતો. આ પાઠથી વ્યાખ્યાકારોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org