________________
૩૫૪
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
સૂવું એવો કોઈ આગ્રહ રાખતા ન હતા. શરીરની આવશ્યતા જોઈને સૂઈ જતા હતા.
ભાવાર્થ :- ભગવાન પ્રકામ– અત્યંત નિદ્રાનું સેવન કરતા ન હતા, જલ્દી ઊઠીને સાવધાન થઈ ધર્મજાગરણ કરી લેતા હતા,અધિક સમયના આગ્રહ વિના ક્યારેક શરીરની આવશ્યકતા જાણી કિંચિત સૂઈ જતા હતા.
६ संबुज्झमाणे पुणरवि, आसिंसु भगवं उट्ठाए ।
णिक्खम्म एगया राओ, बहिं चंकमिया मुहुत्तागं ॥
શબ્દાર્થ :- સંપુખ્તમાળે - સારી રીતે જાગૃત થઈને, પુનરવિ- ફરી નિદ્રા પ્રમાદથી છૂટવા, આસિનુ = અપ્રમાદભાવે રહેતા હતા, ફ઼્રાપ્= ઊઠીને ઊભા થતા, વિત્ત્વમ્મ = નીકળીને, વર્જિ= પોતાની જગ્યાથી બહાર, મુ ુ જ્ઞાનેં = થોડાક સમય સુધી, ચંમિયા – ચંક્રમણ કરીને થોડા પગલા ચાલીને ધ્યાનમાં સ્થિર
થતા હતા.
ભાવાર્થ :- નિદ્રાથી જાગૃત થઈને ભગવાન નિદ્રા પ્રમાદથી છૂટવા ઊભા થઈ જતા હતા અને ક્યારેક ક્યારેક રાત્રિમાં મકાનમાંથી નીકળીને નિદ્રા પ્રમાદને દૂર કરવા માટે થોડો સમય ચંક્રમણ કરી, આંટા મારી ધ્યાનમાં સ્થિર થઈ જતા હતા.
વિવેચન :
ભગવાનની નિદ્રાની વિધિ પણ ઘણી જ અદ્ભુત હતી. તેઓ ધ્યાન દ્વારા નિદ્રા ઉપર સંયમ કરતા હતા. નિદ્રા ઉપર વિજય મેળવવા તેઓ ક્યારેક ઊભા થઈ જતા, ક્યારેક સ્થાનથી બહાર જતા, ક્યારેક બહાર જઈને ચંક્રમણા કરતા અને ક્યારેક કાર્યોત્સર્ગ કરી લેતા હતા. આ રીતે બનતા ઉપાયોથી નિદ્રા પર વિજય મેળવતા હતા.
Jain Education International
કૃત્તિ સારૂં આલી :- ભગવાન મહાવીર સ્વામીના છદ્મસ્થકાળની અપ્રમત્તતાને લઈને તેઓની નિદ્રા અને શયન સંબંધી લોકશ્રુતિ એવી છે કે તેઓ છદ્મસ્થ કાળના સાડા બાર વર્ષમાં ક્યારે ય સૂતા ન હતા અને સંકલ્પપૂર્વક ક્યારે ય નિદ્રા લીધી ન હતી પરંતુ આ પાંચમી ગાથાના ભાવોને જોતા એવો એકાંતિક પ્રરૂપણાનો ભાવ નીકળતો નથી. આ ગાથાનુસાર ભગવાન ક્યારેક થોડાક સૂઈ જતા હતા અને ક્યારેક અલ્પ નિદ્રા પણ લેતા હતા કારણ કે આ ગાથામાં ભગવાન માટે પ્રકામ શબ્દ આપીને એ બતાવ્યું છે કે
ભગવાન અત્યધિક નિદ્રા લેતા ન હતા.
અકિબ્જે :- અપ્રતિજ્ઞ એટલે આહાર, નિદ્રા સ્થાન આદિ અંગે તેઓને કોઈ અપેક્ષા, સંકલ્પ ન હતો. આ બાબતમાં તેઓ અનુકૂળતા-પ્રતિકૂળતાથી નિરપેક્ષ હતા. તેઓ શરીરની આવશ્યકતા પૂર્તિ માટે જ આહારાદિનું સેવન અનુગ્રહ ભાવથી કરતા હતા. આ પ્રમાણે સહજભાવે સાધનાને અનુકૂળ જે આચરણ શક્ય હોય તેને સ્વીકારી લેતા હતા. અમુક આસનો તથા સહજ યોગની ક્રિયાઓથી શરીરને સ્થિર,
For Private & Personal Use Only
www.jainelibrary.org