________________
ઉપધાનશ્રુત અધ્ય–૯, ૯ : ૨
સંતુલિત અને મોહ–મમતા રહિત સ્ફૂર્તિમાન રાખવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. તેઓ સંયમની કોઈ પણ પ્રવૃત્તિને આંતરિક આનંદ, આત્મદર્શન, વિશ્વાત્મચિંતન આદિના માધ્યમથી કરતા હતા.
સાધના કાળમાં વિવિધ ઉપસર્ગ :
७ सयणेहिं तस्सुवसग्गा, भीमा आसी अणेगरूवा य ।
संसप्पगा य जे पाणा, अदुवा पक्खिणो उवचरंति ॥
શબ્દાર્થ :- મીના = ભયંકર, આલી= થયા હતા, અને નહવા=અનેક પ્રકારના, સંલપ્પા પાળા= સરકીને ચાલનારા પ્રાણી છે તે સર્પ, નોળિયાદિ દ્વારા, વિન્ધળો- પક્ષી, વપતિ = ઉપસર્ગ કરતા હતા,નજીક આવીને માંસ ભક્ષણ કરતા હતા.
ભાવાર્થ :- તે સ્થાનોમાં ભગવાનને અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગો આવતા હતા, ક્યારેક સર્પ, નોળીયા આદિ પેટે ચાલનારા પ્રાણીઓ ડંખ મારતા હતા, ક્યારેક ગીધ આદિ પક્ષીઓ કષ્ટ દેતા હતા.
૩૫૫
८ अदु कुचरा उवचरंति, गामरक्खा य सत्तिहत्था य ।
अदुगामिया उवसग्गा, इत्थी एगइया पुरिसा य ॥
=
શબ્દાર્થ -- · અવુ = ક્યારેક, અથવા, ઝુપર = ચોર અને પારધિ આદિ, વપતિ- ઉપસર્ગ કરતા હતા, મવા= ગ્રામરક્ષક, પત્તિથા-શક્તિ અને ભાલા આદિ શસ્ત્ર હાથમાં રાખનારા, મિયા = ગામના સ્ત્રી પુરુષો, નવલ = ઉપસર્ગ આપતા હતા.
Jain Education International
ભાવાર્થ :- ક્યારેક તેઓને ચોર કે કુશીલ પુરુષો આવીને તંગ કરતા, ક્યારેક હાથમાં ભાલા આદિ શસ્ત્ર લીધેલા ગ્રામરક્ષક-પહેરેગીર કે કોટવાળ તેઓને કષ્ટ આપતા, ક્યારેક ગામના કેટલાંક સ્ત્રી પુરુષો પણ કષ્ટ આપતા હતા, પરેશાન કરતા હતા.
સ્થાન પરીષહ :
९ इहलोइयाइं परलोइयाइं, भीमाइं अणेगरूवाइं । अवि सुब्भिदुब्भिगंधाई, सद्दाई अणेगरूवाई ॥ શબ્દાર્થ :- કવિ - અને, સુષિવુધિ ધાર્ં = સુગંધ અને દુર્ગંધ સંબંધી.
ભાવાર્થ :- ભગવાને મનુષ્ય—તિર્યંચ સંબંધી અને દેવ સંબંધી અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગ સહન કર્યા. તેઓ અનેક પ્રકારના પદાર્થોની સુગંધ અને દુર્ગંધમાં તથા પ્રિય અને અપ્રિય શબ્દોમાં હર્ષ—શોક રહિત મધ્યસ્થ રહેતા હતા.
For Private Personal Use Only
www.jainelibrary.org