________________
| વિમોશ અધ્ય-૮, ઉ : ૮
[ ૩રપ ]
થઈને, રિઝમાળ = પ્રસન્નતાપૂર્વક, આત્મિક સુખથી તૃપ્ત થઈ, દિવાલ = સર્વ કષ્ટોને સમભાવપૂર્વક
સહન કરે.
ભાવાર્થ :- આ પ્રાણીઓ મારા શરીરનો નાશ કરી રહ્યા છે, મારા જ્ઞાનાદિ આત્મગુણોનો નહિ, આવો વિચાર કરીને મુનિ તે જગ્યાએથી ઊઠીને બીજે જાય નહિ. હિંસાદિ આસવોથી પૃથક થઈ અમૃત સિંચનની સમાન આત્મામાં તૃપ્તિનો અનુભવ કરતાં અર્થાત્ પ્રસન્ન ભાવે તે ઉપસર્ગોને સહન કરે. | ११ गंथेहिं विवित्तेहिं, आउकालस्स पारए ।
पग्गहियतरगं चेयं, दवियस्स वियाणओ ॥ શબ્દાર્થ :- દિં= ગાંઠ અર્થાત્ બાહ્ય, આત્યંતર બંને પ્રકારના બંધનોથી, વિવિદં = રહિત થઈને, આ ડાનસ = મૃત્યુ પર્યત, પ૨૫ = ભક્ત પ્રત્યાખ્યાનને પાર કરે, વેચું = અને આ ઈગિતમરણ, પાદિત = વિશેષ રીતે ગ્રહણ કરાય છે, વિયસ = સંયમી, વિલાપ = ગીતાર્થ મુનિ દ્વારા.
ભાવાર્થ :- શરીર ઉપકરણાદિ બાહ્ય અને રાગાદિ અંતરંગ ગ્રંથિઓથી રહિત તે સાધક મૃત્યુ પર્યત ભક્તપ્રત્યાખ્યાનને પાર પહોંચાડનાર હોય છે. તેમજ આ અનશન સાધના સંયમવાન ગીતાર્થ મુનિઓ દ્વારા વિશિષ્ટ ધૈર્ય સાથે ગ્રહણ કરાય છે.
વિવેચન :
ભક્તપ્રત્યાખ્યાન અનશનની પૂર્વ તૈયારી - અનશનનું વિસ્તૃત વર્ણન આ ગાથાઓમાં કર્યું છે. સમાધિ મરણ માટે પૂર્વોક્ત ત્રણ અનશનોમાંથી ભક્તપ્રત્યાખ્યાન રૂપ એક અનશનને પસંદ કરીને પછી ક્રમથી પૂર્વ તૈયારી કરવામાં આવે છે. અહીં સવિચાર ભક્તપ્રત્યાખ્યાનનો પ્રસંગ છે. ભક્તપ્રત્યાખ્યાન અનશનને પૂર્ણરૂપે સફળ બનાવવા અનશનનો પૂર્ણ સંકલ્પ કરતાં પહેલાં મુખ્યરૂપે જે ક્રમ અપનાવવો આવશ્યક છે, તે આ પ્રમાણે છે– (૧) સંલેખનાના બાહ્ય અને આત્યંતર બંને સ્વરૂપને જાણી અને હેયનો ત્યાગ કરે. (૨) પ્રવ્રજ્યાગ્રહણ, સૂત્રાર્થ ગ્રહણશિક્ષા, આસેવનશિક્ષા આદિ ક્રમથી ચાલતાં સંયમપાલનમાં શરીર અસમર્થ થઈ જાય ત્યારે શરીરવિમોક્ષનો અવસર આવી ગયો છે તેવું જાણે. (૩) સમાધિમરણ માટે ઉધત સાધક ક્રમથી કષાય તેમજ આહારની સંલેખના કરે. (૪) સંલેખના કાળમાં આવતા રોગ, આતંક, ઉપદ્રવ તેમજ દુર્વચનાદિ પરીષહોને સમભાવથી સહન કરે. (૫) સંલેખના કાળમાં આહાર ઓછો કરતાં કોઈ પ્રકારની ગ્લાનતા થાય તો આહારનો ત્યાગ કરી ઉપવાસાદિ દ્વારા તેની ચિકિત્સા કરીને અનશન સ્વીકારી લે. (૬) જીવન અને મરણમાં સમભાવ રાખે. (૭) અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં મધ્યસ્થ અને નિર્જરાલક્ષી રહે. (૮) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય આ પાંચ સમાધિના અંગો છે, તેનું સેવન કરે. (૯) રાગદ્વેષની ગાંઠોને અને શરીર આદિ સંબંધિત પ્રવૃત્તિઓનો તથા મમતાનો ત્યાગ કરીને શુદ્ધ આત્મભાવમાં રમણ કરે. (૧૦) નિરાબાધ સંલેખનામાં આકસ્મિક બાધા આવી જાય તો તે સંલેખનાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org