________________
૩૨૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ક્રમને વચમાંથી જ છોડીને ભક્તપ્રત્યાખ્યાન અનશનનો સંકલ્પ કરી લે. (૧૧) વિજ્ઞ–બાધા ન હોય તો સંલેખનાકાળ પૂર્ણ થવા પર જ ભક્તપ્રત્યાખ્યાન ગ્રહણ કરે. સંતો વિલિન :- સંલેખનામાં બાહ્ય વિસર્જન શરીરનું અને આત્યંતર વિસર્જન કષાયોનું હોય છે. આત્મ સંસ્કાર માટે ક્રોધાદિ કષાયથી રહિત થઈ જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન બની રાગાદિ વિકલ્પોને કૃશ કરાય તે જ ભાવ સંલેખના છે. ભાવ સંલેખનાની સહાયતા માટે કાયક્લેશરૂપ અનુષ્ઠાન તથા ભોજનાદિનો ત્યાગ કરીને શરીરને કૃશ કરવું તે દ્રવ્યસંલેખના છે. આ રીતે આવ્યંતર અને બાહ્ય બંને પ્રકારે વિસર્જન કરી શુદ્ધ અધ્યાત્મભાવને પ્રાપ્ત કરવો તે જ સંલેખના છે.
કાળની અપેક્ષાએ સંલેખનાના ત્રણ પ્રકાર છે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જઘન્ય સંલેખના ૧૨ પખવાડિયાની, મધ્યમ સંલેખના ૧૨ માસની અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની હોય છે. શરીર સંલેખનાની સાથે રાગદ્વેષ, કષાયાદિ રૂપ પરિણામોની વિશુદ્ધિ અનિવાર્ય છે, કેવળ શરીરને કૂશ કરવાથી સંલેખનાનો ઉદ્દેશ પૂર્ણ થતો નથી.
નિયં મજા :- ચોથી ગાથામાં બતાવ્યું છે કે સંલેખનાના ક્રમમાં જીવન અને મરણની આકાંક્ષાઓ સર્વથા છોડી દેવી જોઈએ. એટલે હું વધારે જીવું કે મારું મૃત્યુ જલ્દી થઈ જાય તો આ રોગાદિથી છુટી જવાય' આવો વિકલ્પ મનમાં ઊઠવો ન જોઈએ. કામભોગોની તથા આલોક સંબંધી, પરલોક સંબંધી કોઈ પણ અભિલાષા કે નિદાન કરવું જોઈએ નહિ. સંલેખનાના આરાધકે સંલેખનાના પાંચ અતિચારોથી સાવધાન રહેવું જોઈએ.
નુણો તિરદૃ - કર્મોને તોડે છે, કર્મોથી છૂટી જાય છે, સંલેખના-સંથારાનો અવસર હોવાથી કર્મોથી મુક્ત થવું તે પાઠ યોગ્ય છે. છતાં કોઈ પ્રતિઓમાં વિકલ્પ આરંભાબો શબ્દ આવે છે. તેનો અર્થ એ છે કે આરંભથી દૂર થાય છે. મુનિ આરંભના ત્યાગી જ હોય છે તેથી સ્કુળાનો શબ્દ પ્રસંગ સંગત છે.
ટીકાકારે 'મામા' પાઠ પણ સ્વીકારેલ છે અને તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેआरंभणमारंभः शरीर धारणाय अन्नापानाद्यन्वेषणात्मकः तस्मात् તૃતિ-અપછીત્યર્થ | આ વ્યાખ્યાનું તાત્પર્ય એ છે કે શરીર ધારણાર્થે જે આહારાદિની ગવેષણા વગેરે પ્રવૃત્તિ કરવી પડે છે તેને અપેક્ષાથી આરંભ પ્રવૃત્તિઓ માની છે. સંલેખના સંથારાના સાધક તે પ્રવૃત્તિઓથી છૂટી જાય છે. આ પ્રકારે પ્રારંભનો શબ્દ ઘટિત કર્યો છે અને પાઠાંતર રૂપે
મુખનો તિટ્ટ પાઠ માની તેની પણ વ્યાખ્યા કરી છે.
અદ મિgિ fજના :- વૃત્તિકારે આ સૂત્રના બે અર્થ બતાવ્યા છે (૧) સંખનાની સાધનામાં સ્થિત ભિક્ષુને આહાર ઓછો કરી દેવાથી કદાચ આહાર વિના મૂચ્છ ચક્કર આદિ ગ્લાનિ અનુભવાય તો સંખનાના ક્રમને છોડી વિશેષ કષ્ટદાયી તપ નહિ કરતાં આહાર લઈ લે (૨) સંલેખના વિધિમાં આહાર ઓછો કરતાં ક્યારેક કોઈ રોગ આવી જાય તો આહાર છોડી ઉપવાસાદિ દ્વારા તેની ચિકિત્સા કરે. બીજો અર્થ સાધનામાં દઢતાનો સૂચક છે. જ્યારે પહેલા અર્થમાં સમાધિ ભાવને સાચવવાનું લક્ષ્ય દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org