________________
|
૩૧૨ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
અને છટ્ટા ઉદ્દેશકમાં શરીર વિમોક્ષના વિષયમાં ઈગિની મરણનું વિધાન કર્યું છે. તેની પૂર્વ તૈયારી રૂપે શાસ્ત્રકારે ઉપધિ વિમોક્ષ, વસ્ત્ર વિમોક્ષ, આહાર વિમોક્ષ, સ્વાદ વિમોક્ષ, સહાય વિમોક્ષ આદિ અનેક દષ્ટિકોણથી શરીર વિમોક્ષનો અભ્યાસ કરવાનો નિર્દેશ કર્યો છે. આ સૂત્રમાં સંખનાની વિધિનું વિધાન કર્યું છે.
આ પ્રમાણે સાધના કરતાં સાધકનું શરીર અત્યંત ક્ષીણ થઈ જાય અને સંયમ જીવનની પ્રવૃત્તિ કરતાં કષ્ટાનુભૂતિ થાય, શરીર સંયમ સાધનામાં સહયોગ દેવા યોગ્ય ન રહે ત્યારે સાધુએ ત્રણ પ્રકારના સમાધિમરણમાંથી પોતાની યોગ્યતા, ક્ષમતા અને શક્તિ અનુસાર કોઈ એકને પસંદ કરીને તે પંડિતમરણને સ્વીકાર કરવાનો નિર્ણય કરી, જીવવાની આશા છોડી અંતિમ સાધનામાં જોડાઈ જવું જોઈએ.
૨ જિનામિ હજુ માં - સંલેખનાનો અવસર ક્યારે આવે છે? આ વિષયમાં વૃતિકારે સ્પષ્ટીકરણ કર્યું છે– (૧) લૂખા-સૂકા નિરસ આહાર લેવાથી કે તપશ્ચર્યાથી શરીર અત્યંત ગ્લાન–ક્ષીણ થઈ ગયું હોય. (૨) શરીર રોગોથી ઘેરાઈ ગયું હોય. (૩) શરીર આવશ્યક ક્રિયાઓ કરવામાં અત્યંત અસમર્થ થઈ ગયું હોય. (૪) ઊઠવા, બેસવા, પડખા ફેરવવા આદિ રોજની ક્રિયાઓ કરવામાં સ્વયં અશક્ત થઈ ગયા હોય, ત્યારે સંલેખના કરવાનો અવસર સમજવો જોઈએ. માહા સંવષેન્ના:-સંયમ સાધનામાં શરીરની અસમર્થતાની ઝાંખી થઈ જાય ત્યારે સાધક સંલેખનાની સાધના આ પ્રમાણે કરે૧. ક્રમશઃ આહારને ઓછો કરે, બેસણા, એકાસણા, વિગયત્યાગ કરે, આયંબિલ ઈત્યાદિ કરે. આ
પ્રકારનો ક્રમિક અભ્યાસ ચાલુ કરે.
કષાયોને ઓછા કરે, તેનું ઉપશમન કરે, વચનસંયમ, કાયસંયમ રાખતાં પ્રવૃત્તિઓ ઘટાડતાં ક્રોધાદિ દરેક કષાયથી પૂર્ણ શાંત થવાનો પ્રયત્ન કરે.
૩.
શરીર તેમજ મનને સમાધિસ્થ, શાંત તથા સ્થિર રાખવાનો અભ્યાસ કરે.
જોકે સંલેખનાની ઉત્કૃષ્ટ અવધિ તો બાર વર્ષની હોય છે પરંતુ અહીં તે વિવક્ષિત નથી. ગ્લાનના શરીરની સ્થિતિ તેટલા સમય સુધી ટકી રહે તેવી શક્યતા હોતી નથી માટે સંલેખના કરનાર સાધક પોતાની શારીરિક સ્થિતિને જોઈને તદનુરૂપ યોગ્યતાનુસાર સમયનો નિર્ણય કરી દ્રવ્ય સંલેખના માટે છઠ, અટ્ટમ, ચોલું, પાંચ ઉપવાસ, આયંબિલાદિ તપ આરાધનાથી આહાર ઓછો કરે અને ભાવ સંલેખના માટે ક્રોધ, માન, માયા, લોભ રૂપ કષાયોને અત્યંત શાંત તેમજ ઓછા કરે. સાથે જ શરીર, મન અને વચનની પ્રવૃત્તિઓને સ્થિર તેમજ આત્મામાં એકાગ્ર કરે. આ પ્રકારના સાધકે લાકડાના પાટિયાની જેમ શરીર અને કષાય બંનેને કુશ કરવા જોઈએ.
૩Æાય fમહૂ મળવુડન્ટે :- આ પ્રકારે પંડિતમરણની સાધના માટે ઉત્થિત, તત્પર અને કષાયરૂપી અગ્નિ જેની શાંત-પ્રશાંત થઈ ગઈ છે એવા તે નિવૃત્ત કષાયવાળા અણગાર સાધકનું ઉત્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org