________________
વિોશ અધ્ય−૮, હું # #
ત્રણ પ્રકારે થાય છે— ૧. મુનિ દીક્ષા માટે ઉદ્યત થાય તે સંયમમાં ઉત્થાન. ૨. ગ્રામાનુગ્રામ ઉગ્ર તેમજ અપ્રતિબદ્ધ વિહાર કરે તે—અમ્મુધત વિહારનું ઉત્થાન તથા ૩. ગ્લાન થવા પર સંલેખના કરીને સમાધિ મરણ માટે ઉઘત થાય તે સમાધિ મરણનું ઉત્થાન. આ ત્રીજું ઉત્થાન અહીં વિવક્ષિત છે.
કૃત્તરિયુખ્ખા :- આ સૂત્રમાં વર્ણિત પંડિત મરણને ઈગતમરણ અથવા ઈર્કીંગનીમરણ કહે છે. સમવાયાંગ સૂત્રમાં તેનું નામ ગિનીમરણ કહેલ છે, પ્રચલનમાં ઈંગિતમરણ શબ્દ વપરાય છે અને આ સૂત્રમાં વૃત્તરિય શબ્દનો પ્રયોગ કરેલ છે. ઈત્તરિય−ઈત્વરિકનો અર્થ છે ઘોડું, આ ઈત્વરિક શબ્દને ક્ષેત્ર અને કાળ બંને સાથે જોડી શકાય છે. કાળ સંબંધિત ઈત્યરિક શબ્દ દ્વારા ઈત્યરિક સામાયિક, ઈત્વરિક અનશન તપ વગેરે શબ્દ નિર્મિત થાય છે. અલ્પકાળની સામાયિક, થોડા ઉપવાસ તેવો તેનો અર્થ થાય છે. આ સૂત્રમાં ઈત્વરિક શબ્દ ક્ષેત્ર વિવશિત છે. મર્યાદિત ક્ષેત્રમાં રહી અંતિમ આરાધના રૂપ ગિતમરણના અર્થમાં આ શબ્દ યોજાયેલ છે.
૧૩
ગિત એટલે હલનચલનના ક્ષેત્રને નિયત કરવું. આ અનશનમાં નિયત પ્રદેશમાં જ સંચરણ કરી શકાય છે માટે તેને ઈંગિતમરણ કહેવામાં આવે છે. આ ઈીંગનીમરણરૂપ પંડિતમરણ ભક્ત પ્રત્યાખ્યાનથી કંઈક વિશિષ્ટ હોય છે અને પાદપોપગમન પડિત મરણની અપેક્ષાએ એમાં કંઈક છૂટ હોય છે અર્થાત્ શરીર સંચાલન, હલનચલન કે સંક્રમણની ક્રિયા સ્વયં કરી શકાય છે. તેઓ બીજા કોઈનો સહારો લેતા નથી. જ્યારે ભકત પ્રત્યાખ્યાન સંધારામાં બીજાની વિવિધ પ્રકારની યોગ્ય મદદ લઈ શકાય છે અને પાદપોપગમન સંથારામાં સર્વથા હલન ચલન બંધ કરી નિશ્ચેષ્ટ રહેવાનું હોય છે.
ઈગિત મરણની વિધિ :- સંલેખના દ્વારા આહાર અને કષાયને કૃશ કરતાં કરતાં જયારે શરીર એકદમ ક્ષીણ થઈ જાય ત્યારે ગુરુ અથવા આચાર્યાદિ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને અનશન–સંથારાનો નિર્ણય કરે, પછી આલોચના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિકરણ કરી સર્વને ખમાવી નજીકમાં રહેલા ગામાદિમાંથી સૂકું ઘાસ લાવીને ગામાદિથી બહાર કોઈ એકાંત નિરવધ, જીવજંતુ રહિત શુદ્ધ સ્થાન હોય ત્યાં જાય અને તે સ્થાનનું વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરે. તેનું સારી રીતે પ્રમાર્જન કરે પછી ત્યાં ઘાસને પાથરે, લઘુનીત, વડીનીત પરઠવાની જગ્યાને જોઈ, ઘાસની પથારી પર પૂર્વાભિમુખ થઈને બેસે. બંને હાથોને લલાટ પર અડાડી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી, 'નમોન્યુર્ણ'નો પાઠ બોલે પછી ઘીંગતમરણરૂપ અનશનનો સંકલ્પી ધૃતિ–સંહનન આદિ બળોથી યુક્ત તથા પડખા ફેરવવા આદિ ક્રિયાઓ પોતે કરવામાં સમર્થ સાધક જીવન પર્યંત ચારે આહારના પ્રત્યાખ્યાન ગુરુ } દીક્ષા જયેષ્ઠ સાધુની પાસે કરે. સંચરણ ક્ષેત્રની મર્યાદા કરી શાંતિ, સમતા અને સમાધિપૂર્વક આત્મ આરાધનામાં લીન બનીને રહે.
સખ્ખું સખ્તવાર્ફ :– આ શબ્દોથી શાસ્ત્રકારે પંડિત મરણનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. સર્વપ્રથમ તેને સત્ય કહેલ છે અર્થાત્ જીવનનું સાચું કર્તવ્ય એ જ છે તથા તેનો સ્વીકાર કરનાર સત્યવાદી અર્થાત્ લીધેલી પ્રતિજ્ઞા પ્રત્યે અંત સમય સુધી વફાદાર રહે છે. તે સત્યવાદી, રાગદ્વેષ રહિત, દૃઢ નિશ્ચયી, સાંસારિક પ્રપંચોથી રહિત, પરીષહ-ઉપસર્ગોથી વ્યાકુળ નહિ થનાર, આ અનશન ઉપર દઢ વિશ્વાસ હોવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org