________________
| વિમોક્ષ અધ્ય-૮, ઉ: $
_
[ ૩૧૧ |
આ પ્રમાણે, સમપ = તે સમયમાં, ફરિયં = ઈગિનીમરણની પ્રતિજ્ઞા, સુન્ના = કરે.
= તે, સર્વ = સત્ય હિતકારી છે, સજ્જવાડું = સત્યવાદી હોય છે, પણ = રાગદ્વેષ રહિત, તિom = સંસાર સાગરને તરનારા,
છિદં = રાગ, દ્વેષાદિની કથાનું છેદન કરનાર, આતીન્દુ = જીવાદિ પદાર્થોના જ્ઞાતા, માતાને = કર્મબંધનથી મુક્ત, સંસાર સાગરને પાર કરનારા, વિશ્વાણ = છોડીને, બેકર ય = નશ્વર શરીરને, વિgય = સમભાવપૂર્વક સહન કરીને, વિવારે = વિવિધ પ્રકારના, પરીવહોવલ = પરીષહ, ઉપસર્ગને, સિં = છે, વિમળવા = વિશ્વાસ હોવાથી, મેરવું = કઠિન, અણુવિઘ = આચરણ કરે છે. ભાવાર્થ :- જે ભિક્ષુના મનમાં એવો અધ્યવસાય થાય કે હવે હું અત્યંત વૃદ્ધ તેમજ અશક્ત શરીરના કારણે સાધુ જીવનની આવશ્યક ક્રિયાઓ કરવામાં અસમર્થ થઈ ગયો છું, તે ભિક્ષુ ક્રમથી તપ દ્વારા આહારને ઓછો કરે અને ક્રમથી આહારને ઘટાડતા તે કષાયોને કુશ કરે. કષાયોને ઓછા કરી શાંત કષાયી થઈ પાટિયાની જેમ સહનશીલ એવા તે ભિક્ષુ સમાધિ મરણ માટે ઉપસ્થિત થાય શરીરના સંતાપને શાંત કરી તેનાથી મુક્ત થઈ જાય છે.
તે સંખનાના ઈચ્છુક ભિક્ષુ ગામમાં, નગરમાં, ખેડમાં, કબૂટમાં, મડંબમાં, પટ્ટનમાં, દ્રોણમુખમાં, આકરમાં, આશ્રમમાં, સન્નિવેશમાં, નિગમમાં, રાજધાનીમાં આદિ વસ્તીમાં આવી સૂકું ઘાસ, તૃણ, પરાળ વગેરેની યાચના કરે. યાચના કરી, તે લઈ ગામ આદિની બહાર એકાંતમાં ચાલ્યા જાય, જઈને તે કીડા, ઈંડા, જીવજંતુ, બીજ, લીલોતરી, ઝાકળ, પાણી, કીડિયારું, લીલફૂગ, ભીની માટી કે કરોળીયાના જાળા ન હોય તેવી જગ્યાનું સારી રીતે પ્રતિલેખન-નિરીક્ષણ કરે, પ્રમાર્જન કરી ઘાસનો સંથારો પાથરે. ઘાસનો સંથારો પાથરી, તેના પર બેસી, પછી તે સમયે ઈવરિક અનશન ગ્રહણ કરે.
તે ઈન્ડરિક અનશન સત્ય હિતકારી છે, તેને અંગીકાર કરનાર સત્યવાદી દેઢ પ્રતિજ્ઞ છે. રાગદ્વેષ રહિત, સંસાર સાગરને તરનાર છે. ઈગિત મરણની પ્રતિજ્ઞા અંગે નિઃશંક, સાધક રાગદ્વેષાદિની કથાને છેદનાર, સંસાર પ્રપંચથી મુક્ત, જીવાદિ પદાર્થોના જ્ઞાતા અને પરિસ્થિતિઓથી અપ્રભાવિત રહે છે.
તે ભિક્ષુ પ્રતિક્ષણ વિનાશશીલ શરીરને છોડી, અનેક પ્રકારના પરીષહો અને ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરવા, શરીર અને કર્મોથી આત્માને અલગ કરવા માટે આ સર્વજ્ઞ શાસનમાં પૂર્ણ વિશ્વાસ સાથે ઘોર અનશનનો શાસ્ત્રની વિધિ અનુસાર સ્વીકાર કરે છે. આ મરણથી મરતાં તેનું કાળમરણ થાય છે અને તે સમાધિમરણ તેના કર્મોનો વિશેષ ક્ષય કરાવનાર થાય છે.
આ ઈગિનીમરણ અનશન શરીર મોહથી મુક્ત થવાનું સ્થાન છે, મોક્ષદાયક સાધન છે, હિતકર છે, સુખકર છે, સમર્થ છે, કલ્યાણકર અને ભવાંતરમાં સાથે જનાર છે અર્થાત્ પરભવને સુધારી દેનાર છે. એમ હું કહું છું.
છકો ઉદ્દેશક સમાપ્ત છે
વિવેચન :
આ અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં વૈહાનસમરણ, પાંચમા ઉદ્દેશકમાં ભક્તપ્રત્યાખ્યાન મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org