________________
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
તેને વિવિધ પ્રકારે ઊણોદરી, વૃત્તિસંક્ષેપ વગેરે તપનો લાભ મળે છે. ભગવાને આ અભિગ્રહોનું સ્વરૂપ જે રૂપે પ્રતિપાદન કર્યું છે, તેને તે રૂપે ઊંડાણથી જાણીને શ્રમણ સર્વપ્રકારે, પૂર્ણ રૂપે તેનું સમ્યક્ પાલન કરે. વિવેચન :
પૂર્વ સૂત્રમાં ગૃહસ્થ દ્વારા સામે લાવેલ આહારાદિ ન લેવાનું કથન છે. ત્યાં પ્રશ્ન ઊભો થાય છે કે તે અભિગ્રહધારી શ્રમણ પોતે ભિક્ષાર્થ જઈ શકે નહીં અને ગૃહસ્થ દ્વારા લાવેલ આહારને લઈ શકે નહીં, તો પછી તે શું કરે ? તેનું શું થશે ? આ પ્રશ્નના સમાધાન રૂપમાં આ સૂત્રમાં સહાય ત્યાગ અને અત્યાગ સંબંધી અભિગ્રહની ચૌભંગી સાથે પહેલાં જ તેમાં બે પ્રકારનો વિવેક અર્થાત બીમારીમાં સેવા કરવા અને સ્વીકારવા સંબંધી પ્રકલ્પ = વિશેષ કલ્પ, વિશેષ સંકલ્પ, પરિસ્થિતિવશ છૂટમય વિકલ્પ કહેલ છે તેથી પૂર્વ સૂત્રથી ઉત્પન્ન પ્રશ્નનું સમાધાન થઈ જાય કે તે શ્રમણ બીજા શ્રમણની સેવા સ્વીકાર કરી શકે છે પરંતુ ગુહસ્ય દ્વારા લાવેલ કોઈ પણ પદાર્થ ગ્રહણ કરી શકે નહીં. આ સંયમની મર્યાદા છે.
३०४
શારીરિક અસમર્થતાનું બીજું સમાધાન એ છે કે શરીર જયારે રુગ્ણ કે અસ્વસ્થ થઈ જાય, હાડકાનો માળખો માત્ર રહે, ઊઠતા બેસતા તકલીફ થાય, શરીરમાંથી લોહી, માંસ અત્યંત ઓછા થઈ જાય, પોતાનું કાર્ય કરવાની કે ધર્મક્રિયા કરવાની શક્તિ શીલ થઈ જાય, ત્યારે ભિક્ષુ કોઈની આશા ન રાખતાં સમાધિમરણની, સંલેખનાની તૈયારી કરે, ભક્ત પ્રત્યાખ્યાન રૂપ પંડિત મરણ અંગીકાર કરે. અન્ય પાખે – અભિગ્રહધારી શ્રમણના આ બે વિશેષ કલ્પ, વિશેષ વિકલ્પ છે અર્થાત બીમારી વગેરે પરિસ્થિતિ સમયના વિકલ્પ છે, આગાર—છૂટ છે, તે આ પ્રમાણે છે–
૧.
૨.
Jain Education International
અભિગ્રહકાલમાં ક્યારેક હું ગ્લાન હોઉં, સાધર્મિક ભિક્ષુ અચ્લાન હોય અને સ્વેચ્છાએ તેઓ સેવા કરશે તો હું સહર્ષ સ્વીકાર કરીશ.
મારા સાધર્મિક ભિક્ષુ ગ્લાન હોય, હું અચ્લાન હોઉં તો, તે ન કહે તોપણ નિર્જરાદિની દૃષ્ટિએ હું તેની રસેવા કરીશ.
આહટ્ટુ પાિં :– આ ચાર ભંગ સ્વીકાર કરનાર સાધક મૌલિકરૂપે અન્ય વસ્ત્રાદિના અભિગ્રહધારી
હોય છે અથવા એકાકી સ્વતંત્ર ગોચરીના અભિગ્રહધારી હોય છે. તેમને આ ચાર ભંગમાંથી પહેલા ભંગમાં કોઈ વિશેષતા હોતી નથી. મૌલિક અભિગ્રહમાં જ રહે કારણ કે આ ભંગમાં આહાર મંગાવવાનો કે અને લાવવાનો બંને માર્ગ ખુલ્લા છે. શેષ ત્રણ ભંગનું તાત્પર્ય ભાવાર્થમાં જ સ્પષ્ટ કરેલ છે. अपडित्ते हिं :- અપ્રતિજ્ઞપ્ત: અનુપ્તેઃ “ કહ્યા વિના જ સેવા કરનારથી. આવા દૃઢ પ્રતિજ્ઞ સાધક જ પણ પ્રતિજ્ઞાનુસાર જો પોતાના સાધર્મિક ભિક્ષુઓનો સહયોગ લે તોપણ અદીન ભાવથી છે, તેઓની સ્વેચ્છાથી લે, તે કોઈના ઉપર દબાણ કરતા નથી. તેને દીન સ્વરથી આજીજી પણ કરતા નથી. તે પોતાની અસ્વસ્થ અવસ્થામાં પણ પોતાના સાધર્મિકોને સેવા માટે કહેતા નથી. જો તે કર્મનિર્જરા સમજીને સેવા કરે તો જ તેની સેવાને સ્વીકારે છે. બીજા સાધર્મિક સાધુ આવી પ્રતિજ્ઞાવાળા હોય અને બીમાર થઈ જાય તો તેઓના કહ્યા વિના જ તે તેમની સેવા કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org