________________
વિમોક્ષ અધ્ય-૮, ઉઃ ૫ _.
| ૩૦૫ |
ભિક્ષ પોતાની શક્તિ, ઐચિ અને યોગ્યતા જોઈને જે કોઈ પણ પ્રકારની પ્રતિજ્ઞા ગ્રહણ કરે, તેમાં છેક સુધી દઢ રહે. ભલે કદાચ શરીર શક્તિ ક્ષીણ થઈ જાય,પોતે અશક્ત, જીર્ણ, રોગી કે અત્યંત ગ્લાન થઈ જાય તો પણ લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરે નહિ. તે પ્રતિજ્ઞામાં અડગ રહે. પ્રતિજ્ઞાનું પાલન કરતાં મરણ આવી જાય કે મારણાંતિક ઉપસર્ગ કે કષ્ટ આવે તો સાધક ભક્તપ્રત્યાખ્યાન નામનું અનશન કરી સમાધિ મરણનો સહર્ષ સ્વીકાર કરે પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રતિજ્ઞાનો ભંગ કરે નહિ.
ભક્ત પ્રત્યાખ્યાન અનશન :| ५ एवं से अहाकिट्टियमेव धम्मं समभिजाणमाणे भत्तं पगिण्हइ । से
संते विरए सुसमाहियलेस्से । तत्थावि तस्स कालपरियाए । से वि तत्थ वियंति- कारए । इच्चेयं विमोहायतणं हियं सुहं खमं णिस्सेसं आणुगामियं । त्ति बेमि ।
| પંચનો ૩દેતો સમજો શબ્દાર્થ - વિટ્ટિયમેવ પોતાની પ્રતિજ્ઞા અનુસાર, સમયનાણીને સેવન કરતા, પત્ત = ભક્ત પ્રત્યાખ્યાન, પાડું = ગ્રહણ કરે, તે = શાંત, વિર = વિરત અને, સુસમારિયરસે = શુભલેશ્યાવાળા થઈને પ્રતિજ્ઞાનું પાલન કરે, તત્કાવિ = તે પ્રતિજ્ઞા પાલનમાં, તલ્સ = તે સાધુને માટે, નિપરિયા = યોગ્ય સમયનું મરણ, ભક્ત પ્રત્યાખ્યાનથી મૃત્યુને પ્રાપ્ત કરવું તે પણ સુમૃત્યુનો જ અવસર છે, તે =તે સાધુ, તત્વ = આ રીતે મરનાર, વિયતિel૨૫ = કર્મોનો અંત કરે છે, જ્યેય = આ, વિનોદાયેતi = મોહ રહિત થવાનો, કર્મરહિત થવાનું સ્થાન છે, દિયે = હિતકારી, સુઈ = સુખકારી, રવ = યોગ્ય, સમર્થ, નિસ્તે = મોક્ષપ્રદાતા, કર્મોનો ક્ષય કરનાર, શ્રેયકારી, જુવાનિય = અનુગામિક– પુણ્યકારી, પરલોકગામી, મોક્ષ સુધી લઈ જનાર. ભાવાર્થ :- આ રીતે તે ભિક્ષ પોતાની પ્રતિજ્ઞા અનુસાર ધર્મનું સેવન કરતાં અથવા તીર્થકરો દ્વારા જે રૂપે ભક્તપ્રત્યાખ્યાન અનશનનું સ્વરૂપ બતાવ્યું છે, તેને સમ્યક પ્રકારે જાણતાં અને આચરણ કરતાં અનુક્રમે કષાયોથી શાંત અને સર્વ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ જાય છે તથા પોતાના અંતઃકરણમાં પ્રશસ્ત લેશ્યાઓ અર્થાતુ શુભ અધ્યવસાયોથી સમાધિ ભાવમાં રહે છે.
તે ભિક્ષુ લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરતાં ભક્તપ્રત્યાખ્યાન આદિ દ્વારા શરીરનો ત્યાગ કરે છે. તેનું તે મૃત્યુ, કાલ મૃત્યુ છે. સમાધિ મરણ થવાથી તે ભિક્ષુ વિશિષ્ટ કર્મક્ષય કરનાર પણ થાય છે.
આ રીતે આ વિમોક્ષ આયતન–નિહિતા ભિક્ષને માટે હિતકર છે, સુખકર છે, સક્ષમ-લક્ષ્ય પ્રાપ્ત કરાવવામાં સમર્થ છે, કલ્યાણકર છે અને પરલોકમાં પણ સાથે આવનાર છે. પરલોકને સુધારનાર છે. – એમ ભગવાને કહ્યું છે.
છે પાંચમો ઉદ્દેશક સમાપ્ત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org