________________
| વિમોક્ષ અધ્ય-૮, ૩ઃ૪ .
| ૨૯૩ |
[તમે અગ્નિ કેમ જલાવતા નથી? આ પ્રમાણે ગૃહસ્થ પ્રશ્ન કરે ત્યારે ]મુનિ કહે કે અગ્નિકાયને થોડી જલાવવી, પ્રજ્વલિત કરવી, તેનાથી શરીરને થોડું પણ તપાવવું કે વિશેષ તપાવવું, બીજાને કહીને અગ્નિ પ્રજ્વલિત કરાવવી વગેરે અમોને કલ્પતું નથી, જૈન મુનિ એમ કરતા નથી.
કદાચ આ પ્રમાણે પ્રત્યુત્તર દેવા પર તે ગૃહસ્થ અગ્નિકાયને થોડી પ્રજ્વલિત કરી કે વિશેષ પ્રજ્વલિત કરી સાધુના શરીરને થોડું તપાવે કે વિશેષ રૂપથી તપાવે તો તે સમયે અગ્નિકાયના આરંભને પોતાની બુદ્ધિથી વિચારી આગમ દ્વારા સારી રીતે જાણી ભિક્ષુ તે ગૃહસ્થને કહે કે અગ્નિકાયનું સેવન હું કરી શકુ નહિ અથવા પોતાના આત્માને તે અગ્નિનું સેવન નહીં કરવા માટે આજ્ઞાપિત–અનુશાસિત કરે અને ભાવુક ગૃહસ્થની તે ભક્તિનું અનુમોદન પણ કરે નહીં. – એમ ભગવાને કહ્યું છે.
| | ત્રીજે ઉદ્દેશક સમાપ્ત છે વિવેચન :નામ ધમા ૩૦ળ્યાતિ - આ સૂત્રમાં કોઈ ભાવિક ગૃહસ્થની શંકા અને તેનું સમાધાન કર્યું છે. કોઈ યુવાન ભિક્ષાજીવી સાધુ ગોચરી માટે ફરી રહ્યા હોય. તે સમયે તેના શરીર પર પૂરા વસ્ત્રો નહિ હોવાના કારણે તે સાધક ઠંડીથી ધ્રુજી રહ્યા હોય. તેને જોઈને તેની પાસે આવી કોઈ ભાવિક ગૃહસ્થ પૂછે કે તમો ધૂજો છો શા માટે ? શું તમોને ઈન્દ્રિય વિષયો પીડા આપે છે? તે સમયે આ ગૃહસ્થની શંકાનું સમાધાન કરે અને વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરે. રીયali નો હેતુ દિવાસિત્ત:- ઠંડીને સહન કરી શકતો નથી. પોતાની કલ્પમર્યાદાના જાણકાર સાધુ અગ્નિકાયના સેવનને અનાચરણીય સમજે છે. કોઈ ભાવિક ભક્ત અગ્નિ પ્રગટાવી સાધુના શરીરને તપાવવા લાગે તો સાધુ તેને સમભાવ પૂર્વક સ્પષ્ટરૂપે અગ્નિ સેવનનો નિષેધ કરે.
ગૃહસ્થ આવા પ્રશ્ન પૂછે ત્યારે સાધુ ગુસ્સે ન થાય પરંતુ શાંતિથી કહે કે મારી શારીરિક ક્ષમતાથી વધારે ઠંડી હોવાના કારણે મારું શરીર સહેજે ધ્રુજી રહ્યું છે, બીજું કોઈ કારણ નથી. આ રીતે કહેવાથી ગૃહસ્થ ભક્તિમાં આવીને અગ્નિના સાધનનું નિમંત્રણ આપે, તેનો સાધુ નિષેધ કરે અને તેને સ્પષ્ટ સમજાવે કે જૈન સિદ્ધાંતાનુસાર અગ્નિકાયમાં જીવોનું અસ્તિત્વ હોય છે. તેમાં અસંખ્ય જીવો સમયે સમયે જન્મ અને મરે છે, તેથી જૈન શ્રમણ અગ્નિ પ્રજ્વલિત કરવાની અનુમોદના પણ કરે નહીં અને અગ્નિથી શરીરને તપાવવું એ પણ સંયમવિધિ મુજબ કલ્પનીય નથી.
I અધ્યયન-૮|૩ સંપૂર્ણ II 0 આઠમું અધ્યયન : ચોથો ઉદેશક 100% ત્રણ વસ્ત્રના અભિગ્રહધારી મુનિ :| १ जे भिक्खू तिहिं वत्थेहिं परिवुसिए पायचउत्थेहिं । तस्स णं णो एवं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org