________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
સંબંધી વાત હોવાથી આ ત્રીજો અર્થ વધુ સંગત થાય છે કે સાધક સંગ્રહવૃત્તિને છોડી આહારની માત્રા જાણે અને ક્ષુધા પરીષહને સમતાથી સહન કરે.
જાતને વલળે ઃ– આ સર્વ વિશેષણો ભિક્ષાજીવી સાધકની યોગ્યતા બતાવવા માટે, લોક વિજય નામના બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશકમાં કહ્યા છે અને ત્યાં તેની વ્યાખ્યા પણ કરી છે. અહીં તે વિશેષણોને સામાન્ય રીતે સંયમીના વિશિષ્ટ ગુણરૂપે સમજી શકાય છે, તેથી સાધક આહારવિહાર વગેરે સર્વ વિષયમાં કાલશ આદિ હોય છે.
૨૦૨
--
दुहओ छेत्ता णियाइ • 'દુહત' શબ્દના બે અર્થ છે– (૧) રાગદ્વેષને છેદીને (૨) બાહ્ય આત્યંતર પરિગ્રહથી મુક્ત થઈને સાધક સંયમાનુષ્ઠાનમાં નિશ્ચયથી પ્રયાણ કરે છે. તાત્પર્ય એ છે કે– સાધક સંયમમાં નિશ્ચિત રૂપે પ્રગતિ કરે છે, મોક્ષાભિમુખ સાધનાને વેગવંતી બનાવીને મોક્ષ તરફ પ્રયાણ કરે છે. શીતપરીષહમાં આચારનિષ્ઠા :
३ तं भिक्खुं सीयफासपरिवेवमाणगायं उवसंकमित्तु गाहावई बूया - आउसंतो समणा ! णो खलु ते गामधम्मा उब्बाहंति ? आउसंतो गाहावई ! णो खलु मम गामधम्मा उब्बाहंति । सीयफासं णो खलु अहं संचाएमि अहियासित्तए । णो खलु मे कप्पइ अगणिकायं उज्जालित्तए वा पज्जालित्तए वा कायं आयावित्तए वा पयावित्तए वा; अण्णेसिं वा वयणाओ ।
सिया एवं वदंतस्स परो अगणिकायं उज्जालेत्ता पज्जालेत्ता काय आयावेज्जा वा पयावेज्जा वा । तं च भिक्खू पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणाए त्ति बेमि ।
॥ તો દેશો સમત્તો II
શબ્દાર્થ :- સીયાસવેવમાળાય = ઠંડીના કારણે જેનું શરીર ધ્રૂજતું હોય તેવા, વસંમિત્તુ પાસે આવીને, ગામધમ્મા- ઈન્દ્રિય વિષયો, ૩ન્નાહતિ = પીડિત કરે છે, સીયાસું = શીતસ્પર્શને, ળો સંવામિ = સમર્થ નથી, અહિયાસિત્તÇ = સહન કરવા માટે, ઉન્નજિત્તણ્ = કંઈક લાવવું, પન્નાલિત્તÇ = વિશેષરૂપેથી પ્રજ્વલિત કરવું, જાય - શરીરને, આયાવિત્તણ્ = કંઈક તાપ આપવો, તપાવવું, પયાવિત્તણ્ = વિશેષરૂપથી તપાવવું, ગળેસિ વા વયાઓ = વચનથી કહીને બીજા પાસેથી કરાવે નહિ.
=
=
ભાવાર્થ :- ઠંડીથી ધ્રૂજતા શરીરવાળા સાધુની પાસે આવીને કોઈ ગૃહસ્થ કહે– હે આયુષ્યમાન્ શ્રમણ ! તમોને ઈન્દ્રિય વિષયો તો પીડિત કરતા નથી ને ? ત્યારે મુનિ કહે− હે આયુષ્માન્ ગૃહસ્થ ! મને ઈન્દ્રિય વિષયો પીડા કરતા નથી, પરંતુ મારું શરીર નિર્બળ હોવાના કારણે હું ઠંડીને સહન કરવામાં અસમર્થ છું, તેથી મારું શરીર ઠંડીથી ધ્રૂજી રહ્યું છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org