________________
વિોશ અધ્ય−૮, ૯:૩
ક્ષમતા માટે આહાર દ્વારા શરીરનું સંરક્ષણ કરે છે કારણ કે શરીર મોક્ષનું સાધન છે. જે કાયર પુરુષ સુખમાં આસક્ત અને ભોગાકાંક્ષી હોય છે, શરીરથી પુષ્ટ અને સશક્ત હોવા છતાં જે મનથી નબળા હોય છે તેમનું શરીર પરીષહો આવતાની સાથે વૃક્ષની ડાળીની જેમ તૂટી પડે છે. પરીષહોના પ્રહારથી શરીર જ ભાંગી પડે છે એમ નિહ પણ ઈન્દ્રિયો પણ કરમાઈ જાય છે. જેમ કે ભૂખની વેદના થતાં આંખે અંધારા આવે છે, કાનથી સાંભળવાનું તથા નાકથી સૂંઘવાનું ઓછું થઈ જાય છે.
આહાર ફક્ત શરીર પુષ્ટ કરવા માટે નથી, પરંતુ સંયમ પાલન માટે છે, તેથી જ શાસ્ત્રોક્ત છ કારણોથી આહાર લેવાનો છે. અકારણ આહારથી દૂર રહેવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધુને છ કારણે આહાર ગ્રહણ કરવાનું તથા આહાર ત્યાગ કરવાનું વિધાન છે—
ર૧
वेयण - वेयावच्चे, इरियट्ठाए संजमट्ठाए ।
तह पाणवत्तियाए, छटुं पुण धम्मचिंताए ॥
आयंके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीसु ।
પાળિવવા તવહેતું, શરીર યોદ્ધેયળદાર્ । -(અ. ૨૬ ગાથા. ૩૩, ૩૫.)
(૧) સુધાવેદનીયને શાંત કરવા માટે. (ર) સાધુઓની સેવા કરવા માટે. (૩) ઈર્યાસમિતિના પાલન માટે. (૪) સંયમના પાલન માટે. (૫) જીવોની રક્ષા માટે. (૬) સ્વાધ્યાય, ધર્મધ્યાનાદિ કરવા માટે આહાર કરે.
(૧) રોગાદિ આતંક આવે ત્યારે. (૨) ઉપસર્ગ – પરીષહાદિને સહન કરવા માટે. (૩) બ્રહ્મચર્યની રક્ષા માટે. (૪) જીવોની દયા માટે. (૫) તપ કરવા માટે (૬) શરીરનો ત્યાગ કરવા, અનશનની આરાધના કરવા માટે આહાર ત્યાગ કરે.
આ શાસ્ત્રોક્ત કારણો સિવાય કેવળ બળ, વીર્યાદિ વધારવા માટે આહાર કરવો, તે દોષ રૂપ છે. તેમજ આહાર છોડવાના છ કારણોમાં આહાર ત્યાગ ન કરે, તો તે પણ દોષ રૂપ છે અને તે તેની આહાર પરની કે દેહ પરની આસક્તિ કહેવાય છે.
ઓર્ વયં વક્ :- આ સૂત્રથી સ્પષ્ટ કર્યું છે કે ક્ષુધા-પિપાસાદિ પરીષહોથી ઘેરાઈ જાય ત્યારે રાગ દ્વેષ રહિત સાધુ જીવદયાનું, સંયમનું પાલન કરે છે, તે દોષવાળો કે અકારણ આહાર ગ્રહણ કરે નહિ.
Jain Education International
સંખિહાળસત્યક્ષ :- આ શબ્દના વૃત્તિકારે બે અર્થ કર્યા છે– (૧) સન્નિધાનશાસ્ત્ર (૨) સન્નિધાનશસ્ત્ર. સન્નિધાન એટલે કર્મ. કર્મના સ્વરૂપનું દિગ્દર્શન કરાવી, તેના ક્ષયનો ઉપાય બતાવનાર શાસ્ત્ર તે સન્નિધાન શાસ્ત્ર અને સન્નિધાન–કર્મનું શસ્ત્ર છે સંયમ. કર્મનું નાશક સંયમરૂપી શસ્ત્ર તે સન્નિધાનશસ્ત્ર કહેવાય છે. સન્નિધાનશસ્ત્રના ખેદશ એટલે સંયમમાં નિપુણ.
સન્નિધાનનો એક બીજો અર્થ છે "આહાર યોગ્ય પદાર્થોની સન્નિધિ એટલે સંચય-સંગ્રહ." સન્નિધાન એટલે આહારાદિની સંગ્રહવૃત્તિ તેનું શસ્ત્ર તે સંયમ. તે સંયમના ખેદજ્ઞ-જ્ઞાતા. આ સૂત્રમાં આહાર
For Private & Personal Use Only
www.jainelibrary.org