________________
| વિમોક્ષ અધ્ય-૮, :૨
_.
૨૮૫]
વ્યક્તિના વિષયમાં સારી રીતે વિચાર કરી, જો તે મધ્યસ્થ કે પ્રકૃતિનો ભદ્ર લાગે તો તેની સામે પોતાના અનુપમ આચાર–ગોચર સાધ્વાચાર કહે, સમજાવે. જો તે વ્યક્તિ દુરાગ્રહી અને પ્રતિકૂળ લાગે અથવા પોતાની સમજાવવાની ક્ષમતા ન હોય તો વચનગુપ્તિ અર્થાતુ મૌન રાખે. એમ તીર્થકરોએ પ્રતિપાદન કર્યું
વિવેચન :
આ સૂત્રોમાં સાધુ માટે અનાચરણીય કે પોતાની કલ્પમર્યાદા અનુસાર કેટલીક અકરણીય બાબતોથી દૂર રહેવા માટે અનેક દષ્ટિકોણથી કથન કર્યું છે. સેમિનg પરંfમેન્ક વ:- વૃત્તિકારે વિમોક્ષને યોગ્ય ભિક્ષુની વિશેષતાઓ બતાવી છે. જેણે જીવન પર્યંત સામાયિકની પ્રતિજ્ઞા કરી છે, પાંચ મહાવ્રતોનો સ્વીકાર કર્યો છે, સર્વ પાપકારી કાર્યોનો ત્યાગ કર્યો છે અને જે ભિક્ષા જેવી છે, તે ભિક્ષા માટે કે અન્ય કોઈ આવશ્યક કાર્ય માટે વિચરણ કરી રહ્યા છે. અહીં પરમેન નો સામાન્ય અર્થ ગમનાગમન કર્યો છે. સુસિ :- વર્તમાનમાં સામાન્યરૂપે સ્થવિરકલ્પી ગચ્છવાસી સાધુ વસ્તીમાં ગમે તે ઉપાશ્રય કે મકાનમાં રહે છે. જ્યારે વિહાર કરતા હોય ત્યારે ઘણીવાર જગ્યા નહિ મળવાથી તેમજ સૂર્યાસ્ત થઈ જવાથી
શ્મશાનમાં, શૂન્યઘરમાં, વૃક્ષની નીચે કે જંગલમાં કોઈ પણ જગ્યામાં રહેવાનું થાય છે. સાધુ શ્મશાનાદિ કોઈ પણ જગ્યાએ રહ્યા હોય પરંતુ ગોચરી માટે ગૃહસ્થોના ઘરે જાય છે અને આહારાદિ આવશ્યક પદાર્થ પોતાની કલ્પમર્યાદા અનુસાર મળે ત્યારે લે છે. કોઈ ગૃહસ્થ ભક્તિવશ કે લૌકિક સ્વાર્થ વશ તેના માટે બનાવીને, ખરીદીને, કોઈની પાસેથી છીનવીને, ચોરીને કે પોતાના ઘરેથી સામે લાવીને આપે તો તે વસ્તને ગ્રહણ કરવી તે સાધુની આચાર–મર્યાદાથી વિપરીત છે. આ રીતની વસ્તુને સાધક ગ્રહણ કરી શક્તો નથી, કારણ કે તેમાં સાધુના નિમિત્તે હિંસાદિ આરંભ થયો હોય છે.
કદાચ કોઈ એવી પરિસ્થિતિ આવી જાય અને કોઈ ભાવિક ગૃહસ્થ આ પ્રકારના આહારાદિ લાવીને દેવાનો અત્યંત આગ્રહ કરે તો તે ભાવિક ભક્તને ધર્મથી, પ્રેમથી, શાંતિથી સમજાવે કે મારે આ પ્રકારનો અકલ્પનીય આહાર લેવો કલ્પ નહીં.
આ સુત્રોમાં શાસ્ત્રકારે ભિક્ષની સામે આવતી ત્રણ અકલ્પનીય પરિસ્થિતિઓ અને તેનાથી મુક્ત થવાનો કે અનાચરણીય કાર્યોથી દૂર રહેવાનો ઉપાય પણ બતાવ્યો છે૧. કોઈ પણ પ્રકારના સંકટમાં આવેલા સાધુને જોઈને અથવા સાધુને આવતી મુશ્કેલીઓ જોઈને કોઈ
ભાવિક ભક્ત તેની સામે આહારાદિ બનાવી દે, ખરીદે, છીનવીને લાવે તથા અન્ય કોઈ પણ પ્રકારે સામે લાવીને આપે તથા ઉપાશ્રય બનાવી દેવાનો પ્રસ્તાવ રાખે.
સાધુને કહ્યા વિના, તેની વાત સાંભળ્યા વિના પોતાના મનથી જ ભક્તિવશ આહારાદિ બનાવીને કે ઉપર કહેલા કોઈ પણ પ્રકારથી લાવીને આપવા લાગે તથા ઉપાશ્રય બનાવવા લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org