________________
૩.
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
તે આહારાદિ તથા ઉપાશ્રય આરંભ–સમારંભ જનિત તેમજ અકલ્પનીય જાણીને ભિક્ષુ કોઈ પણ પરિસ્થિતિમાં તે સ્વીકારવાની સ્પષ્ટ ના કહી દે તો તે દાતા ક્રોધિત થઈને સાધુને અનેક પ્રકારે યાતનાઓ–કષ્ટ આપે.
૨૮૬
આ ત્રણ પરિસ્થિતિથી મુક્ત થવાના ઉપાય આ પ્રમાણે છે– (૧) દાતાને સહુથી પ્રથમ પ્રેમથી કલ્પમર્યાદા સમજાવીને ગ્રહણ કરે નહિ. (૨) કોઈ પણ રીતે જાણીને, સાંભળીને તે આહારાદિને ગ્રહણ કરે નહિ, વાપરે નહિ અને (૩) ત્રીજી સ્થિતિ આવે ત્યારે સાધુ ધૈર્ય અને શાંતિથી સમભાવપૂર્વક તે પરીષહ કે ઉપસર્ગને સહન કરે, જો ગૃહસ્થની જરા પણ અનુકૂળતા જુએ તો સાધુના અનુપમ આચારની વાત સમજાવે, પ્રતિકૂળતા હોય તો મૌન રહે. આ રીતે શાસ્ત્રકારે અકલ્પનીય– વિમોક્ષની સુંદર ઝાંખી કરાવી છે.
સમળસ સવયસ :– એક વાત વિશેષ રૂપે જાણવા યોગ્ય છે કે અકલ્પનીય વસ્તુઓને લેવી નહિ તેમજ ભાવિક ગૃહસ્થને સમજાવવાની રીત પણ સાધુની શાંતિ, ધૈર્ય અને પ્રેમપૂર્ણ હોવી જોઈએ. તે દાતા—ગૃહસ્થને દ્વેષી, વૈરી કે વિદ્રોહી સમજે નહિ પરંતુ સરળમના અને સવયસ્ક–મિત્ર સમજીને કહે. તાત્પર્ય એ પણ છે કે ભિક્ષુ ગૃહસ્થને સન્માન સહિત સુવચન સહ અકલ્પનીયનો નિષેધ કરે.
સમનોજ્ઞ-અસમનોજ્ઞ સાધુઓનો પરસ્પર વ્યવહાર ઃ
४ से समणुणे असमणुण्णस्स असणं वां ४ वत्थं वा ४ णो पाएज्जा णो णिमंतेज्जा णो कुज्जा वेयावडियं परं आढायमाणे । त्ति बेमि ।
શબ્દાર્થ :- સમજુબ્જે = સમનોજ્ઞ, તીર્થંકરની આજ્ઞાનું પાલન કરનાર સાધુ, અક્ષમણુળH = અસમનોજ્ઞ, કુશીલાદિ, પર આઢાયમાણે = અત્યંત આદર કરતાં.
ભાવાર્થ : - સમનોજ્ઞ મુનિ અસમનોજ્ઞ સાધુને અશન પાનાદિ તથા વસ્ત્ર પાત્રાદિ પદાર્થ અત્યંત આદર પૂર્વક આપે નહિ, તેને આપવા માટે નિમંત્રણ કરે નહિ અને આગ્રહપૂર્વક તેઓની વૈયાવચ્ચ કરે નહિ અર્થાત્ અત્યંત આવશ્યક હોય તો વૈયાવચ્ચ કરે.
५
धम्ममायाणह पवेइयं माहणेण मइमया - समणुण्णे समणुण्णस्स असणं वा ४ वत्थं वा ४ पाएज्जा णिमंतेज्जा कुज्जा वेयावडियं परं आढायमाणे त्ति बेमि ।
॥ વિડ્યો દ્દેશો સમત્તો ॥
Jain Education International
શબ્દાર્થ:- છમ્મ = ધર્મને, આયાબહ = તમે જાણો, વેશ્ય= કહ્યો છે, માહળેળ = ભગવાન મહાવીરે, મનવા = કેવળજ્ઞાની, સમણુળે = સમનોજ્ઞ સાધુ, સમણુળK = સમનોજ્ઞ સાધુને, પર્ આાયમાણે = અત્યંત આદર કરતાં.
For Private Personal Use Only
www.jainelibrary.org