________________
૨૮૪ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
બુદ્ધિથી, બીજા–અતિશય જ્ઞાનીના કથનથી કે તીર્થકરોની વાણીથી અથવા બીજા કોઈ તેના પરિજનો પાસેથી સાંભળીને જાણી જાય છે કે ગૃહસ્થ મારા માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોના સમારંભથી અશનાદિ કે વસ્ત્રાદિ બનાવીને કે મારા નિમિત્તે ખરીદી, ઉધાર લઈ, બીજા પાસેથી છીનવીને, બીજાની વસ્તુ તેના માલિકની આજ્ઞા લીધા વિના લાવીને અથવા પોતાની સંપત્તિથી ઉપાશ્રય બનાવીને તૈયાર કર્યો છે, સાધુ તેનું સારી રીતે નિરીક્ષણ કરીને, પૂર્ણ રીતે જાણીને તે ગૃહસ્થને સ્પષ્ટ રીતે કહે કે આ સર્વ પદાર્થ મારા માટે ગ્રહણ કરવા-સેવવા યોગ્ય નથી, તેથી હું તેને ગ્રહણ કરી શક્તો નથી.
३ भिक्खुच खलु पुट्ठा वा अपुट्ठा वा जे इमे आहच्च गथा फुसंति, से हता हणह खणह छिंदह दहह पयह आलुपह विलुपह सहसक्कारेह विप्परामुसह । ते फासेपुट्ठो धीरो अहियासए । अदुवा आयारगोयरमाइक्खेतक्कियाणमणेलिस। अदुवा वइगुत्तीए । गोयरस्स अणुपुव्वेण सम्म पडिलेहाए आयगुत्ते । बुद्धेहिं एवं પવેફર્યા શબ્દાર્થ -પુ = પૂછીને, સપુકુ = પૂછ્યા વિના, ને જે, = કોઈગૃહસ્થ, મહેન્દ્ર પંથ = સાધુ માટે ખર્ચ કરીને બનાવેલ વસ્તુ ગ્રહણ નહિ કરવાથી ક્રોધાવેશમાં આવીને, સુસંતિક સાધુને કષ્ટ આપે, તે ચંતા = તે હનન કરે, ટાદ = તેને મારો, સુખદ = તેને જાનથી મારો, fછવદ = તેનું છેદન કરો, રદ જલાવો, પથદ = પકાવો, આg૬ = તેના વસ્ત્રાદિ લૂંટી લ્યો,વિલુપ૬ તેનું સર્વસ્વ હરી લ્યો, હસાવેદ = તેનો જલદી ઘાત કરી નાંખો, વિખર/મુસદ = તેને વિવિધ પ્રકારે પીડા આપો, મહુવા = અને, આયા રોયર = સાધુઓના આચારાદિનું, ગાવલે = કથન કરે, તક્રિયા = યોગ્યતાનો વિચાર કરીને, = તે પુરુષની, અતિસે = અનુપમ, અન્ય સમાન અર્થાત્ અન્યપક્ષના ખંડનપૂર્વક સ્વપક્ષની
સ્થાપનારૂપ તત્ત્વ કથન કરે, વાત્તી = વચન ગુપ્તિ રાખે અર્થાત્ મૌન રહે, પોયરલ્સ = પિંડ વિશુદ્ધિનું, ગળુપુલ્લેખ = અનુક્રમથી, સન્ન = સમ્યક્ પ્રકારે, સ્નેહા = પ્રતિલેખન કરી, હંમેશાં ઉપયોગ રાખે, બાયપુરે = આત્મગુપ્ત સાધુ, યુદ્ધહિં તત્ત્વજ્ઞ પુરુષોએ, પયં = આ, પવયં = કહ્યું છે. ભાવાર્થ :- ભિક્ષને પૂછીને કે પૂછયા વિના જ "હું અવશ્ય આપીશ" એવા અભિપ્રાયથી કોઈ ગૃહસ્થ અંધભક્તિના કારણે ઘણું ધન ખર્ચીને બનાવેલા આ આહારાદિ પદાર્થ ભિક્ષુની સામે ભેટ રૂપે લાવીને રાખી દે અને મુનિ તેનો સ્વીકાર કરે નહિ ત્યારે તે ગૃહસ્થ સાધુને કષ્ટ આપે; શક્તિ સંપન્ન ગૃહસ્થ ક્રોધાવેશમાં આવીને ભિક્ષુને મારે અથવા નોકરોને આદેશ આપે કે મારા ધનનો વ્યર્થ વ્યય કરાવનાર આ સાધુને ડંડા આદિથી મારો, ઘાયલ કરો, તેના હાથ-પગાદિ અંગોને કાપી નાંખો, તેને બાળી નાંખો, તેનું માંસ પકાવો, તેના વસ્ત્રાદિ છીનવી લ્યો કે તેને નખથી ઉતરડી નાખો અથવા તેનું સર્વ કાંઈ લૂંટી લ્યો, તેના પર બળજબરી કરો અથવા તેને જલ્દી મારી નાંખો, તેને અનેક રીતે પીડિત કરો. આ સર્વ દુઃખ રૂ૫ કષ્ટો આવવા પર વીર સાધુ અક્ષુબ્ધ રહી તેને સમભાવથી સહન કરે.
તે આત્મગુપ્ત મુનિ પોતાના આચાર–ગોચરની ક્રમથી સમ્યક પ્રેક્ષા કરી, અશનાદિ બનાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org