________________
| વિમોક્ષ અધ્ય-૮, ૯:૨.
| ૨૮૩ ]
ગૃહપતિ તે ભિક્ષુની પાસે આવીને કહે- હે આયુષ્યમાન્ શ્રમણ ! હું આપના માટે અશન, પાન, ખાદિમ,
સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળી, કે પાદપ્રીંછન, પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોનો સમારંભ કરીને આપના લક્ષ્ય બનાવી રહ્યો છું કે આપના માટે ખરીદીને, ઉધાર લઈને, કોઈની પાસેથી છીનવી લઈને, બીજાની વસ્તુ તેની આજ્ઞા લીધા વિના લાવીને કે ઘરેથી સામે ઉપાશ્રયે લાવીને, આપને આપું છું અથવા આપના માટે ઉપાશ્રય બનાવી દઉં છું. હે આયુષ્યમાનું શ્રમણ ! તમો આ અશનાદિનો ઉપભોગ કરો અને આ ઉપાશ્રયમાં રહો.
હે આયુષ્યમાન શ્રમણ ! ભિક્ષુ તે ગૃહસ્થને સરળ ભાવોથી અને યોગ્ય શબ્દોથી નિષેધ કરતાં કહે
રે 5 કે આયુષ્યમાનું ગૃહપતિ ! હું તમારા આ વચનનો આદર કરતો નથી, તમારા વચનોનો સ્વીકાર કરતો નથી. તમે મારા માટે જે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોનો સમારંભ કરીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળી કે પાદપ્રચ્છન બનાવી રહ્યા છો કે મારા લક્ષ્ય તે ખરીદી, ઉધાર લાવી, બીજા પાસેથી ઝૂંટવી, બીજાની વસ્તુ તેની આજ્ઞા વિના લાવીને કે તમારા ઘરેથી અહીં લાવી મને આપવા ઈચ્છો છો, મારા માટે ઉપાશ્રય બનાવવા ઈચ્છો છો. તો હે આયુષ્યમાનુ ગૃહસ્થ ! હું આ રીતના સાવધ કાર્યથી સર્વથા વિરત થઈ ગયો છું. તમે કહેલી આ વાત મારા માટે અકરણીય છે, તેનો હું સ્વીકાર કરી શકતો નથી. | २ से भिक्खू परक्कमेज्ज वा जाव हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खु उवसंकमित्तु गाहावई आयगयाए पेहाए असणं वा ४ वत्थं वा ४ पाणाई ४ समारब्भ जाव आह? चेएइ आवसह वा समुस्सिणाइ तं भिक्खुं परिघासेउं । तं च भिक्खू जाणेज्जा सहसम्मइयाए परवागरणेणं अण्णेसि वा अतिए सोच्चा- अयं खलु गाहावइ मम अट्ठाए असणं वा ४ वत्थं वा ४ पाणाई ४ समारब्भ चेएइ आवसह वा समुस्सिणाइ । तं च भिक्खू पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणाए । त्ति बेमि । શબ્દાર્થ :- આયા રેહા પોતાના મનની ઈચ્છાથી, વાલેકં = જમાડવા માટે. ભાવાર્થ :- ભિક્ષ કોઈ જગ્યાએ કોઈ કાર્યવશ જઈ રહ્યા હોય; શ્મશાન, શૂન્યઘર, ગુફા, વૃક્ષની નીચે, કે કુંભારની શાળામાં ઊભા, બેઠા કે સૂતા હોય અથવા કોઈ સ્થાને વિચરણ કરી રહ્યા હોય; તે સમયે તે ભિક્ષુની પાસે આવીને કોઈ ગૃહસ્થ પોતાના ભાવને પ્રગટ કર્યા વિના જ અર્થાત્ હું સાધુને અવશ્ય દાન આપીશ આ પ્રકારનો મનમાં નિર્ણય કરીને જ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વોના આરંભપૂર્વક અશનાદિ બનાવતા હોય; સાધુના લક્ષ્ય ખરીદી, ઉધાર લાવી, બીજા પાસેથી છીનવી, બીજાના અધિકારની વસ્તુ તેની આજ્ઞા વિના લાવીને અથવા ઘરેથી લાવીને આપવાની ઈચ્છા હોય કે ઉપાશ્રયનું નિર્માણ કે જીર્ણોદ્ધાર કરાવતા હોય.
તે સર્વ કાર્યભિક્ષના ઉપભોગ કે નિવાસ માટે કરતા હોય તો આ આરંભને તે ભિક્ષ પોતાની તીક્ષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org