________________
| મહાપરિક્ષા
૨૬૭ |
સાતમું અધ્યયન પરિચયાત્રા ૧૦૦૦ વાર 902 8 8 કૃ2
આ અધ્યયનનું નામ મહાપરિજ્ઞા' છે. 'મહાપરિજ્ઞા'નો અર્થ છે, મહાન-વિશિષ્ટ જ્ઞાન દ્વારા મોહજનિત દોષોને જાણીને પ્રત્યાખ્યાન-પરિજ્ઞા દ્વારા તેમનો ત્યાગ કરવો.
સાર એ છે કે સાધક મોહ ઉત્પન્ન થવાના કારણોને તેમજ આકાંક્ષાઓ, કામનાઓ, વિષયભોગોની લાલસાઓ આદિથી બંધાતા મોહનીય કર્મના દુષ્પરિણામોને જાણીને તેમનો ક્ષય કરવા માટે મહાવ્રત, સમિતિ, ગુપ્તિ,પરીષહ ઉપસર્ગને સહન કરવા રૂપ તિતિક્ષા, વિષય-કષાય વિજય, બાહ્ય–આત્યંતર તપ, સંયમ, સ્વાધ્યાય તેમજ આત્માની આલોચના આદિનો સ્વીકાર કરે એ મહાપરિજ્ઞા છે.
આચારાંગ નિર્યુક્તિ જે રૂપમાં આજે મળે છે, તેમાં નિર્યુક્તિકારે "મહાપરિન્ના' શબ્દના "મહા' અને પરિક્ષા' આ બે પદોનું નિરૂપણ કરીને, "પરિત્રા'ના પ્રકારોનું પણ વર્ણન કર્યું છે, તેમજ છેલ્લી ગાથામાં કહ્યું છે કે સાધકે દેવાંગના, નરાંગના આદિના મોહજનિત પરીષહો તથા ઉપસર્ગોને સહન કરી મન, વચન, કાયાથી તેનો ત્યાગ કરવો જોઈએ. આ પરિત્યાગનું નામ મહાપરિજ્ઞા છે.
સાત ઉદ્દેશકથી અલંકૃત આ સાતમું મહાપરિજ્ઞા નામનું અમૂલ્ય અધ્યયન વિચ્છેદ ગયું છે. આજે ઉપલબ્ધ નથી. તેના નામનો ઉલ્લેખ શ્રી સમવાયાંગ સૂત્રમાં છે. તેમાં સંયમની, બ્રહ્મચર્યની વિશેષ સાવધાની અને પરિસ્થિતિઓમાં પરાજિત ન થવાની પરિજ્ઞાનું વર્ણન હોવાથી તેનું મહાપરિજ્ઞા નામ સાર્થક છે. પ્રાચીન ટીકા, ચૂર્ણિ નિર્યુક્તિ અને અન્ય વ્યાખ્યાગ્રંથોને જોતાં લાગે છે કે આ અધ્યયનમાં અધિકાંશતઃ દેવાંગનાઓ અને નરાંગનાઓ જનિત ઉપસર્ગોનું, મોહોત્પાદક વિવિધ પરિસ્થિતિઓનું વર્ણન હતું. તેનાથી મુનિએ અંશ માત્ર પણ ચલિત ન થતાં અડગ રહેવાનો ઉપદેશ હતો. તેમજ કોઈ પ્રાચીન વર્ણન અનુસાર અસહૃા ઉપસગોના સમયે સામાન્ય, વિશેષ સાધુઓની સુરક્ષા માટે આકાશગામિની આદિ સહજ વિદ્યાના સૂત્ર પણ તેમાં હતા. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે
जेणुद्धरिया विज्जा आगाससमा महापरिणाओ।
वंदामि अज्जवइर अपच्छिमो जो सुयधराणं ॥ ७६९ ॥
આ ગાથાથી એ જણાય છે કે આર્ય વજસ્વામીએ મહાપરિજ્ઞા અધ્યયનમાંથી કેટલીક વિદ્યાઓ ઉદ્ધત કરી હતી. પ્રભાવકચરિત વજપ્રબન્ધ (૧૪૮)માં પણ કહ્યું છે વજસ્વામીએ આચારાંગના મહાપરિજ્ઞાધ્યયનમાંથી 'આકાશગામિની' વિદ્યા ઉદ્ધત કરી હતી.
મોહોત્પાદક અને વિશિષ્ટ વિદ્યાઓથી યુક્ત આ અધ્યયનના લેખનને અનુચિત્ત સમજીને શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે અન્ય બહુશ્રુતોની સમ્મતિપૂર્વક તેને વિચ્છિન્ન કર્યું. શાસ્ત્ર લેખન કાળમાં શાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org