________________
રદ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
જીવનને પ્રાપ્ત કરે છે. તેમાં અનાસક્ત યોગને કેળવવા એકત્વભાવના, ઉપયોગમય જીવન, વૈરાગ્યભાવના અને વૃત્તિ પરનું નિયંત્રણ કરવું આવશ્યક છે. કામ વિકારો પર વિજય પ્રાપ્ત કરવા પૂર્વ સંબંધોથી નિવૃત્ત થયેલ સાધક જો તેને આધીન થાય તો પતનના માર્ગે ફેંકાઈ જાય છે. એ સ્થિતિ ન આવે માટે દેહ દમનની જરૂર છે સાથે ઉપકરણોની અલ્પતા પણ ઉપયોગી છે કારણ કે જેટલી સામગ્રી ઓછી તેટલી ઉપાધિ અને પાપ ઓછા થાય છે. બાહ્ય દષ્ટિના કારણે સાધક ત્રણ પ્રકારના ગર્વથી ગ્રસિત થાય તો લક્ષ્ય ચૂકાઈ જાય છે, તેથી સાધક આત્મલક્ષી બની જ્ઞાનીના અમૃતનો આસ્વાદન કરી સહિષ્ણુ બને.
પ્રાણીમાત્રના અસ્તિત્વને આત્મસાત કરી તેના નિવાસ સ્થાન રૂ૫ લોક પર વિજય મેળવવા અનેક પ્રકારના પરીષહોને સહી, વિવેક પૂર્વક લોકના નિષ્કર્ષ સ્વરૂપ રૂપાતીત, શબ્દાતીત આત્મસ્વરૂપને પામવા સાંયોગિક સંબંધે સંબંધિત અનાદિ કર્મોને નષ્ટ કરે છે.
I અધ્યયન-૬/પ સંપૂર્ણ II.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org