________________
| ધૂત અધ્ય-૬, ઉ : ૫
_.
૨૫ |
જીતી લે છે. મૃત્યુ આવે ત્યારે મારણાત્તિક વેદના સમયે શાંત, અવિચલ રહી, સંલેખના સંથારાનો સ્વીકાર કરે તે મૃત્યુના મોરચાને જીતી જાય છે. આ મોરચે જે હારી જાય છે તે ઘણું કરીને સંયમી જીવનની સર્વ ઉપલબ્ધિઓને ગુમાવે છે. તે સમયે શરીર પ્રત્યે સર્વથા નિરપેક્ષ અને નિર્ભય બનવું જરૂરી છે, અન્યથા કરેલી, કરાવેલી સર્વ સાધનાઓ નિષ્ફળ થઈ જાય છે. શરીર પ્રત્યેના મોહ-મમત્વ કે આસક્તિથી બચવા માટે પહેલેથી જ કષાય અને શરીરની સંખના (કૃશ કરવાની ક્રિયા) કરવાની હોય છે. તે દુ પરંપને કુળ – જે મુનિ મૃત્યુ સમયે મોહમૂઢ થતો નથી, શરીરનો પૂર્ણ રીતે મોહ છોડી દે છે, પરીષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન કરે છે, તે અવશ્ય પારગામી બને છે. તે સંસારનો અને કર્મનો અંત કરનાર થાય છે. કવિ મા - સાધકે અંતિમ સમયે પરીષહો અને ઉપસર્ગોથી ગભરાવું જોઈએ નહિ, તેનાથી પરાજિત થવું ન જોઈએ પરંતુ તે આવે ત્યારે લાકડાના પાટિયાની જેમ સ્થિર રહેવું જોઈએ અન્યથા સમાધિ મરણનો અવસર ગુમાવીને બાલમરણને પ્રાપ્ત થઈ જાય.
નVISતકી :- આ શબ્દના બે પ્રકારે અર્થ સમજી શકાય છે– (૧) બંને બાજુથી છોલેલા પાટિયાની ઉપમા આપીને બતાવ્યું છે કે જેમ- લાકડાને બંને બાજુથી છોલીને તેના પાટિયાં બનાવવામાં આવે છે, તેમ સાધક શરીર અને કષાયથી કૃશ-પાતળો થઈ જાય છે. એવા સાધકને નવી ની ઉપમા આપવામાં આવી છે. (૨) છોલાતા સમયે પાટિયામાં કોઈ પ્રકારની સંવેદના કે પ્રતિક્રિયા જણાતી નથી તેમ સાધક મૃત્યુ સમયે ગંભીર મુદ્રાથી સર્વ કષ્ટ સહન કરે. બીજી રીતે પાટિયાના દષ્ટાંતથી એમ પણ સમજવું કે પાટિયાને ઘસવાથી અને છોલવાથી તેને નુકશાન ન થતાં તેની ચમક ખીલી ઊઠે છે અને મૂલ્ય પણ વધી જાય છે. તેવી જ રીતે મૃત્યુ મોરચાના વીર સાધક કષ્ટો સહન કરવાથી આત્મ શુદ્ધિને પામે છે તેમજ તેમની તેજસ્વિતા વધી જાય છે. તેઓનો આત્મા આત્મવૈભવથી દેદિપ્યમાન થઈ જાય છે. જાણવા જેe #ાનં નવસરર મેળો - આ સૂત્રાશનો આશય છે કે વIR= મૃત્યુ, ૩પની તક = નિકટ આવી જાય ત્યારે અર્થાત્ મૃત્યુ સમયે સાધક હેઝ Id = મૃત્યુને ચાહે અર્થાત્ મૃત્યુને સ્વીકારી લે, વધાવી લે. મૃત્યુનો સમય આવવા પર મૃત્યુ પહેલાં સંથારો કરી લેવો એ મૃત્યુની કાંક્ષા કહેવાય. તે ઈચ્છાપૂર્વકનું મરણ કહેવાય. ખરેખર સફળ સાધક અનિચ્છાએ પરવશપણે મરતા નથી. તે તો હસતાં હસતાં સ્વેચ્છાએ મરણને પંડિત મરણથી વધાવીને સ્વીકારે છે અને શરીરનો આત્માથી ભેદ ન થાય ત્યાં સુધી તે પંડિત મરણની આકાંક્ષાના ઉન્નત પરિણામોને જાળવી રાખે છે.
પાંચમો ઉદ્દેશક સંપૂર્ણ ઉપસંહાર:- જીવ અને કર્મના અનાદિના સંબંધે અનંત-અનંતકાળનું પરિભ્રમણ ચાલું છે. અનંત જીવો ભય અને દુઃખથી ત્રસ્ત થઈ રહ્યા છે. સંસારરૂપી આ જલાશયમાં આસક્તિના આવરણે મોહરૂપી અંધકારના ઊંડાણમાં અથડાતો આત્મા નિર્મળ, સ્વચ્છ, અવકાશને પામી શકતો નથી. અંતઃકરણમાં જ્ઞાન રશ્મિઓને પ્રવેશવાનો અવસર રહેતો નથી. મોહના સઘન અંધકારમાં અથડાતો જીવ ક્યારેક માનવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org