________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
અને વૈભવી વાતાવરણ પ્રાપ્ત થતાં સાધક ઈન્દ્રિય સુખો તરફ ઢળી જાય છે. શરીર પણ સુકોમળ બની જાય છે. આ સમયે તેઓ સંયમમાં પુરુષાર્થ કરવાના બદલે દીન—હીન થઈ ભોગાકાંક્ષાના દાસ બની જાય છે. સંયમને છોડી દેવા પણ તત્પર થઈ જાય છે. આ તેઓનું મહાન ઉત્થાનમાંથી મહા પતન છે. સમવિભંતે :- પતનના માર્ગે જતાં અને સાધુ વેશનો ત્યાગ કરી ગૃહસ્થ જીવન સ્વીકારનાર તે સાધુને જન–સાધારણ લોકો પણ વિવિધ તિરસ્કારના શબ્દોથી તિરસ્કૃત કરે છે. જેમ કે આ સાધુતાથી ભ્રષ્ટ છે, પડિવાઈ છે, દીક્ષા છોડીને આવ્યો છે, બેશરમ છે વગેરે. તેની અપકીર્તિ થાય છે.
૨૫૬
આ સૂત્રમાં સમળવિભંતે ની જગ્યાએ સમળે વિત્તા વિભંતે પાઠ પણ મળે છે. બંને
પાઠનો ભાવ એક જ છે. તેમાં મવિત્તક્રિયા વિના પણ પાઠનો ભાવાર્થ બરાબર છે.
ઉન્નત ગચ્છમાં ગુણહીન સાધક ઃ
६ पासहेगे समण्णागएहिं असमण्णागए, णममाणेहिं अणममाणे, विरएहिं अविरए दविएहिं अदविए ।
=
શબ્દાર્થ -- સમળાર્જિં = સમ્યગ્ સમજનારાઓની સાથે રહેવા છતાં, અસમળાTÇ અસમ્યગ્ થઈ જાય છે, મમાળેહિં = વિનયવાનની સાથે, સમર્પિત સાધકો સાથે રહેવા છતાં, અળમમાળે - અસમર્પિત, વિનય રહિત હોય છે, વિËિ = પાપથી વિરત પુરુષોની સાથે રહેવા છતાં, અવિ = અવિરત રહે છે, તેમજ, વિěિ = મુક્તિ ગમન યોગ્ય પુરુષોની સાથે, સંયમવાનોની સાથે, ચારિત્રનિષ્ઠની સાથે રહેવા છતાં, અવિશ્= અપવિત્ર, સંયમહીન થઈ જાય છે.
=
ભાવાર્થ : – તેનાથી વિપરીત હે શિષ્ય ! તું એ પણ જો ! કોઈ મુનિ સમ્યગ્ સમજદારોની વચ્ચે સંયમ પ્રત્યે અસમ્યક્ રહે છે. સંયમ પ્રત્યે સમર્પિત મુનિઓની વચ્ચે સંયમપ્રત્યે અસમર્પિત રહે છે, પાપથી વિરત રહેનારાઓની સાથે પણ પાપસેવી થાય છે તથા ચારિત્ર સંપન્ન સાધુઓની વચ્ચે રહીને પણ ચારિત્રહીન થઈ જાય છે.
Jain Education International
=
વિવેચન :
दविहिं ઃ— જેની પાસે દ્રવ્ય છે તે દ્રવ્યિક છે. દ્રવ્યનો અર્થ ધન થાય છે. સાધુની પાસે જ્ઞાનાદિ રત્નત્રય રૂપ ધન હોય છે, તેથી દ્રવિકનો અર્થ સંયમવાન થાય છે અથવા દ્રવ્યનો અર્થ ભવ્ય છે– મુક્તિગમનને યોગ્ય અર્થાત્ મોક્ષાર્થી છે. 'દ્રવિક' નો ત્રીજો અર્થ દયાળું પણ થાય છે.
આ સૂત્રમાં બતાવ્યું છે કે ઉન્નત ગચ્છ અને ઉન્નત સંયોગમાં રહીને પણ પોતાના ઉદયભાવે કોઈ સાધક ગુણ હીન થઈ જાય છે માટે સાધકે સાવધાન રહી પોતાના ગુણોની સુરક્ષા કરતા રહેવું જોઈએ. આગમાનુસારી આરાધના :
७ अभिसमेच्चा पंडिए मेहावी णिट्ठियट्ठी वीरे आगमेणं सया
For Private Personal Use Only
www.jainelibrary.org