SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ | ધૂત અધ્ય-૬, ઉ : ૪ ૨૫૫ | આચરણ કરનાર (૩) વિતંડાવાદ કરનાર. સાર એ છે કે ગુની હિતશિક્ષાને પણ ન માનનાર પ્રમાદી સાધુ પોતાના સંયમ જીવનનો નાશ કરી દે છે. માનવ જીવનને બરબાદ કરે છે. અવતી થનારનો અપયશ :|५ किमणेण भो जणेण करिस्सामि त्ति मण्णमाणा, एवं एगे वइत्ता मायरं पियरं हिच्चा णायओ य परिग्गहं । वीरायमाणा समुट्ठाए अविहिंसा सुव्वया दंता । पस्स दीणे उप्पइए पडिवयमाणे । वसट्टा कायरा जणा लूसगा भवंति । अहमेगेसि सिलोए पावए भवइ- से समणविब्भंते । समणविब्भते । શબ્દાર્થ :- કિં = શું, અને = આ, જો = હે આત્મનું, ગોળ = લોકથી, રિમિત્તિ = કરીશ, એ પ્રમાણે, અપનાવે = માનતા, વત્તા = વૈરાગ્યભાવથી કહીને, સમજીને, વીરાયબાળા = વીરની જેમ આચરણ કરતાં, સમુફા = પ્રવ્રજ્યા ધારણ કરીને, વિહિંસા = હિંસા રહિત, સુથ્વયા = શ્રેષ્ઠવ્રતવાળા, કંતા = ઈન્દ્રિયોનું દમન કરનાર, વી = દીન બનીને, ૩MS = ઉન્નત થઈને પણ તે, પવિયન = કર્મના ઉદયથી દીક્ષાનો ત્યાગ કરીને પડિવાઈ થઈ જાય છે, વસટ્ટા = ઈન્દ્રિયોના વશીભૂત, યર = કાયર, નખ = લોકો, સૂસT = વ્રતોનો નાશ કરનાર, કદ = ત્યારપછી, લિ = દીક્ષા ત્યાગી પતિત થયેલા કોઈ પુરુષની, પાવા લિનોર = કીર્તિ ઝાંખી થઈ જાય, જગતમાં નિંદા થાય, = તે શ્રમણ, સમ વિભd = તે સાધુતાથી પતિત છે, તે પડિવાઈ સાધુ છે, સમવિભતે = આ દીક્ષાથી ભ્રષ્ટ છે, પડિવાઈ છે. ભાવાર્થ :- હે આત્માનું ! આ સ્વાર્થી સ્વજનનું હું શું કરીશ ? (તેઓથી મારે શું પ્રયોજન ?)એમ માનતા અને કહેતા કોઈ લોકો માતા, પિતા, જ્ઞાતિજન અને પરિગ્રહને છોડીને વીરવૃત્તિથી નિધર્મમાં સમ્યક્ પ્રકારે પ્રવ્રજિત થાય છે અને અહિંસક, સુવ્રતી અને દાંત બની જાય છે. આ પ્રકારે પહેલાં સિંહની જેમ પ્રવ્રજિત થઈને, ઉન્નત થઈને પછી કોઈ પાપના ઉદયથી દીન અને પતિત થતા સાધકોને તું જો, વિષયોથી પીડિત તે કાયરજનો વ્રતોના નાશક બની જાય છે. તેમાંથી કોઈ સાધક સંયમનો ત્યાગ કરી દે છે, તેની કીર્તિ નષ્ટ થઈ જાય છે, તે બદનામ થઈ નિંદાને પામે છે, લોકો તેને કહે છે કે- આ સાધુતાથી ભ્રષ્ટ છે, આ સંયમ જીવનનો ત્યાગી પડિવાઈ છે. વિવેચન : ૩ખફા ડિવયના - આ સૂત્રમાં સાધકોના ઉત્થાનથી પતનનું ચિત્ર ઉપસ્થિત કર્યું છે, પહેલાં જે વીર વૃત્તિથી સ્વજન, જ્ઞાતિજન, પરિગ્રહાદિ છોડીને વૈરાગ્યભાવથી પ્રવ્રજિત થાય છે, અને અહિંસક, દાંત અને સુવ્રતી બની લોકોને અત્યંત પ્રભાવિત કરી દે છે. ધીરે ધીરે તેની પ્રસિદ્ધિ, પ્રશંસા અને પૂજાપ્રતિષ્ઠા વધતી જાય છે તેથી સુખ સુવિધાની વિપુલતા, સ્વાદિષ્ટ આહાર–પાણી, ઉભરાતો માનવ મહેરામણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy