________________
ર૫૪ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
घायमाणे, हणओ यावि समणुजाणमाणे । घोरे धम्मे उदीरिए । उवेहइ णं अणाणाए । एस विसण्णे वितद्दे वियाहिए । त्ति बेमि । શબ્દાર્થ :- ૩૬મ્મટ્ટી = અધર્માર્થી, તુi = તમે, સિં = હોય કારણકે, વાસ્તે પાન = તમે અજ્ઞાની છો, આરંભદ્દી = તમે આરંભમાં પ્રવૃત્ત રહો છો, પુવયના = પ્રાણીઓની હિંસા થાય તેવા વચનો તમે કહો છો કે, હામા = પ્રાણીઓની વાત કરતા, પાયમા = બીજા પાસે પ્રાણીઓની ઘાત કરાવતા, હૃાો યાવિ = ઘાત કરનારાની, સમપુરાણમા = અનુમોદના કરતા અધર્મમાં રત રહો છો, ઘરે = ઘોર અને = ધર્મ, ૩૧ીપિ = કહ્યો છે માટે તેનું આચરણ કઠિન છે એમ કહીને તે, ૩વેદ = ઉપેક્ષા કરે, ખ = નિશ્ચયથી, ગMTMTS = તીર્થકર ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ પોતાની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરે, પણ = આ વ્યક્તિ, વિલઇને = વિષય ભોગોમાં આસક્ત, વિત = પ્રાણીઓના હિંસક, વિયાદિપ = કહેલ છે. ભાવાર્થ :- ધર્મથી પતિત થનાર અહંકારી સાધકને આચાર્યાદિ આ રીતે અનુશાસિત કરે છે કે તમે અધર્મથી-સંયમ ધર્મથી વિપરીત આચરણ કરો છો, બાળભાવમાં વર્તી રહ્યા છો, આરંભ પરિગ્રહની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છો, હિંસાનો આદેશ કરો છો. સ્વયં હિંસાના કાર્ય કરો છો, કરાવો છો તેમજ અનુમોદના પણ કરો છો. આ રીતે શિક્ષા આપવા પર તે અહંકારી સાધક કહી દે છે કે ભગવાને તો ઘણો કઠિન ધર્મ કહ્યો છે. તેનું પાલન શક્ય નથી. તેમ કહી ઉપેક્ષા કરે છે અને જિનાજ્ઞાનું અતિક્રમણ કરે છે. ધર્મની ઉપેક્ષા કરનાર તે કામભોગોના કીચડમાં આસક્ત અને સંયમનો નાશ કરનાર કહેવાય છે.
વિવેચન :
પૂર્વના સૂત્રોમાં સૂત્રકારે કૃતાદિના મદથી ઉન્મત્ત શ્રમણની માનસિક તેમજ વાચિક હીન વૃત્તિઓનું કથન કર્યું છે. જ્યારે આ સૂત્રમાં ગુરુ દ્વારા તેનું નિયંત્રણ કરવાનું કથન કર્યું છે. અદભઠ્ઠી તુતિ ગાન વારે- માર્ગ ઍત તે સાધકોને ગુરુ કહે છે કે હે શિષ્ય! તમે પોતે જ સંયમ વિપરીત અધર્માનુચરણ કરી રહ્યા છો. આ તમારી ગેરસમજ છે. તમે જ અયોગ્ય વચન બોલીને બીજાઓની અવહેલના કરો છો અથવા તમે જ પાછા જેમ તેમ બોલો છો, એ ઠીક નથી. તમે અહિંસા ધર્મનું પાલન ન કરતાં પ્રાણીઓની હિંસા કરો છો, કરાવો છો અને અનુમોદન પણ કરો છો. આ પ્રકારે સ્વયં આચારનું પાલન કરતા નથી અને જેમ તેમ બોલીને પાલન કરનારનો અનાદર કરો છો એ તમારા માટે ઉચિત નથી. આવી શિક્ષા આપતા ગુને તેઓ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતા કહે છે કે ઘરે ૩વરિષ્ઠ = ભગવાને ઘણાં જ કઠિન નિયમો ઘડ્યા છે, એવા કોઈથી પાળી શકાય નહીં વગેરે, એમ કહી હિતશિક્ષાની ઉપેક્ષા કરે છે, આજ્ઞા બહાર સ્વચ્છંદ આચરણ કરતા રહે છે. અનુવયમો :- અવિનીત, ઘમંડી અને નિરંકુશ સાધકને જ્યારે ગુરુ આદિ શિક્ષા આપે ત્યારે તે ગુન્ની સામે બોલે છે. વિતદે -વિતર્દનો અર્થ આ પ્રમાણે છે– (૧) અનેક પ્રકારે હિંસક (૨) સંયમ ઘાતક કે સંયમથી પ્રતિકૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org