________________
| ૨૨૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
માટે, ગાય = ઉત્પન્ન થયેલા પુરુષોને, નવીયા = કહ્યા છે, અનુપુષ્યલો = ક્રમથી, અ = આ, બં પતિ= પ્રાણીઓને ઉત્પન્ન થાય છે, સાથે= આતંક, લા= બીજા દુઃખ, અસમાનતા જીવનનો જલદી નાશ કરનાર શૂળ આદિ રોગ. ભાવાર્થ :- હે શિષ્ય! તું જો કે તે મોહ-મૂઢ મનુષ્ય વિવિધ ફળોમાં પોત-પોતાનાં કરેલાં કર્મોનાં ફળને ભોગવવા માટે નીચે આપેલા રોગોથી ઘેરાઈ જાય છે– જેમ કે (૧) કંઠમાળ (૨) કોઢ (૩) ક્ષય (૪) અપસ્માર(મૂચ્છ) (૫) કાણાપણું (૬) જડતા (અંગોપાંગની શૂન્યતા), લકવા, (૭) ટૂંઠાપણું (૮) કૂબડાપણું (૯) પેટની બીમારી (જલોદર, આફરો, પેટ શૂળાદિ) (૧૦) મૂંગાપણું (૧૧) સોજા (૧૨) ભસ્મક રોગ (૧૩) કંપવા (૧૪) લંગડાપણું (૧૫) હાથી પગો અને (૧૬) મધુમેહ (ડાયાબિટીઝ). આ સોળ રોગ ક્રમથી કહેવામાં આવ્યા છે.
ક્યારેક જીવનનો નાશ કરનાર એવા આતંક(દુઃસાધ્ય રોગ) અને બીજા અનિષ્ટકારી દુઃખોને પ્રાપ્ત કરે છે. વિવેચન :ગાયત્તાઃ - આસક્તિમાં ફસાયેલા જે માનવી ધર્મનું આચરણ કરી શકતા નથી, તે મોહ અને વાસનામાં ગૃદ્ધ બનીને કર્મોને એકઠા કરે છે. તે કર્મોના ત્રણ પ્રકાર છે– (૧) વર્તમાનમાં કરવામાં આવતાં કર્મ (૨) પૂર્વ સંચિત સત્તામાં રહેલાં કર્મ (૩) ઉદયમાં આવેલા કર્મ, ભોગવાતાં કર્મ.
વર્તમાનમાં જે કર્મ કરવામાં આવે છે, તે જ સંચિત થાય છે અને તે જ ભવિષ્યમાં પ્રારબ્ધના રૂપે ઉદયમાં આવે છે. કરેલાં કર્મ જ્યારે અશુભરૂપે ઉદયમાં આવે છે ત્યારે જીવો તેના ફળથી અત્યંત દુઃખી થાય છે. આ સૂત્રમાં આવતા શબ્દથી શાસ્ત્રકારે સ્વકૃત કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ કરેલ છે કે પ્રાણી પોતાનાં કરેલાં કર્મથી જ વિવિધ પ્રકારે દુઃખી થાય છે, વિવિધ રોગોને પ્રાપ્ત કરે છે. બીજાનાં કરેલાં કર્મ બીજાને
ક્યારે ય ભોગવવાં પડતાં નથી. નહી અકુવા :- આ સુત્રમાં સોળ મહારોગોનાં નામ બતાવ્યા છે, જે પ્રાય: લોકમાં પ્રચલિત છે. આ સોળ રોગોનાં નામ ઉપાસકદશાંગ સૂત્ર, વિપાક સૂત્ર વગેરે અનેક સૂત્રોમાં છે. વર્તમાનમાં કેન્સર, ટી.બી. હાર્ટએટેક વગેરે વિવિધ નામોથી ઘણા રોગો પ્રસિદ્ધ છે, તે સર્વનો સમાવેશ આ સોળમહારોગમાં થઈ જાય
છે.
Tલા ય મનસા :- જેને ધૂતવાદનું તત્ત્વજ્ઞાન (આત્મજ્ઞાન) પ્રાપ્ત થતું નથી, તે પોતાના અશુભ કર્મોના ફળ સ્વરૂપ પૂર્વોક્ત સોળ તથા અન્ય અનેક રોગોનો ભોગ બને છે. ચૂર્ણિકારે અહીં ત્રણ પાઠ કહ્યાં છે– (૨) તા ૨ કલમનસા = ઊલટું-સુલટું, જેનો પરસ્પર કોઈ મેળ બેસતો ન હોય, એવા દુઃખનો અનુભવ. (૨) સ ય અસમંતિયા = જે સ્પર્શી પહેલાં ક્યારે ય અનુભવાયા ન હોય, એવા અપ્રત્યાશિત પ્રાપ્ત સ્પર્શ (૩) RI ય ગમતા = વિષમ સ્પર્શ, તીવ્ર, મંદ કે મધ્યમ દુઃખ સ્પર્શ. આકસ્મિક રૂપે થનાર દુઃખોનો સ્પર્શ જ અજ્ઞાની માનવને વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org