________________
| ધૂત અધ્ય-૬, ૭ઃ ૧
]
[ ૨૨૭ |
પીડિત કરે છે. દુઃખમય પ્રાણીઓની કરુણતા :
५ मरणं तेसिं संपेहाए उववायं चवणं च णच्चा परिपागं च संपेहाए । तं सुणेह जहा तहा । संति पाणा अंधा तमंसि वियाहिया । तामेव सई असई अइयच्च उच्चावयफासे पडिसंवेदेति । बुद्धेहिं एवं पवेइयं । संति पाणा वासगा रसगा उदए उदयचरा आगासगामिणो । पाणा पाणे किलेसंति । पास लोए महब्भय । बहुदुक्खा हु जंतवो । सत्ता कामेहिं माणवा । શબ્દાર્થ – સંલિ = તેના, ૩૧નાવે = ઉત્પત્તિ, વયળ = ચ્યવનને, રિક્ષા કર્મોના પરિણામને, તે = તેને અર્થાત્ કર્મના ફળને, સુદ= સાંભળો, અહીં તહીં = જેમ છે તેમ, ધ = અંધ અને, તનસિ = દ્રવ્ય અને ભાવ અંધકારમાં રહેલા, વિયાદિ = કહેલા છે, તાવ તે અવસ્થાને, સ = એકવાર, રાસડું = અનેકવાર, અશ્વત્ર પ્રાપ્ત કરીને, ૩ષ્યવસે = તીવ્ર અને મંદદુઃખોને, પડિલેવેલૈંતિ = ભોગવે છે, gkઉં = સર્વજ્ઞ પુરુષોએ, વાત IT = વર્ષોમાં ઉત્પન્ન થનારા પ્રાણી, ભાષાલબ્ધિથી યુક્ત બેઈન્દ્રિયાદિ જીવો, રસ II = કડવાદિ રસોને જાણનારા સંજ્ઞી જીવ, ૩૬૫= પાણીના જીવ, ૩યવર = જલચર જીવ, આસમિળો = આકાશમાં ઊડનારા-ખેચર જીવો, પ = એકબીજા પ્રાણીને, જિનેતિ ક્લેશ આપે છે, મહાભયં= મહાન ભયને, વહુલુલ્લા = ઘણાં દુઃખોથી યુક્ત, iાવોપ્રાણી, સT = આસક્ત છે, દિં= કામભોગોથી. ભાવાર્થ :- આ રોગ, આતંક અને અનિષ્ટ દુઃખોથી પીડિત મનુષ્યોના મૃત્યુનું નિરીક્ષણ કરીને, ઉપપાત અને ચ્યવનને જાણીને તથા કર્મોનાં ફળનો સારી રીતે વિચાર કરીને સાધકે પ્રત્યેક કાર્ય કરવું જોઈએ. કર્મનાં ફળને યથાતથ્ય રૂપે સાંભળો– આ સંસારમાં અનેક પ્રાણીઓ અંધ હોય છે, તેઓ દ્રવ્ય અંધકાર અને ભાવ અંધકાર(મિથ્યાત્વાદિ)માં રહે છે. તે પ્રાણીઓ વિવિધ દુઃખપૂર્ણ અવસ્થાને એકવાર કે અનેકવાર પ્રાપ્ત કરીને તીવ્ર અને મંદ કષ્ટોનું વેદન કરે છે. તીર્થકરોએ આ તથ્યનું પ્રતિપાદન કર્યું છે.
બીજા પણ અનેક પ્રકારનાં પ્રાણીઓ હોય છે, જેવા કે વર્ષજ-વર્ષાઋતુમાં ઉત્પન્ન થનારા દેડકાદિ અથવા વાસક–ભાષાલબ્ધિથી યુક્ત બેઈન્દ્રિયાદિ પ્રાણી, રસજ–રસમાં ઉત્પન્ન થનારા જીવો કીડાદિ અથવા રસગ-રસજ્ઞ–સંજ્ઞી જીવ, ઉદકરૂપ-એકેન્દ્રિય અપ્લાયિક જીવ, પાણીમાં ઉત્પન્ન થનારા જળચર જીવ, આકાશગામી–આકાશમાં ઊડનારા પક્ષી આદિ. તે પ્રાણીઓ પરસ્પર કષ્ટ આપતા રહે છે, તેથી તું જો લોક મહાન ભય સ્વરૂપ છે. સંસારમાં કર્મોનાં કારણે જીવો ઘણાં જ દુઃખી છે. ઘણા મનુષ્યો કામભોગોમાં આસક્ત છે. વિવેચન :
આ સૂત્રમાં પ્રાણીઓના જન્મ મરણ, ઉપપાત ચ્યવન તથા કર્મવિપાકનું ચિંતન કરવા માટે સાધકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org