________________
ધૂત અધ્ય–૬, ૯ : ૧
સરોવર ઢંકાયેલું છે. કોઈ શુભ સંયોગવશ સમ્યક્ત્વરૂપી છિદ્ર પ્રાપ્ત થઈ જાય અને સંયમ સાધનાના આકાશમાં ચમકતા શાંતિ આદિ નક્ષત્રોને જોઈને તેને આનંદ થાય. પરંતુ પરિવારના મોહના કારણે તે અવસરને ચૂકી જાય છે. હાથમાંથી ગયેલો તે અવસર ફરી પ્રાપ્ત થતો નથી અને માનવી ખેદ ખિન્ન થઈ જાય છે. સંયમરૂપ આકાશનું દર્શન ફરી દુર્લભ થઈ જાય છે.
(૨) વૃક્ષ :– ઠંડી, ગરમી, આંધી, વર્ષાદિ પ્રાકૃતિક આપત્તિઓ તથા ફળ, ફૂલ તોડવાની ઈચ્છાવાળાઓ દ્વારા જે પીડા, યાતના, પ્રહારાદિ થાય છે તેને સહન કરતું વૃક્ષ પોતાના સ્થાનમાં સ્થિર રહે છે, તે સ્થાનને છોડી શકતું નથી. તેવી જ રીતે ગૃહવાસમાં રહેલો મનુષ્ય અનેક પ્રકારના દુઃખો, પીડાઓ, સોળ મહારોગોથી ઘેરાવા છતાં તે મોહમૂઢ બનેલો, દુઃખના સ્થાન સ્વરૂપ ગૃહવાસનો ત્યાગ કરી શકતો નથી.
૨૨૫
પહેલું ઉદાહરણ એકવાર સત્યનું દર્શન કરીને ફરી મોહમૂઢ બનેલા અવસર ભ્રષ્ટ આત્માનું છે. જે પૂર્વાધ્યાસ કે પૂર્વસંસ્કારના કારણે સંયમ માર્ગનું દર્શન કરી તે માર્ગથી ચલિત થઈ ગયા છે.
બીજું ઉદાહરણ જેઓએ હજુ સુધી સત્યદર્શન કર્યું નથી, તેનાથી દૂર છે, તેવા અજ્ઞાનગ્રસ્ત ગૃહવાસમાં આસક્ત આત્માનું છે.
બંને પ્રકારના મોહમૂઢ પુરુષ કેવળી પ્રરૂપિત ધર્મ પામવાના તથા આત્મકલ્યાણ કરવાના અવસરથી વંચિત રહી જાય છે અને સંસારનાં દુઃખોથી દુઃખી થઈ જાય છે.
જેમ વૃક્ષ દુઃખ પામવા છતાં તેનું સ્થાન છોડતું નથી, તેમ પૂર્વ સંસ્કાર, પૂર્વાગ્રહ, મિથ્યાદષ્ટિ, કુળનું અભિમાન, સાંપ્રદાયિક અભિનિવેશાદિની પકડના કારણે સંસારમાં અનેક પ્રકારનાં કષ્ટોને પામીને પણ તેને તે છોડી શકતા નથી.
વ્યાધિગ્રસ્ત પ્રાણીજગત :
४ अह पास तेहिं कुलेहिं आयत्ताए जायागंडी अदुवा कोढी, रायंसी अवमारियं । काणियं झिमियं चेव, कुणियं खुज्जियं तहा ॥१॥
उयरिं च पास मूयं च, सूणियं च गिलासिणिं । वेवई पीढसप्पि च, सिलिवयं महुमेहणिं ॥२॥
Jain Education International
सोलस एते रोगा, अक्खाया अणुपुव्वसो । अह णं फुसंति आयंका, फासा य असमंजसा ॥३॥
શબ્દાર્થ:- અત્ત = હવે, તેહિં ર્જિં = તે કુળોમાં, આવત્તાપ્ = પોતાના કર્મોનું ફળ ભોગવવા
For Private Personal Use Only
www.jainelibrary.org