________________
[ ૨૨૪]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
अणेगरूवेहिं कुलेहिं जाया । रूवेहिं सत्ता कलुणं थथति, णियाणओ ते ण लहंति मोक्खं । શબ્દાર્થ :- તે વેમ = તે હું કહું છું, ગદા વિ = જેમ, શુઝે = કાચબો, દર = તળાવમાં, વિવિધ = પોતાના ચિત્તને જોડીને રહે છે, પચ્છvણપતા = કમળના પાંદડાઓથી ઢાંકેલ, ૩ન્મ = નીકળવાના માર્ગને, જે સદ= પ્રાપ્ત કરતો નથી, ન = જેમ વૃક્ષ, fou { = પોતાના સ્થાનને, જે રતિ = છોડતું નથી, ગાઉં = અનેક પ્રકારના, સુÉ = કુળોમાં, ગાય = ઉત્પન્ન થયેલ, વેર્દિક રૂપોમાં, વિષયોમાં, સત્તા = આસક્ત થતા, વજુળ થતિ = કરુણ રુદન કરે છે પણ, fણયાળો પોતાના કર્મથી, તે = તેઓ, નાંતિ પ્રાપ્ત કરતા નથી, મોવું = મુક્તિને. ભાવાર્થ :- હું કહું છું. (સુધર્મા સ્વામી જંબૂસ્વામીને કહે છે, જેમ કોઈ સરોવર હોય, તે સેવાળ અને કમળપત્રોથી ઢંકાયેલું હોય અને તેમાં રહેલ કાચબો ઉપર આવવાની ઈચ્છાથી વ્યાકુળ હોવા છતાં ક્યાંય છિદ્ર કે પ્રકાશ આવતો ન હોવાથી તે ઉપર આવવાનો રસ્તો મેળવી શકતો નથી; જેમ વૃક્ષ અનેક પ્રકારની ઠંડી, તાપ, તોફાન તથા પ્રહારોને સહેવા છતાં પોતાની જગ્યાને છોડતું નથી, તેમ આ સંસારમાં કેટલાંક લોકો એવા છે જે અનેક સાંસારિક કષ્ટ, યાતના, દુઃખાદિને વારંવાર પ્રાપ્ત થવા છતાં ગૃહસ્થવાસને છોડતા નથી.
આ રીતે કોઈ ભારે કર્મી જીવો અનેક કુળોમાં જન્મ ગ્રહણ કરીને રૂપાદિ વિષયોની આસક્તિને લીધે ગૃહવાસને છોડતાં નથી, અનેક પ્રકારના કાયિક, માનસિક દુઃખોને ભોગવતાં કરુણ આક્રંદ કરે છે, છતાં દુઃખોના કારણભૂત કર્મોથી મુક્ત થઈ શકતા નથી.
વિવેચન :
આત્મજ્ઞાનથી રહિત પૂર્વાગ્રહ તથા પૂર્વાધ્યાસથી ગ્રસિત(વ્યાખ) બનેલાની કરુણદશાનું વર્ણન કરતા શાસ્ત્રકારે બે રૂપકો બતાવ્યા છે(૧) સેવાળ:- એક વિશાળ સરોવર હતું. અતિ સેવાળ અને કમળ પત્રોથી તે ઢંકાયેલું રહેતું હતું. નાનામોટા અનેક પ્રકારના જળચર જીવો તેમાં રહેતાં હતાં. એકવાર સંયોગવશ તે સઘન સેવાળમાં એક નાનું એવું છિદ્ર થઈ ગયું. પારિવારિક જનોથી છૂટો પડેલો એક કાચબો રખડતો રખડતો તે છિદ્ર પાસે આવી ગયો. તેણે છિદ્રમાંથી ગર્દન બહાર કાઢી, આકાશ તરફ જોતા તે આશ્ચર્ય પામ્યો. નીલગગનમાં નક્ષત્ર અને તારાઓને ચમક્તા જોઈને તે આનંદમાં લીન થઈ ગયો. તેણે વિચાર્યું– આવું અનુપમ દશ્ય મારા પરિવારજનોને હું બતાવું. કાચબો પરિવારને બોલાવવા ગયો. ઊંડા પાણીમાં જઈને પરિવારજનોને તે અનુપમ દશ્યની વાત કહી. પરિવારજનોને પહેલાં તો તેમાં વિશ્વાસ બેઠો નહિ, પછી તેના આગ્રહને વશ થઈને છિદ્રને શોધવા ચાલ્યા પરંતુ આટલા મોટા સરોવરમાં તે છિદ્રને શોધી શક્યા નહિ, છિદ્ર તેમને મળ્યું નહિ.
તે જ રીતે સંસાર એક મહાન સરોવર છે, પ્રાણી એક કાચબો છે. કર્મ અને અજ્ઞાનરૂપી સેવાળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org