________________
| ધૂત અધ્ય-૬, ૨ : ૧
p.
| ૨૨૩ ]
અપૌરુષેય નથી. અરિહંત ભગવાન પોતાના કેવળજ્ઞાનના પ્રકાશમાં એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના પ્રાણીઓની જાતિઓ, સૂમ–બાદર, પર્યાપ્ત- અપર્યાપ્તાદિ સમસ્ત જીવના સ્વરૂપને સ્પષ્ટરૂપે જાણે છે અને પ્રાણીઓના હિત માટે સમવસરણમાં ધર્મનું પ્રતિપાદન કરે છે. તીર્થંકર પ્રભુની વાણીના આધારે શ્રુતજ્ઞાની એવા મુનિઓ અનુપમ, અસાધારણ જ્ઞાનનું કથન કરી શકે છે. સંક્ષેપમાં જિનવાણી અપૌરુષેય નથી પરંતુ જિનેશ્વવરો દ્વારા કથિત છે. મારૂં સે નમનિસં :- પૂર્વે કહ્યાં તે વિશિષ્ટજ્ઞાની અનુપમ જ્ઞાનનું પ્રતિપાદન કરે છે. વૃત્તિકારના કથન અનુસાર તે અનન્ય જ્ઞાન આત્માનું જ હોય છે, તેના પ્રકાશમાં શ્રોતાને જીવ અજીવાદિ નવ તત્ત્વોનો સમ્યક બોધ થઈ જાય છે. અનુપમ શબ્દ અસદશ, સુંદર અર્થમાં પ્રયુક્ત છે તેથી આ સૂત્રાશનું તાત્પર્ય એ છે કે તે લોક સ્વરૂપના જ્ઞાતા ઉપદેશક શ્રેષ્ઠ ધર્મનું, સંયમધર્મનું કથન કરે છે.
અનુપમ જ્ઞાનધારા જે શ્રોતાઓ માટે પ્રવાહિત કરવામાં આવે છે તે જ્ઞાન શ્રવણના પિપાસુ શ્રોતાઓએ ચાર ગુણોથી સંપન્ન થવું આવશ્યક છે, તે આ પ્રમાણે છે– (૧) સમુસ્થિત- જેનો આત્મા ધર્મશ્રવણ માટે કે ધર્મ આચરણ માટે ઉદ્યમવંત થયો છે (૨) નિક્ષિપ્ત દંડ- હિંસાદિ પાપની પ્રવૃત્તિઓ છોડીને ધર્મશ્રવણ માટે આતુર છે (૩) સમાધિભાવમાં સ્થિત છે અર્થાત્ જે સ્વસ્થ મનથી ધર્મશ્રવણનો ઈચ્છક છે (૪) પ્રજ્ઞાવાન- જે હિતાહિતનો વિવેક સમજી શકે છે તે ઉપદેશને યોગ્ય શ્રોતા છે. સમુફિયા - ધર્મના આચરણ માટે જે સમ્યક પ્રકારે ઉદ્યમવંત હોય તે સમુસ્થિત કહેવાય છે. વૃત્તિકારે અહીં સમુચૈિતના દ્રવ્ય અને ભાવથી બે પ્રકાર કહ્યા છે– શરીરથી ઉત્થિત તે દ્રવ્ય સમુસ્થિત છે અર્થાત્ ધર્મ સાંભળવા માટે શ્રોતાએ શરીરથી પણ જાગૃત થવું આવશ્યક છે. જ્ઞાનાદિથી ઉત્થિત તે ભાવથી સત્થિત છે. જ્ઞાનીપુરુષ દ્રવ્ય અને ભાવથી ઉત્થિત વ્યક્તિઓને ધર્મનો ઉપદેશ આપે છે. પાત્ર પ્રમાણે પરિણમન :| २ एवं एगे महावीरा विप्परक्कमंति । पासह एगेऽवसीयमाणे અણપણે શબ્દાર્થ :- પર્વ = આ પ્રમાણે, ઉપદેશ સાંભળીને, વિરતિ = સંયમમાં પરાક્રમ કરે છે, અવલીયાને = સંયમમાં કલેશને પ્રાપ્ત કરતાં, મળત્તપu = આત્મકલ્યાણની બુદ્ધિથી રહિત હોય છે. ભાવાર્થ :- પૂર્વ સૂત્રોક્ત શ્રેષ્ઠ ધર્મોપદેશ સાંભળીને કોઈ હળુકર્મા મહાન વીરપુરુષ સંયમમાં પરાક્રમ કરે છે તથા હે શિષ્ય! તેમને પણ જો કે જે આત્મજ્ઞાનથી રહિત છે, તેઓ સંયમમાં વિષાદ પામી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે. આત્મઉત્થાન રહિત પ્રાણીની ઉપમા :| ३ से बेमि-से जहा वि कुम्मे हरए विणिविट्ठचित्ते पच्छण्णपलासे, उम्मग्गं से णो लहइ । भंजगा इव सण्णिवेसं णो चयति । एवं एगे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org